Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

JETPUR : જામકંડોરણાના હરિયાસણ ગામના સરપંચ નરેન્દ્ર સાવલિયાની લુખ્ખાગીરી !

  જામાકંડોરણાના હરિયાસણ ગામમાં વ્યાપક ભ્રષ્ટાચારની પોલ ખોલવા ગયેલા પત્રકારોની ટીમ સાથે રીતસરની દાદાગીરી આચરી સરપંચ નરેન્દ્ર સાવલીયાએ સરપંચ પળને ન છાજે તેવું બેહુદુ વર્તન કરીને લોકશાહીની ચોથી જાગીરનું ગળું દબાવવા પ્રયાસ કર્યો હતો. સામાન્ય પ્રશ્ને કે, નામના મેળવવા ઉલાળા...
05:11 PM Jul 18, 2023 IST | Hiren Dave

 

જામાકંડોરણાના હરિયાસણ ગામમાં વ્યાપક ભ્રષ્ટાચારની પોલ ખોલવા ગયેલા પત્રકારોની ટીમ સાથે રીતસરની દાદાગીરી આચરી સરપંચ નરેન્દ્ર સાવલીયાએ સરપંચ પળને ન છાજે તેવું બેહુદુ વર્તન કરીને લોકશાહીની ચોથી જાગીરનું ગળું દબાવવા પ્રયાસ કર્યો હતો. સામાન્ય પ્રશ્ને કે, નામના મેળવવા ઉલાળા મારતા ભાજપના આગેવાનો અને અગ્રણીઓ આ બનાવના સરપંચ સામે શું પગલા ભરાવશે તે એક યક્ષપ્રશ્ન છે. સૌથી દુઃખની વાત એ છાતી થઇ ગઈ કે સરપંચ નરેન્દ્રએ જ્યારે મીડિયાને દબાવવા પ્રયાસ કર્યો ત્યારે પોલીસ અને ઉપસ્થિત ટીડીઓએ ગાંધીજીના તીન બંદર જેવી ભૂમિકા ભજવીને યેનકેન પ્રકારે હરીયાસણ ગામના કથિત ભ્રષ્ટાચારમાં પોતપોતાની સંડોવણી હોવાનું સાબિત કરી દીધું હતું તેવા પ્રબુદ્ધવર્ગમાં આક્ષેપો થયા છે.

 

પ્રાપ્ત વિગતો મુજબ જામાકંડોરણાના હરિયાસણ ગામમાં રોડ, રસ્તા સહિતના પ્રશ્નોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરાયો હોવાની ગ્રામજનોની ફરિયાદ પરથી ગઈકાલે જેતપુર-ધોરાજીથી પત્રકારોની એક ટીમ હરીયાસણ ગામે પહોચી હતી. ત્યારે લાજવાને બદલે ગાજેલા અને કથિત ભાજપ સાથે સંકળાયેલા સરપંચ સાવલિયા નરેન્દ્રએ મીડિયા ટીમ માટે એલફેલ શબ્દો વાપરીને લોકશાહીની ચોથી જાગીરની ગરીમાને અસર થાય તેવી લુખ્ખી દાદાગીરી આચરી હતી.

 

આશ્ચર્ય એ થયું કે, મીડિયા કર્મીઓ સાથે બાઈક પર બેઠા બેઠા એક ટપોરી જેવી ભૂમિકા સરપંચે ભજવી ત્યારે ટીડીઓ અને પોલીસ તૈનાત હતી પણ જાણે આ બંને સત્તાના અધિકારીઓ કે સ્ટાફને પોતાની ફરજના પટ્ટા ઉતારી જવાની બીક હોય તેમ મુક,બધીર અને સુરદાસ બની ગયા હતા. ત્યારે એ પ્રશ્ન ઉભો થયો હતો કે મીડિયાનું અપમાન થતું હોવા છતાં ટીડીઓ અને પોલીસ કઈ પણ નાં બોલે તે આ ગામ કે વિસ્તારની નહિ પણ સમગ્ર રાજ્ય અને દેશની કમનશીબી કહેવાય કે આવા અધિકારીઓ કે પોલીસના પાપે છાશવારે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બિહાર જેવી ઘાતક ગુનેગારીના વરવા દ્રશ્યો નિર્માણ પામે છે.

