'પ્રવેશોત્સવમાં બાળકોના ચહેરા પર જે સ્મિત આવી છે, તે ભાગ્યે જ કોઈ ખાનગી શાળામાં જોવા મળે' - ગૃહ રાજ્યમંત્રી HARSH SANGHVI
HARSH SANGHVI : ગુજરાત રાજ્યમાં હવે શાળાઓ શરૂ થતાની સાથે જ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી છે. શાળા પ્રવેશોસત્વથી વિધાર્થીઓ શાળામાં પ્રવેશ લઈને પોતાના ભણતરની શરૂઆત કરે છે. ગુજરાતમાં કન્યા કેળવણી દ્વારા દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા અને પ્રાથમિક શિક્ષણને વેગવંતુ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં પાછલા બે દાયકાથી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે. મહાનગરોથી લઇ ગામડાઓ સુધીની શાળાઓમાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. આજે સુરતમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી હતી. તેમના આ કાર્યક્રમમાં હાજર રહીને બાળકોને પર્યાવરણની જાળવણીઓ સંદેશ આપ્યો છે.
ગૃહ રાજ્યમંત્રી HARSH SANGHVI એ સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી
ગૃહ રાજ્યમંત્રી HARSH SANGHVI એ સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપી હતી. તેમણે આ કાર્યક્રમ નાના ફૂલકાઓને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. વધુમાં આ કાર્યક્રમ અંગે તેમણે કહ્યું હતું કે, હવે મહાનગરોથી લઇ ગામડાઓ સુધીની શાળાઓમાં આજથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઈ છે. પાપા પગલી ચાલી શાળાએ આવ્યા બાદ નાના બાળકોએ પોતાના ભણતર ની શરૂઆત કરી છે.પાપા પગલી ભરી શાળાએ આવતા માસુમ બાળકોની આંખોમાં ક્યાંક ને ક્યાંક આંસુ નજરે આવતા હોય છે, પરંતુ પ્રધાનમંત્રીના પ્રયત્નોથી સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવ દરમિયાન બાળકોના ચહેરા પર જે સ્મિત આવી છે, તે ભાગ્યે જ કોઈ ખાનગી શાળામાં જોવા મળે છે.
'મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ' - ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
તેમણે વધુમાં આગળ કહ્યું હતું કે, બાળકોને કુમકુમ પગલે પહેલુ પગથિયું ફૂલ પર,બીજું પગથિયું અક્ષત પર,ત્રીજું પગથિયું કંકુ પર,ચોથું પગથિયું પાણીએ અને પાંચમું પગથિયું રૂમાલ પર આ રીતે પ્રથમ દિવસે બાળકોના શાળામાં અભ્યાસની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની હજારો શાળાઓમાં આ કાર્યક્રમની શરૂઆત થઈ છે, અને નીપુણ ભારત અંતર્ગત,નવી એજ્યુકેશન પોલિસીના અંતર્ગત સરકારી શાળાઓમાં બાળકોને ક્રિએટિવ દિશાઓ અને ક્રિએટિવ વ્યવસ્થાઓ ઠકી ભણતર પ્રાપ્ત થાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Raid : તમે લો છો એ દવા બનાવટી તો નથી ને..? વાંચો આ કિસ્સો…