ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બહેન નોકરી પર જતા સગા જીજાએ જ સાળીને પોતાની હવસનો શિકાર બનાવી, આ રીતે ફૂંટ્યો ભાંડો

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં દોઢ વર્ષથી બહેનના ઘરે રહેતી નાબાલિંગ બાળકી પર તેના જ સગા જીજાએ દાનત બગાડી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. બહેન નોકરી પર જતા અવાર-નવાર સગા જીજાએ સાળીને પોતાની હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી હોવાનો...
06:38 PM Oct 07, 2023 IST | Hardik Shah

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં દોઢ વર્ષથી બહેનના ઘરે રહેતી નાબાલિંગ બાળકી પર તેના જ સગા જીજાએ દાનત બગાડી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. બહેન નોકરી પર જતા અવાર-નવાર સગા જીજાએ સાળીને પોતાની હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી હોવાનો ભાંડો ત્યારે ફૂંટ્યો જ્યારે બાળકી દિલ્હી પરિવાર પાસે રહેવા ગઇ અને તે પછી તેને પેટમાં દુખાવો થતા દિલ્હી સિવિલ ખાતે દાખલ કરવામાં આવી. જ્યા તબીબ એ ગર્ભ રહી ગયો હોવાનું જણાવતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો. ત્યારે જમાઇની આવી કરતુતો સાંભળી સાસરી પક્ષમાં પરિવારની પગ તળે જમીન ખસી ગઈ હતી.

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતા પર પ્રાંતીય પરિવારમાં મોટી બહેનના ઘરે રહેવા આવેલી બહેન અને જીજા સાથે રહેવા માટે દિલ્હીના એક વિસ્તારમાંથી નાની બહેન ગત 22 જુન 2022 ના રોજ આવી હતી. રોજગારી અર્થે અંકલેશ્વરના એક ગામમાં સ્થાયી થયેલા પરીવારમાં પતિ-પત્ની બંન્ને નોકરી કરતા હતા. ત્યારે પત્ની નોકરી પર જતા એકલતાનો લાભ લઇ જુન 2023 (એક વર્ષમાં) જીજાએ અવાર-નવાર સગી 15 વર્ષીય નાબાલિગ સાળી પર દાનત બગાડી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જોકે આ વાતે કોઇને ન જણાવવા જીજાએ નાબાલિગ સાળીને માર-મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે સાળી પરત દિલ્હી ખાતે પરીવારજનો પાસે જતા અને એક દિવસે પેટમાં દુખાવો ઉપડતા તેણીને સારવાર અર્થે દિલ્હીની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સીવીલના તબીબે ગર્ભ રહી ગયું હોવાનું જણાવતા જીજાની કાળી કરતુત અને એક વર્ષની પાપલીલા છતી થઇ ગઇ હતી. જોકે દિલ્હી પોલીસે સગીરાની આપવીતી સાંભળી અને ઘટનાની ગંભીરતાને પારખી તાત્કાલિક ધોરણે ઝીરો નંબરની એફ.આઇ.આર નોંધી તપાસને સંબંધિત પોલીસ મથકે ટ્રાન્સફર કરી હતી.

અંકલેશ્વર રૂરલ પોલીસે તાત્કલિક આરોપી શ્રીરામ સામે ઇ.પી.કો કલમ 376, 323, 506 તથા પોકસો એકટ કલમ 6 મુજબ ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપી શ્રીરામની અટકાયત કરી કોવીડ ટેસ્ટ કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. આ અંગે વધુ તપાસ ઇન્વેસ્ટીગેટીવ યુનિટ ફોર ક્રાઇમ અગેઇન્સ વુમનની ટીમના એસ.આર.ગાવીતનાઓ વઘુ તપાસ ચલાવી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AnkleshwarAnkleshwar NewsAnkleshwar Rural Policeminor  girlRapesister-in-law
Next Article