ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પ્રકાશ અંધ કન્યાગૃહ ખાતે મંજિલ ૩.૦ ની સેમી ફાઈનલનું આયોજન કરાયું હતું

રોટરેકટ ક્લબ ઓફ અમદાવાદ પ્રહલાદનગર દ્વારા તા. ૨૫/૦૨/૨૦૨૪, રવિવારના દિવસે પ્રકાશ અંધ કન્યા ગૃહ ખાતે બપોરના ૩ વાગ્યાથી ૭ વાગ્યા સુધી મંજિલ ૩.૦ ની સેમી ફાઈનલનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અલગ અલગ ૭ સ્કૂલ અને એનજીઓના અગાઉ લેવામાં આવેલ...
11:27 AM Feb 28, 2024 IST | Harsh Bhatt

રોટરેકટ ક્લબ ઓફ અમદાવાદ પ્રહલાદનગર દ્વારા તા. ૨૫/૦૨/૨૦૨૪, રવિવારના દિવસે પ્રકાશ અંધ કન્યા ગૃહ ખાતે બપોરના ૩ વાગ્યાથી ૭ વાગ્યા સુધી મંજિલ ૩.૦ ની સેમી ફાઈનલનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અલગ અલગ ૭ સ્કૂલ અને એનજીઓના અગાઉ લેવામાં આવેલ ઓડિશનમાં પસંદગી પામેલ વિધાર્થી/વિધાર્થીનીઓએ ગાયન, નૃત્ય અને અભિનય કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મંજિલ 3.0

આ મંજિલ ૩.૦ ની સેમી ફાઈનલમાં ટોટલ ૫૮ પસંદગી પામેલ વિધાર્થી/વિધાર્થીનીઓ ભાગ લીધેલ હતો. આ ઈવેન્ટમાં રોટરી મેમ્બર્સ, બીજા રોટરેક્ટ મેમ્બર્સ, પ્રિન્સિપાલ, ટીચર્સ અને પસંદગી પામેલ વિધાર્થી/વિધાર્થીનીઓના વાલીઓ હાજર રહેલ હતા. આ ઈવેન્ટમાં ક્લબ/સ્પોન્સર્સ દ્વારા બધા ઉપસ્થીત લોકોને નાસ્તો આપવામાં આવેલ હતો.

આ પ્રોજેક્ટના અધ્યક્ષ તરીકે રોટ. વંદન શાહ, સહ-અધ્યક્ષ તરીકે રો. હર્ષ ભાલાણી અને રો. લવિના પ્રેમાણી તથા પ્રહ્લાદનગર કલબના મેમ્બર્સ દ્વારા આખી ઈવેન્ટનો આયોજન કરવામાં આવેલ હતું અને હવે આગળ પસંદગી પામનાર માટે આખરી મુકાબલારૂપ તા. ૧૦ માર્ચ, ૨૦૨૪ ના રોજ મંજિલ ૩.૦ નું ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવેલ છે.

આ પણ વાંચો -- PANCHMAHAL : છોકરી ભગાડી જવાની અદાવતે એક મહિલાને નિર્વસ્ત્ર કરી તાલિબાની સજા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadblindCOMPITITIONfinaleGujaratGujarat Firstmanjil 3.0prahlad nagarprakash andh kanya gruhSemi-FinalStudents
Next Article