Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પત્નીનું બહાર ચાલતું હતું પ્રેમ પ્રકરણ, પતિને ખબર પડી અને અંતે આવ્યો ખરાબ અંજામ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તરસાના ગામે મળેલ યુવાનના મૃતદેહનો અંતે ભેદ ઉકેલાયો છે. યુવાનના મૃતદેહના પીએમમાં ચોકાવનારી વિગત બહાર આવી હતી, જેમા પ્રેમી એ જ પ્રેમિકાના પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકા પ્રેમી સાથે હોવાથી તે બંને વચ્ચે...
પત્નીનું બહાર ચાલતું હતું પ્રેમ પ્રકરણ  પતિને ખબર પડી અને અંતે આવ્યો ખરાબ અંજામ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તરસાના ગામે મળેલ યુવાનના મૃતદેહનો અંતે ભેદ ઉકેલાયો છે. યુવાનના મૃતદેહના પીએમમાં ચોકાવનારી વિગત બહાર આવી હતી, જેમા પ્રેમી એ જ પ્રેમિકાના પતિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પ્રેમિકા પ્રેમી સાથે હોવાથી તે બંને વચ્ચે તકરાર થઈ હતી. વળી આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. જણાવી દઇએ કે, પ્રેમિકા પ્રેમીના ઘરે રહેવા જતા પતિ ઉશ્કેરાયો હતો.

Advertisement

ડભોઇ તાલુકાના પણસોલી વસાહતના છેલ્લા બે દિવસથી ગુમ થયેલા ઇસમની તરસાણા ગામની સીમાથી લાશ મળી હતી. હત્યા છે કે પછી આત્મહત્યા પોલીસે લાસનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વસઈ ગામના જ ઇસમે પ્રેમ પ્રકરણ લઈને તેની હત્યા કરવામાં આવી હતી નો ભેદ ખુલ્યો છે. ડભોઇ પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ડભોઇ તાલુકાના પણસોલી વસાહત ગામનો રવિભાઈ વીજલાભાઈ નાયક છેલ્લા બે દિવસથી ગુમ હતો. ઘર પરિવાર દ્વારા તેની શોધખોળ કરતા હતા. દરમિયાન બીજા દિવસે સાંજે તરસાણા ગામની સીમમાંથી તેની લાશ મળી આવી હતી. બનાવ અંગે પોલીસે લાસનો કબજો મેળવી પીએમ માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં પેનલ ડોક્ટરો દ્વારા પીએમ કરવામાં આવ્યું હતું.

જેમાં તેની હત્યા કરવામાં આવી છે નું રહસ્ય પીએમ બાદ ખુલતા ડીવાયએસપી આકાશ પટેલની સુચના અને માર્ગદર્શન હેઠળ પી આઈ એસ જે વાઘેલાએ ટેકનોલોજી સોર્સ થી પોલીસે તાત્કાલિક આગળની તપાસ હાથ ધરતા વસઈ ગામના વિષ્ણુભાઈ લાલજીભાઈ રાઠોડીયા રવિની પત્ની સાથે પ્રેમ પ્રકરણને શંકા કરી રવિ તપાસ કરવા ગયો તે દરમિયાન વિષ્ણુએ રવિને ગડદા પાટુનો માર મારી તેની હત્યા કરવામાં આવી હતી નું આરોપીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારાની ધરપકડ કરી કલમ 302, 323, 506 (2) મુજબનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ પોલીસે હત્યારા ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો - ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ મહાસાગર દિવસ’ અને મહાન વૈજ્ઞાનિક ફ્રાન્સિસ ક્રિકના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.