Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara: આજે રાત્રે 9 વાગે ન્યાય મૌન રેલી, મહારાણી રાધિકારાજે ગાયકવાડે કરી જાહેરાત

ભારતમાં દર 16 મિનિટે એક દુષ્કર્મ થાય છેઃ મહારાણી રાધિકારાજે મહારાણી રાધિકારાજે ગાયકવાડે વીડિયો બનાવી દુઃખ વ્યક્ત કર્યું લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી રેલી નીકળશે Vadodara: કોલકાતામાં બનેલી ઘટનાએ સમગ્ર દેશના લોકોને અચંબીત કરી દીધા છે. જેના લઈને...
vadodara  આજે રાત્રે 9 વાગે ન્યાય મૌન રેલી  મહારાણી રાધિકારાજે ગાયકવાડે કરી જાહેરાત
  1. ભારતમાં દર 16 મિનિટે એક દુષ્કર્મ થાય છેઃ મહારાણી રાધિકારાજે
  2. મહારાણી રાધિકારાજે ગાયકવાડે વીડિયો બનાવી દુઃખ વ્યક્ત કર્યું
  3. લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી રેલી નીકળશે

Vadodara: કોલકાતામાં બનેલી ઘટનાએ સમગ્ર દેશના લોકોને અચંબીત કરી દીધા છે. જેના લઈને અત્યારે દેશભરમાં લોકો રેલી અને પ્રદર્શન કરી રહ્યા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં પણ તેના પડઘા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ આ પ્રકારે પ્રદર્શનો કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કલકત્તામાં મહિલા તબીબના રેપ વીથ મર્ડર કેસને લઇ ચારે તરફ રોષ જોવા મળી રહ્યો છે. કોલકાતા ડૉક્ટર કેસને લઈને વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે વીડિયો બનાવી દુઃખ વ્યક્ત કર્યું છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad : 4 પોલીસ કમિશનર, 9 IG હાજર રહ્યા, DGP એ કહ્યું- રાજ્યમાં ક્રાઈમ રેટમાં ઘટાડો થયો..!

લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી કાઢશે રેલી

વીડિયો શેર કરતા કહ્યું કે, ‘ભારતમાં દર 16 મિનિટે એક દુષ્કર્મ થાય છે, કેટલાય કેસ એવા હશે જે નોંધાતા નહીં હોય’ નોંધનીય છે કે, મહિલાઓની સેફ્ટી વિશે ખાસ વાત કરી હતી. આ સાથે સાથે આગામી સમયમાં રેલી માટે પણ તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. નારીના સન્માન અને સલામતી માટે હવે મહારાણી રાધિકારાજે ગાયકવાડ ન્યાય મૌન રેલી કાઢશે. જેમાં વિગતે વાત કરવામાં આવે તો, લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી રેલી કાઢશે. આજે રાત્રે 9 વાગે મહારાણીની ન્યાય મૌન રેલી કાઢવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad : સંતો-મહંતો, સેવકોની હાજરીમાં જન્મોત્સવની ભવ્ય ઉજવણી, શક્તિસિંહ ગોહિલે કહ્યું- ધર્મસત્તાને દબાવી..!

Advertisement

મહિલાઓની સુરક્ષા માટે કામ થવું જોઈએ

નોંધનીય છે કે, અત્યારે ભારતમાં અનેક જગ્યાએ રેલીઓ કાઢવામાં આવી રહીં છે. જો કે, આવા તો દેશમાં અનેક કેસો સામે આવતા હોય છે. દેશમાં રેપ કેસના આંકડા પણ સામે આવ્યા હતા. મહિલાઓ સાથે થતા અત્યાચાર અને અન્યાય સામે કાર્યવાહી થવી જોઈએ. જેને લઈને અત્યારે દેશમાં અનેક લોકોએ રેલીઓ કાઢી છે. જો કે, સ્વાભાવિક વાત પણ છે મહિલાઓની સુરક્ષા માટે સરકારે ખાસ કામ કરવાની જરૂર છે.

આ પણ વાંચો: Jetpur : જુગારીયાઓ પર પોલીસનો સકંજો, અલગ-અલગ કાર્યવાહીમાં 8 મહિલા સહિત 24 ઝડપાયા

Tags :
Advertisement

.