Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતનો આ બાળક ઘોડેસવારી કરીને શાળાએ જાય છે..વાંચો અહેવાલ..!

અહેવાલ---ઉદય જાધવ, સુરત સુરત (Surat)માં એક બાળક અનોખી રીતે શાળા એ પહોંચે છે. બાળક ઘોડે સવારી કરી શાળાએ આવે છે. ઘોડીનું નામ નાયચી રાખવામાં આવ્યું છે. કુશ સાથે તેના મિત્રોની પણ ઘોડી સાથે અનોખી લાગણી બંધાયેલી છે. વિદ્યાર્થીની એન્ટ્રી શહેનશાહ...
02:40 PM Aug 28, 2023 IST | Vipul Pandya
અહેવાલ---ઉદય જાધવ, સુરત
સુરત (Surat)માં એક બાળક અનોખી રીતે શાળા એ પહોંચે છે. બાળક ઘોડે સવારી કરી શાળાએ આવે છે. ઘોડીનું નામ નાયચી રાખવામાં આવ્યું છે. કુશ સાથે તેના મિત્રોની પણ ઘોડી સાથે અનોખી લાગણી બંધાયેલી છે.
વિદ્યાર્થીની એન્ટ્રી શહેનશાહ જેવી
તમે વિદ્યાર્થીઓને સાયકલ,બાઈક અને કાર લઈને આવતા તો જોયા હશે પરંતુ આજે અમે તમને એક અનોખા વિદ્યાર્થી સાથે રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. જી હા એક એવો વિદ્યાર્થી કે જે બધા કરતાં અલગ જ રીતે શાળામાં એન્ટ્રી મારે છે અને વિદ્યાર્થીની એ એન્ટ્રી શહેનશાહથી કમ પણ નથી. આ વિદ્યાર્થી છે બારડોલીના ખરવાસા ગામનો ૧૩ વર્ષીય કુશ.
ખેતરમાંથી ઘોડાનું નાનું બચ્ચું  મળ્યું
બારડોલીના ખરવાસા ગામના કુશને એક ખેતરમાંથી ઘોડાનું નાનું બચ્ચું મળી આવ્યું હતું અને કુશ તેને ઘરે લાવી તેનું પાલન પોષણ કરી રહ્યો છે. કુશે તેનું નામ 'નાયચી' રાખ્યું છે. સવારે તે નવડાવે છે. ત્યારબાદ તેના ચારો લાવવામાં આવે છે. શાળાનો સમય થાય એટલે કુશ ઘરે આ ઘોડાના બચ્ચાને સાથે લઈ ને નીકળે છે. ત્યારબાદ તેની સાથે તેના મિત્રો પણ આ ઘોડાના બચ્ચા સાથે જોડાયા છે. એક પછી એક આ મિત્રો તેની સવારી કરે છે. અને શાળામાં અભ્યાસ અર્થે પહોંચે છે. તે શાળા બહાર નજીકમાં તેને એક ઝાડ નીચે બાંધી દે છે. અને શાળ ના રિસેશ દરમ્યાન ઘોડા માટે ચારો અને પાણી મૂકી ને ફરીથી અભ્યાસ અર્થે જતા રહે છે. શાળા છૂટ્યા બાદ ફરીથી તેઓ ઘોડા સાથે રમતા રમતા ઘરે પહોંચે છે.
બાળકોનો ઘોડા સાથે લગાવ પણ ખુબ
શાળા પરત ફરી બાળકો જ્યારે રમવા માટે ભેગા થાય છે. ત્યારે પણ આ બાળકો તેને સાથે જ લઈ જાય છે. અને સાથેજ સમય વિતાવે છે. શાળાના શિક્ષકો પણ વિદ્યાર્થીઓને ઘોડે સવારી કરીને આવતા જોઈ તેઓ હર્ષ અનુભવી રહ્યા છે. તેઓ પણ કહી રહ્યા છે પહેલાના સમય ઘોડે સવારી કરી ને લોકો પોતાના કામ અર્થે આવ જાવ કરતા હતા તેવા દ્રશ્ય આજે જોઈને ખુબજ આનંદ થાય છે. તેમજ બાળકોનો ઘોડા સાથે લગાવ પણ ખુબ જ છે. હંમેશા બાળકોનો પશુ પક્ષી ઓ પ્રત્યે આવો પ્રેમ રહેવો જોઈએ. શાળાએ ઘોડે સવારી કરી ને આવે છે તેને જોઈએ સૌ લોકો કૂતુહલ વશ થઈ જોતા રહે છે.
આ પણ વાંચો----આકેસણ ગામમાં સુસેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના વિરોધમાં અપાયુ કલેકટરને આવેદનપત્ર
Tags :
Horsehorse rideSchoolSurat
Next Article