Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: ગુજરાતમાં ઠગબાજો બેફામ! ત્રણ કરોડમાં ક્લાસ 1 અધિકારી બનાવવાની ડંફાસ

ક્લાસ 1 ની લાલચે ઠગબાજોએ 40 લોકોને ઠગ્યા ભરતી થયાના નકલી નોટિફિકેશન અને લેટરો આપતા ક્લાસ-1 અધિકારીની નોકરી આપવાનું કરી કરોડો ખંખેર્યા Gujarat: ગુજરાતમાં કૌભાંડના કેસો ખુબ જ વધ્યા હોય તેવું સામે આવ્યું છે. છાસવારે એક આવા કૌભાંડી કેસો...
gujarat  ગુજરાતમાં ઠગબાજો બેફામ   ત્રણ કરોડમાં ક્લાસ 1 અધિકારી બનાવવાની ડંફાસ
  1. ક્લાસ 1 ની લાલચે ઠગબાજોએ 40 લોકોને ઠગ્યા
  2. ભરતી થયાના નકલી નોટિફિકેશન અને લેટરો આપતા
  3. ક્લાસ-1 અધિકારીની નોકરી આપવાનું કરી કરોડો ખંખેર્યા

Gujarat: ગુજરાતમાં કૌભાંડના કેસો ખુબ જ વધ્યા હોય તેવું સામે આવ્યું છે. છાસવારે એક આવા કૌભાંડી કેસો સામે આવી રહ્યાં છે. પૈસા આપો અને સરકારી નોકરી મેળવો એવા ઘણાં ઠગાઈના કેસો સામે આવતા હોય છે. અત્યારે પણ એક આવો જ કેસ સામે આવ્યો છે. મળતી જાણકારી પ્રમાણે જીપીએસસી (Gujarat Public Service Commission)માં પોતાની ઓળખાણ છે તેવું જણાવીને ક્લાસ-1 અધિકારીની નોકરી અપાવી આપવાનું કહીને રૂપિયા 3.25 કરોડની ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. આવી છેતકપિંડી કરનારી ગેંગ સામે અત્યારે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisement

ઠગબાજો ફોન પણ કરતા કે તમે ક્યારે હાજર થાઓ છો?

ચોંકાવનારી વાત તો એ છે કે, આ ઠગ ટોળકી અસલી પણ નકલી લાગે તેવા ભરતી થયાના નકલી નોટિફિકેશન અને લેટરો આપતા હતા. એટલું જ નહીં પરંતુ આરોપીઓ વારંવાર ફોન પણ કરતા કે તમે ક્યારે હાજર થાઓ છો? આવી રીતે ફોન કરીને હોટલમાં બોલાવામાં આવતા અહીં પછી તેમને કલાકો સુધી બેસાડી રાખવામાં આવતા હતાં. આ ઠગબાજો પોતે સચિવાલયમાં ક્લાસ 1 અધિકારી હોવાનું જણાવતા અને ત્રણ વ્યક્તિઓનું અમદાવાદ સોલા સિવિલ ખાતે મેડિકલ પણ કરાવી દીધું હતું.

નોંધનીય છે કે, અત્યારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે 6 જેટલા ઠગબાજો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, આ ઠગ ટોળકીએ 40 થી 50 લોકો સાથે છેતરપિંડી કરી હતી. અત્યારે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

Advertisement

કઈ રીતે નકલી અધિકારીઓ સાથે થતી મુલાકાત?

સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ફરિયાદીઓને ક્લાસ 1 ની નોકરીનું કહીને સચિવાલયમાં બોલાવવામાં આવતા હતાં. પરંતુ કચેરીમાં નહીં સચિવાલની બહાર લોકો પોતે ક્લાસ 1 અધિકારી થઈને આવતા અને કામ કરાવી આવાનું આશ્વાસન આપતા હતાં. આ ઠગબાજોએ 40 થી 50 લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત તો એ છે કે, લોકોને આ ઠગબાજોની વાતોમાં એવી રીતે આવી જતા કે, મોંઘી મોંઘી હોટલમાં પાર્ટી પણ આપતાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: એકબાજુ સ્વચ્છતા અભિયાન બીજી તરફ કચેરી ગંદકીનું ઘર! કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના નામે મીંડું!

Advertisement

સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં ઠગબાજો સામે નોંધાઈ ફરિયાદ

મળતી જાણકારી પ્રમાણે યોગેશ ચંદુલાલ પટેલ (રહે. નિકોલ), જલદીપ ભરત ટેલર, જિતેન્દ્ર બી પ્રજાપતિ, હિતેશ અંકિત પંડ્યાં, એસ.કે.પ્રજાપતિ સહિતના લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓ એડવાન્સમાં પૈસા લઈને કામ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ફરિયાદીને એમ જણાવતા કે, અમદાવાદ ડેપ્યુટી કલેક્ટરની જગ્યા ખાલી છે અને તેમાં તમારી ભરતી કરાવાની વાતો કરીને પૈસા પડાવ્યાં હતાં.

આ પણ વાંચો: Gondal પંથકમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ, પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી

ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી

આ ઠગબાજો ફરિયાદીને અનેક લોભામણી સ્કીમો પણ આપતા હતા. જેના માટે અન્ય વધારે પૈસા પણ લેવામાં આવતા હતા. જેમાં બોલેરોની જગ્યાએ મોંઘીદાટ ગાડી, રહેવા માટે સરકારી આવાસ, સરકારી ગન અને પગાર પણ વધારે મળશે તેવું કહેતા અને ખોટા ફોર્મ ભરીને પૈસા લેતા હતાં. વધારે પગાર માટે આરોપીઓ લોકો પાસેથી વ્યક્તિગીઠ 4-4 લાખ રૂપિયાની ઉઘરાણી કરતા હતા. જો કે, અત્યારે તો સાઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. હવે જોવાનું એ છે કે, આ માલલે કેવી કાર્યવાહી કરવામાં આવે છે?

આ પણ વાંચો: Gujarat Rain forecast: ખેડૂતો માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે આપી ગુજરાતમાં માવઠાની આગાહી

Tags :
Advertisement

.