તમારું કામ વૈમનસ્ય ફેલાવવાનું છે : લુખ્ખા સરપંચે પત્રકારો પર કયો શાબ્દિક હુમલો

દેશના વડાપ્રધાન કે મુખ્ય મંત્રી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મુલાકાત લ્યે ત્યારે પત્રકારોને સાથે કે સૌથી આગળ રાખે છે. દેશની આ બંને મહાસત્તાઓ મીડીયાને ગજબનું માં સમયાંતરે આપે છે. જ્યારે જામાકંડોરણાના હરિયાસણ ગામના સરપંચ નરેન્દ્રની લુખ્ખાગીરી તો જુઓ, ચાલુ વિડીયો કેમેરા સામે અહી ન લખી શકાય તેવા શબ્દનો પ્રયોગ પત્રકારો માટે કરે છે. એટલુજ નથી સત્તાના મેદમાં રાચતા અને પોતાનું પાપ બહાર ન આવે તે માટે પત્રકારો પર એવો શબ્દ પ્રયોગ કર્યો હતો કે "તમારું કામ વૈમનસ્ય ફેલાવાનું છે " જાણે કોઈ વાતના નશામાં હોય તેવું એલફેલ બોલનાર આ સરપંચ સામે આકરા પગલા ભરવા રાજકોટ જીલ્લામાં કોઈ માઈ કે લાલ જાગશે કે નહિ તેવો સવાલ ઉઠાવાયો છે.

ટીડીઓ પણ સરપંચથી ધ્રુજે છે, પત્રકારોને માહિતી નાં આપી

જામાકંડોરણાના હરિયાસણ ગામમાં વિકાસના કે રોડ રસ્તાના કામોમાં કથિત ગેરરીતી બાબતે પત્રકારોએ પુછેલા સવાલનો જવાબ આપવામાં ટીડીઓ થર થર ધ્રુજતા હતા. જો સાચું કહેવાઈ જશે તો નોકરીનો સવાલ ઉભો થઇ જશે તેવું મનોમન વિચારી પત્રકારોના સવાલોના જવાબો આપવામાં આ મહાશય ટીડીઓ રીતસરના ભાગ્યા હતા. ત્યારે એક અધિકારી તરીકે માહીતો આપવામાં તેમને કોનો ભય ડરાવતો હતો ? તે વાતની ઊંડી તપાસ થવી જોઈએ.

પત્રકારોનું અપમાન સહન નહિ થાય, સરપંચે ઉઠાડવા કવાયત શરુ

જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાના માદરે વતન એવા જામકંડોરણા પંથકના હરિયાણ ગામનો સરપંચ કોના ખીલે કુદીને પત્રકારો સાથે બેહુદુ વર્તન કર્યું ? આ સરપંચની સત્તાની આંખો ખોલવા પત્રકારો એક છત નીચે આવી ગયા છે. અને સરપંચ નરેન્દ્રને પોતાના પદેથી ખદેડી મુકવા ટીડીઓ, ડીડીઓ, કલેકટર, મુખ્યમંત્રી સહિતના સરકારી તંત્રોને આવેદનો આપીને વિરોધ વ્યક્ત કરશે.

ગામના મુખી નરેન્દ્રની દાદાગીરી એક બુટલેગર જેવી ?

સરપંચે નરેન્દ્રએ પત્રકારો સાથે અણછાજતું વર્તન કર્યું ત્યારે ગ્રામજનો, પોલીસ અને ટીડીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. માત્ર પત્રકારોના જવાબો શાંતિ જાળવીને આપવાને બદલે જોહુકમી, લુખ્ખી દાદાગીરી બતાવી તે એક દારૂના બુટલેગર જેવી હતી. કેમેરા સામે બોલતા અને દાદાગીરી બતાવતા આ સરપંચ નરેન્દ્ર સામે રાજ્યના પંચાયત-શહેરી વિકાસ મંત્રી શું પગલા ભરશે કે ભરાવશે ? તે વાતની ગ્રામજનો અને જાગૃત માણસોને ઇન્તેજારી છે.

 

પોલીસ અને ટીડીઓ સહિતના અધિકારીઓ ફરજ ભૂલ્યા

જામકડોરણાના હરિયાસણ ગામના સરપંચ નરેન્દ્રએ જ્યારે પત્રકારો સાથે ગેરવર્તન કર્યું ત્યારે ઉપસ્થિત પોલીસ અને ટીડીઓ સહિતના અધિકારીઓએ સરપંચને સમજાવવાની કે અસહકાર આપવા બદલ પોલીસમાં ધરપકડ કરાવવી જોઈએ તેને બદલે આ પોલીસ સહિત સત્તાવાળાઓ ગાંધીજીના તીન બંદર,દેખતે નહિ, સુનતે નહિ અને બોલતે નહિ જેવી ભૂમિકા, ફરજ બજાવતા પત્રકારોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું. સરપંચની બોલતી બંધ કરવા કેમ કોઈએ પ્રયાસ ના કર્યો ? શું આ બધા યેનકેન પ્રકારે મિલીજુલી સરકાર રચીને ગેરરીતી કરે છે ? તેવો સવાલ કરીને પત્રકારોએ તપાસ માંગી છે.

આ પણ વાંચો-ખનીજ માફિયાઓ સામે આંદોલનની તૈયારી, ન્યાય એજ કલ્યાણ ગ્રૂપનું ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર

 

Tags :
DharajiHariasan villageJamkadornaJetpurMisbehavior with a team of journalistsWidespread road corruption
Next Article