ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતની વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થશે સરકાર, લોન્ચ કરી નમો લક્ષ્મી યોજના

Namo Lakshmi Yojana : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) ના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ૠષિકેશભાઈ પટેલે (Rushikesh Patel) જણાવ્યું હતું કે, રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના અભ્યાસ...
07:24 PM Jun 12, 2024 IST | Hardik Shah
Namo Lakshmi Yojana

Namo Lakshmi Yojana : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (Chief Minister Bhupendrabhai Patel) ના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા વિષયની માહિતી આપતા પ્રવક્તા મંત્રી ૠષિકેશભાઈ પટેલે (Rushikesh Patel) જણાવ્યું હતું કે, રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના અભ્યાસ ખર્ચમાં સહાયરૂપ થવા તેમજ તેમના પરિવારને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે વર્ષ 2024-25ના બજેટમાં "નમો લક્ષ્મી" (Namo Lakshmi) યોજના જાહેર કરી હતી. વર્ષ 2024-25ના પ્રથમ શૈક્ષણિક સત્રથી નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું

મંત્રીએ ઉમેર્યું હતું કે, ધોરણ-9 થી ધોરણ-12માં અભ્યાસ કરતી વધુમાં વધુ વિદ્યાર્થિનીઓ આ યોજનાનો લાભ મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારે નવા શૈક્ષણિક સત્રથી જ નમો લક્ષ્મી યોજના અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે અત્યાર સુધીમાં રાજ્યની આશરે 5.31 લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં મોટાભાગે ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-9 અને ધોરણ-11ની વિદ્યાર્થીનીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધોરણ-9 અને ધોરણ-11ની વિદ્યાર્થીનીઓનું પણ રજીસ્ટ્રેશન વધશે અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં લગભગ બમણો વધારો થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

નમો સરસ્વતી યોજના

તેમણે વધુમાં ઉમેર્યુ કે, રાજ્યના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રવાહના શિક્ષણ માટેની રુચીમાં વધારો થાય તે હેતુસર ધોરણ-11 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી યોજના અમલી કરાઇ છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા રૂ. 25,000 ની નાણાકીય સહાય અભ્યાસ અર્થે આપવામાં આવે છે.

આ પણ વાંચો - કોમેડી ક્વીન ભારતીએ અંબાજીમાં પુત્રની બાબરી ઉતરાવી

આ પણ વાંચો - અંબાજી પહોંચ્યા સાબરકાંઠાના સાંસદ, કહ્યું – વિકાસ કાર્યોમાં અમે ગેનીબેન સાથે

Tags :
Breaking News In GujaratiCM GujaratEducation NewsGujarat FirstGujarati breaking newsGujarati NewsLatest Gujarati NewsLatest News In GujaratiNamo Lakshmi YojanaNews In Gujaratiprovide financial assistanceRushikesh Patelstudents of Gujarat
Next Article