Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Khodaldham : કાછડીયા પરિવારે ખોડલધામમાં બે દિકરીઓની રજતતુલા કરી

Khodaldham : લેઉવા પટેલ સમાજના કૂળદેવી ખોડિયાર માતાના સાનિધ્યમાં કાછડીયા પરિવારે બે પૌત્રીની રજતતુલા કરી હતી. હિન્દુ સમાજમાં બાળકીને માતાનુ સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે ખોડલધામમાં (Khodaldham) ખોડિયાર માતાના મંદિરમાં દિકરીઓની રજત તુલા કરીને કાછડીયા પરિવારે આર્શિવાદ લીધા હતા. દિકરી...
04:49 PM Jan 10, 2024 IST | Vipul Pandya
Khodaldham

Khodaldham : લેઉવા પટેલ સમાજના કૂળદેવી ખોડિયાર માતાના સાનિધ્યમાં કાછડીયા પરિવારે બે પૌત્રીની રજતતુલા કરી હતી. હિન્દુ સમાજમાં બાળકીને માતાનુ સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે ખોડલધામમાં (Khodaldham) ખોડિયાર માતાના મંદિરમાં દિકરીઓની રજત તુલા કરીને કાછડીયા પરિવારે આર્શિવાદ લીધા હતા. દિકરી અને પરિવારના દિર્ઘાયુ માટે આર્શિવાદ લીધા હતા.

મૈથિલી અને મૈત્રીને 12.572 કિગ્રા ચાંદીથી તુલા

કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ (Khodaldham) મહિલા સમિતિના ગુજરાત કન્વીનર આશાબેન કાછડીયાની બન્ને પૌત્રીઓની શ્રી ખોડલધામ મંદિરે રજતતુલા કરવામાં આવી હતી. જામનગરના વતની ગંગદાસ કાછડીયા, મહેશ કાછડીયા અને આશા કાછડીયાના પરિવાર દ્વારા પુત્ર કૌશલ કાછડીયા અને પુત્રવધુ દર્શાંગી કાછડીયાના ઘરે મા લક્ષ્મી અને મા શક્તિ સ્વરૂપે જન્મેલી દીકરીઓ મૈથિલી અને મૈત્રીને 12.572 કિગ્રા ચાંદીથી તુલા કરી હતી. મા ખોડલના ધામમાં ધ્વજારોહણ કર્યું હતું અને આશીર્વાદ લઈ ચાંદી મા ખોડલના ચરણોમાં અર્પણ કરી હતી.

આ પ્રકારના કાર્યક્રમથી ભક્તોને નવી ઉર્જા અને શક્તિ મળતી હોય છે

કાછડીયા પરિવારે દિકરીની રજતતુલ કરી મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા હતા. મા ખોડલ આપણા સૌના પર એવી કૃપા વરસાવે કે આપણે પાછળનું પણ જોઈએ, વર્તમાનનું પણ જોઈએ અને આગળનું પણ જોઈએ. એમાં ખોડલધામ અને આગેવાનોનો પણ સાથ સહકાર રહેલો છે. હંમેશા મને આપણો સમજીને આગળ વધારવામાં મદદ કરી છે. આ પ્રકારના કાર્યક્રમથી ભક્તોને નવી ઉર્જા અને શક્તિ મળતી હોય છે. દિકરી સન્માનનો કાર્યક્રમ આજના આ પવિત્ર દિવસે ખોડલધામની ભૂમિ ઉપર થયો છે તે સમાજ માટે મોટી વાત છે. અહીંયા આવીને પરિવારમાં આવ્યાનો અને ઘરમાં આવ્યાનો અહેસાસ થઈ રહ્યો છે.

નરેશ પટેલ પણ ઉપસ્થિત

કાછડીયા પરિવારના આ રૂડા પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ - કાગવડના ચેરમેન નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. બન્ને દીકરીઓને આશીર્વાદ પાઠવી કાછડીયા પરિવારની ભાવનાને બિરદાવી હતી. દિકરીની રજતતુલા કરીને કાછડીયા પરિવારે સમાજને નવી રાહ ચીંધી છે. આવી જ રીતે દરેક પરિવારે દિકરીની કદર કરે તેવી અપીલ કરી હતી.

અહેવાલ--વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો----VISANAGAR : રામ ભક્તે 1426 પાનાની રામાયણ ઉલટા અક્ષરોમાં લખી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
GondalGujaratGujarat FirstHindusKachhdia familyKagawadKhodaldhamLeuva Patel society
Next Article