ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આજના હિન્દુ-મુસ્લિમોના ભેદભાવ વચ્ચે લલિયા મુસ્લિમ પરિવારે કર્યું સરાહનીય કામ

હાલના સમયમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે ભેદ રેખાઓ રાજકારણના કારણે સર્જાઈ હોય પણ હજુ પણ કોમી એકતા માનવતાની મિસાલ ગામડાઓમાં કાયમ હોય છે ત્યારે એક એવું મંદિર જ્યાં રામ લલ્લાના મંદિર માટે જમીન થી લઈને નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એક મુસ્લિમ...
06:17 PM May 10, 2023 IST | Hiren Dave

હાલના સમયમાં હિન્દુ મુસ્લિમો વચ્ચે ભેદ રેખાઓ રાજકારણના કારણે સર્જાઈ હોય પણ હજુ પણ કોમી એકતા માનવતાની મિસાલ ગામડાઓમાં કાયમ હોય છે ત્યારે એક એવું મંદિર જ્યાં રામ લલ્લાના મંદિર માટે જમીન થી લઈને નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા એક મુસ્લિમ પરિવારને કરી ને આજે એ રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયોને સૌ કોઈ એકજ વાત કરી કે એક મુસ્લિમ વ્યકિતએ રામજી મંદિર નિર્માણ કર્યું.

અમરેલી જિલ્લાના ધારી ગીરનું ઝર ગામ આમ તો ઝર ગામની વસ્તી તો 1200 ની છે પણ ગામમાં કોમી એકતાની કોઈ મિસાલ હોય તો એ છે આ રામજી મંદિર. ઝર ગામમાં સતાધારના સંત આપા ગીગાના વારસદારો રહે છે લલિયા પરિવાર આમ તો મુસ્લિમ ધર્મ પાળે છે પણ આપા ગીગા ને કારણે હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા અને ઉર્મિઓ હજુ અકબંધ જોવા મળે છે

ત્યારે લલિયા પરિવારના મોભી ગણાતા દાઉદભાઈ લલિયા અને તેમના સહ પરિવાર કુટુંબ દ્વારા પોતાના આંગણામાં વર્ષો જૂના રામજી મંદિર તાઉતે વાવાઝોડા માં સાવ જર્જરીત થઈ જતા આ મંદિરને વિશાળ મંદિર સ્થપાઈને તેમાં સંતો મહંતોને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહીને જો ચાર ચાંદ લગાવે તેવી ધગશ દાઉદભાઈ અને તેમના ભાઈઓ અને ભત્રીજાઓને હતી ને જમીન સાથે રામજી મંદિર નિર્માણ કાર્ય સતાધારના મહંત પૂજ્ય વિજયબાપુના વરદહસ્તે કરાવીને આજે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામાયણી કથાકાર મોરારિબાપુ, જૂનાગઢ શેરનાથ બાપુ, વિજયબાપુ ની પ્રેરક હાજરી વચ્ચે આજે એક ધર્મસભા દાઉદભાઈ લલિયા મુસ્લિમ હોવા છતાં યોજીને દરેક સંતો અને રાજકીય મહાનુભાવો આજના હિન્દુ મુસ્લિમ વચ્ચેના ભેદભાવ વાળા વાતાવરણ વચ્ચે સોનેરી સુંગધ સમાન દાઉદભાઈ લલીયાએ હિન્દુ સમાજ ગૌરવ લઈ શકે અને મુસ્લિમ પરિવારે ભગવાન રામ નું મંદિર સ્થાપીને અર્પણ કર્યું ત્યારે દાઉદભાઈ પણ હર્ષિત થઈ ગયા હતા ને દાઉદભાઈ લલિયાએ મુસ્લિમ હોવા છતાં રામ ભગવાનમાં શ્રદ્ધા વ્યક્ત કરી હતી ને પોતાના આંગણામાં રામજી મંદિર સ્થાપ્યું હતું ત્યારે ભારત દેશ એક એવો દેશ છે

જ્યાં દરેક ધર્મ ના વાડાઓ કરતા ધાર્મિકતા વધુ છે ને ગામડાઓમાં હજુ પણ ધર્મ ને કોમી એકતા ભાઈચારા ની ભાવનાઓ વધુ અકબંધ જોવા મળી રહી હોય ત્યારે સહકારી ક્ષેત્રના દિલીપ સંઘાણી, વિરજીભાઈ ઠુમ્મર, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, કોંગી દિગ્ગજ સ્વર્ગસ્થ અહેમદભાઈ પટેલની દીકરી મુમતાઝ પટેલ અને પ્રસિદ્ધ હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે પણ દાઉદભાઈ લલિયા ની હિન્દુ ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને મુસ્લિમ દાઉદભાઈ ની ભગવાન રામ પ્રત્યેની આસ્થાઓ ઉજાગર કરી ને દેશમાં એક નવતર ચિલ્લો ચીતર્યો હોવાનું જણાવ્યું હતુ ત્યારે રામાયણ દ્વારા દેશ વિદેશમાં ખ્યાતિ પામેલા વિશ્વ વંદનીય બનેલા મોરારીબાપુએ પોતાના વક્તવ્યમાં મુસ્લિમ દાઉદભાઈ લલીયા અને લલીયા પરિવારજનો ની ભગવાન રામ પ્રત્યેની લાગણીઓ આજે ઝર ગામમાં અમી સ્વરૂપે વરસી પડી હતી ને આખું ગામ મોરારીબાપુ રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પધારીને સવા લાખ મંદિરમાં અર્પણ કર્યા હતા

આજે દેશમાં કોમી ભેદભાવ અને જ્ઞાતિઓ પ્રત્યે ના દુષણો ઘર કરી ગયા હોય ત્યારે ગાંધીના ગુજરાતમાં આજે ધારી ગીરના ઝર ગામે એક નવતર ચિલો ચીતરીને મુસ્લિમ પરિવારે રામજી મંદિર નિર્માણ કર્યું તે ભારતદેશ ની આન બાન અને શાન દાઉદભાઈ ઝર અને તેમના ભત્રીજા રહીમભાઈ લલિયા બન્યા એમ કહીએ તો ઓછું નથી
અહેવાલ -ફારુક કાદરી ,અમરેલી 
આ પણ  વાંચો- સુરત કાપડ ઉદ્યોગમાં પડતી તકલીફોને દૂર કરવા મથામણ, નવી પ્રણાલીથી ચૂંટણી યોજવાનું આયોજન
Tags :
A Muslim familyAmreliHindu MuslimsMoraribapuRamji Mandir Pran Pristha
Next Article