Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : શ્રમિકોના બાળકોના અભ્યાસ માટે આ નવતર પ્રયોગ....

સુરત શહેરની સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થા દ્વારા શહેરમાં વિચરતિ જાતિના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવા માટેનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સ્વૈચ્છિક સંસ્થા દ્વારા બાળકો માટે એક ફરતી શાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફરતી શાળા બસમાં તૈયાર...
surat   શ્રમિકોના બાળકોના અભ્યાસ માટે આ નવતર પ્રયોગ

સુરત શહેરની સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થા દ્વારા શહેરમાં વિચરતિ જાતિના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવા માટેનો એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. સ્વૈચ્છિક સંસ્થા દ્વારા બાળકો માટે એક ફરતી શાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ફરતી શાળા બસમાં તૈયાર કરવામાં આવી છે. આ બસમાં વિચરતિ જાતિના બાળકોને શિક્ષણ આપવામાં આવશે.

Advertisement

વિચરતિ જાતિના બાળકોને શિક્ષણ

સુરત શહેરમાં શૈક્ષણિક સંગઠન દ્વારા વિચરતિ જાતિના બાળકોને શિક્ષણ આપવા માટેનું વિચારવામાં આવ્યું છે. આમ તો આ બાળકોના માતા પિતા મજૂરી કામ કરતા હોવાને કારણે તેઓના બાળકો શિક્ષણથી વંચિત રહી જતાં હતાં. આ બાળકોના માટે એક શૈક્ષણિક સંસ્થા આવી છે અને માનવતાની મેહક સંસ્થા દ્વારા બાળકોને શિક્ષણ મળે તે માટે એક બસ તૈયાર કરી છે. આ બસને પ્રમુખ સ્વામિ સ્મૃતિ વિદ્યા મંદિર નામ આપવામાં આવ્યું છે. આ બસને રવિવારના રોજ લોકાર્પણ કરવામાં આવશે.

Advertisement

32 બાળકો બેસી શકશે

આ બસની વિશેષતા વિશે વાત કરીએ તો બસમાં 32 બાળકો એક સાથે બેસી શકે તે માટે સુવિધા કરવામાં આવી છે.. બસમાં એક આખો વર્ગખંડ ઉભો કરવામાં આવ્યો છે.. જેમાં રંગબેરંગી બેંચ, ટેલિવિઝન, ગ્રીન બોર્ડ, આકર્ષક ચિત્રાંકન, સુંદર કાર્પેટ, લાઈટ અને પંખાની સાથે ઇન્વર્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement

5 થી 15 વર્ષના બાળકોને ભણાવાશે

આ બસમાં વિચરતી જાતિના બાળકો જે ફૂટપાથ પર રહે છે તે બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે.. આ બાળકો માટે ગ્રુપના પ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. સર્વેમાં બાળકોના માતાપિતા અને વાલીની સંમતિ સાથે ભરાવવામાં આવશે... 5 કિલોમીટના વિસ્તારમાં રહેતા શ્રમિકોના બાળકોને અભ્યાસ કરાવવામાં આવશે. 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધીની વયમર્યાદાના બાળકોને અભ્યાસ કરાવવાની તૈયારી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે...

દિવસ દરમિયાન વિવિધ જગ્યાએ શિક્ષણ

આ ફરતી શાળામાં બાળકોને ભણાવવામાં આવશે. પરંતુ આ બસ વિવિધ દિવસે વિવિધ જગ્યાએ બાળકોને શિક્ષણ આપશે. એક દિવસ બાળકોને શાળામાં, એક દિવસ ગાર્ડનમાં, એક દિવસ મંદિરમાં, અલગ અલગ શાળાઓમાં પણ આ વિદ્યાર્થીઓને લઈ જવામાં આવશે. જેની આ બાળકો અન્ય બાળકોની સાથે સરખામણી કરી શકે. આ ફરતી શાળામાં જે બાળકો અભ્યાસ કરશે તે બાળકોને આગામી દિવસોમાં અભ્યાસ પ્રત્યે રૂચિ થશે તેથી તેઓ આગામી દિવસોમાં રેગ્યુલર શાળામાં પ્રવેશ લઈ પોતાનું ભવિષ્ય ઉજળું કરી શકશે.

હાલ પુરતી એક બસ શરૂ કરવામાં આવી

હાલ તો માનવતાની મહેક ગ્રુપ દ્વારા માત્ર એક બસ શરૂ કરવામાં આવશે પરંતુ આગામી દિવસોમાં સુરત શહેરના તમામ ઝોનમાં ફૂટપાથ પર રહેતા બાળકો માટે આવી બસો શરૂ કરવામાં આવશે. મહેશભાઈ પટેલ પ્રમુખ સ્વામિ જન્મ શતાબ્દી મહોત્સવમાં સેવા કરવા માટે ન જઈ શક્યા તેનો તેમને રંજ હતો. જો કે તે સમયે તેમણે એક મહિનો ઉઘાડા પડે ફરી, રોજ સાંજે ફૂટપાથ પર રહેતા પાંચ પરિવારને કીટ આપવાનું નક્કી કર્યું હતું. પરિવારને તેઓ રાશન આપતા પગરખાં ન હોય તો પગરખાં આપતા ત્યાર બાદ તેમને ફૂટપાથ પર રહેતા બાળકો માટે ફરતી શાળા શરૂ કરવાનો નિર્ણય લીધો.

અહેવાલ - આનંદ પટ્ટણી, સુરત

આ પણ વાંચો : વધુ એક ગુજરાતીઓનું કેનેડામાં રહસ્યમય મોત, DYSPના દીકરાની ટોરેન્ટોમાંથી લાશ મળતા ચકચાર

Tags :
Advertisement

.