Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓહ....! ઘરની પૌત્રી જ નીકળી ચોરીની માસ્ટર માઇન્ડ, વાંચો ચોંકાવનારી સ્ટોરી

અહેવાલ--ઉદય જાદવ, સુરત સુરતના માંગરોળના દીનોદ ગામે ૧ મહિના અગાઉ થયેલી ચોરીનો ભેદ જિલ્લા એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે. રાત્રિ સમય દરમિયાન ઘરમાંથી 5 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ચોરી કરનારું બીજું કોઈ નહિ...
ઓહ      ઘરની પૌત્રી જ નીકળી ચોરીની માસ્ટર માઇન્ડ  વાંચો ચોંકાવનારી સ્ટોરી
અહેવાલ--ઉદય જાદવ, સુરત
સુરતના માંગરોળના દીનોદ ગામે ૧ મહિના અગાઉ થયેલી ચોરીનો ભેદ જિલ્લા એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે. રાત્રિ સમય દરમિયાન ઘરમાંથી 5 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ચોરી કરનારું બીજું કોઈ નહિ પરંતુ ભોગ બનનાર પરિવારની પૌત્રી જ હતી. આ ગુનામાં પોલીસે એક મહિલા સહિત  4 આરોપીઓની ધરપકડ કરી છે.
પૌત્રીએ જ ટીપ આપી
માંગરોળ તાલુકાના દીનોદ ગામે એક મહિના પહેલા પરિવારજનો ઘરમાં સૂતા હતા, ત્યારે કબાટની અંદરથી ચોરી થઈ હતી. જેમાં પરિવારે પોતાના પુત્રના લગ્ન માટે જમીન વેચીને બચાવેલા પાંચ લાખ રૂપિયાની રોકડ ચોરાઈ ગઈ હતી. આ ઘટનામાં પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. ચોરીની સમગ્ર ઘટનામાં ઘરની પૌત્રી જ ચોરીની ઘટનાની માસ્ટર માઇન્ડ નીકળી છે. પોતાના દાદીના ઘરે ચોરી કરવા માટે પૌત્રીએ જ મિત્રને ટીપ  આપી હતી અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ભોગ બનનાર પરિવારને આ ચોરીની ઘટના પાછળ પોતાની પૌત્રી જ હોવાની જાણ થતાં પરિવારના તમામ સભ્યોની પગ તળેથી જમીન ખસી પડી હતી. પોતાની જ પૌત્રીએ પૈસા માટે આ પ્રકારનું હલકું કારસ્તાન કરતાં પરિવારે પૌત્રી ઉપર ફિટકાર વરસાવ્યો હતો.
પોલીસને ગઇ શંકા
ચોરીની સમગ્ર ઘટનાને લઈને કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઝીણવટ ભરી ચકાસણી કરી હતી. ચોરીની ઘટના, ચોરી કરવાની એમ.ઓ અને ઘટના સ્થળ જોઈ પોલીસને શંકા ગઈ હતી કારણ કે જે ઘરમાં ચોરી થઈ હતી તે ઘરના મુખ્ય દરવાજા કોઈ પણ પ્રકારના બળ પ્રયોગ કર્યા વગર ખુલ્યા હોવાનું જણાયું હતું, જેથી પોલીસે ઘરના સભ્યોની ઉલટ તપાસ કરતા તેમણે ચોરીની રાત્રિના જ ઘરમાં રહેવા આવેલી ઘરની પુત્રવધુ અને તેની પુત્રી સોનાલીની ઉપર શંકા ઉપજી હતી જેથી પોલીસે તેમની ઉલટ તપાસ કરતા સોનાલીએ પોતે તે રાત્રિના ઊંધથી હોવાનું અને આ ચોરી વિશે કઈ ન જાણતી હોવાનું પોલીસ સામે જણાવ્યું હતું.
પૌત્રીનો મોબાઇલ ફોન સતત ચાલુ જણાતા શંકા
ચોરીના બીજે જ દિવસે પુત્રવધુ તેમજ પૌત્રી સોનાલી ઘર છોડીને ફરી પોતાના કીમ ઘરે જતા રહ્યા હતા. શંકાના આધારે પોલીસે પુત્રવધુ તેમજ પૌત્રીના મોબાઇલ ફોનની કોલ ડીટેલ અને તેની વિગત મંગાવી હતી જેમાં સોનાલીનો મોબાઇલ ચોરીની રાત્રી સમય સતત ચાલુ હોવાનું સામે આવ્યું હતું અને તે એક નંબર પર સતત વાતચીત કરતી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની શંકા સાચી ઠરી હતી ત્યારે મોબાઈલ કોલના આધારે પોલીસે સોનાલી પોતાના મિત્ર હસન મુસા પટેલ સાથે રાત્રિના સમયે સતત સંપર્કમાં હતી અને આ પહેલા પણ તે તેના સંપર્કમાં અને તેની સાથે વાતચીત કરતી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે તેની ઊલટ તપાસ કરતા તેણે કબુલાત કરી લીધી હતી કે પોતાના દાદાના ઘરમાં જમીન વેચીને આવેલા પાંચ લાખ રૂપિયા કબાટમાં મૂક્યા હોવાની ટીપ તેણે પોતાના મિત્ર હસન મુસા પટેલને આપી હતી અને હોળીની રાત્રિના આ ચોરી કરવાનું પ્લાનિંગ કર્યું હતું.
દાદાના ઘેર રોકાઇ
ચોરીનું પ્લાનિંગ પાર પાડવા માટે પૌત્રી પોતાની માતા સાથે પોતાના દાદા ના ઘરે રાત્રિના રોકાઇ હતી અને ઘરમાં ચોરને પ્રવેશ કરવા માટે તેણે જ દરવાજો ખોલ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના જ આધારે આ ચોરીમાં સામેલ હસન મુસા પટેલ અને તેના બે સાગરીતો અવધેશ અને મહેશ સૂર્ય મણી દુબેની ચોરીમાં વપરાયેલી ઇકો કાર સાથે કોસંબા રેલવે બ્રિજની નીચેથી ચોરીના રૂપિયા સાથે ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પાંચ લાખ રૂપિયાની થયેલી ચોરીમાંથી ૩.૫ લાખ રૂપિયા રોકડા રિકવર કર્યા હતા અને તેની સાથે સાથે પોલીસે ચોરી કરનાર હસન મુસા પટેલ તેમજ કુખ્યાત અવધેશ સૂર્યમણી દુબે અને મહેશ સૂર્યમણી ડૂબેની તેમજ આ ચોરીની ટીપ આપનાર સોનાલી ઉર્ફે સોનુ ગોહિલ ની ધરપકડ કરી જેલ હવાલે કરી છે.
Advertisement
Tags :
Advertisement

.