Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch માં વહેલી સવારથી ધોધમાર વરસાદ, બળેલી ખો વિસ્તારમાં દીવાલનો હિસ્સો ધરાશાયી થતા સ્થાનિકોમાં ભય

ભરૂચ શહેર જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા ભરૂચના માર્ગો જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતા જેના પગલે ભરૂચના અનેક નીચાવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. સાથે જ ભરૂચ નગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરી સામે પણ અનેક...
06:54 PM Jul 23, 2023 IST | Dhruv Parmar

ભરૂચ શહેર જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા ભરૂચના માર્ગો જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતા જેના પગલે ભરૂચના અનેક નીચાવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. સાથે જ ભરૂચ નગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ ગયા હતા.

ચોમાસાની ઋતુ જામી રહી છે અને ઝરમરિયા વરસાદ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે રવિવારે પણ ભરૂચ જિલ્લામાં મેહુલિયાએ હાજરી પુરાવી હતી અને ધોધમાર વરસાદ વહેલી સવારથી જ વરસતા ભરૂચના અનેક નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ધોધમાર વરસાદના પગલે ભરૂચના સેવાશ્રમ રોડ પાંચબત્તી કસક સર્કલ દાંડિયા બજાર ફાટા તળાવ ફુરજા બંદર ચાર રસ્તા સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેના પગલે સવારના સમયે વાહનચાલકોને પણ જાહેર માર્ગો ઉપર ભરાયેલા પાણીમાંથી નીકળવું મુશ્કેલ બની ગયો હતો અને ઘણા વાહન ચાલકોના વાહનો ખોદકાયા હતા જેના કારણે ધક્કા મારવાની પણ નોબત આવી હતી.

ધોધમાર વરસાદ વરસતા ભરૂચના જ બળેલી ખો વિસ્તારમાં પુષ્પાબાગ આવેલો છે જેની પ્રોટેક્શન દિવાલ વરસાદી પાણીના ધોવાના કારણે અચાનક વહેલી સવારે ધસી પડી હતી. વહેલી સવારે દિવાલ નજીકથી કોઈની અવર-જવર ન હોવાના કારણે કોઈ મોટી હોનાર સર્જાઈ ન હતી. પરંતુ આ જ દિવાલ દિવસ દરમિયાન ઘસી પડી હોત તો નિર્દોષ લોકો જીવ ગુમાવી શક્યા હોત. પુષ્પાબાગની દિવાલ હોવાની કોઈ વારંવાર રજૂઆત કરી હતી છતાં પાલિકા તંત્રનું રુવાડું ફળક્યુ ન હતું અને આજે વહેલી સવારે અચાનક દિવાલ ઘસી પડી હતી.

જોકે લોકો ઘરમાં જ હોય અને મીઠી નીંદર માણી રહ્યા હોય તે દરમિયાન દિવાલ ઘસી પડી હોવાના કારણે કોઈ હોનારત સર્જાઈ ન હતી. પરંતુ દિવાલ ધસી પડતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો અને તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરવામાં આવતા કાટમાળ દૂર કરવાની કવાયત કરી હતી. દિવાલ ઘસી પડવાના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો જેના પગલે સ્થાનિકોમાં પણ દશામાના વ્રતને લઈ વીજ પુરવઠા ને લઈ રોષ જોવા મળ્યો હતો.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : Saurashtra News : ભાદર 1 ડેમના 29 દરવાજા ખોલાયા, ડેમમાં 2,32,590 કયુસેક પાણીની આવક

Tags :
bharuch newsGujaratheavy rainMonsoonRainSuratwall collapsing
Next Article