Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi: મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો

Morbi: મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં મૂળ કચ્છ ના ભુજ તાલુકાના ઝીક્ડી ગામના રહેવાસી શિવમ રમેશભાઈ ખાસા (આહીર) ઊ.વ ૧૫ નું આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે બ્રેન ડેડ થતા પાંચ અંગો બે કિડની,લીવર ,ફેફસ અને...
morbi  મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો
Advertisement

Morbi: મોરબીની હોસ્પિટલમાંથી અંગદાનનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે જેમાં મૂળ કચ્છ ના ભુજ તાલુકાના ઝીક્ડી ગામના રહેવાસી શિવમ રમેશભાઈ ખાસા (આહીર) ઊ.વ ૧૫ નું આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે બ્રેન ડેડ થતા પાંચ અંગો બે કિડની,લીવર ,ફેફસ અને હાર્ટ નું દાન કરવામાં આવ્યું હતું.અને વહેલી સવારે તમામ અંગોને પોલીસ પ્રોટેક્શન સાથે અમદાવાદ ની જુદી જુદી હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા હતા અને આ તકે હાજર તમામ લોકોએ શિવમ અમર રહો ના નારા લગાવી પુષ્પવર્ષા કરી હતી.

અનેક જીવમાં જીવતો રાખવા માટે સહમતી આપી

મોરબીની (Morbi) આયુષ મલ્ટી સુપર સ્પેસિયાલીટી હોસ્પિટલ ખાતે મૂળ કચ્છના ભુજ તાલુકાના જીકડી ગામે ખેડૂત રમેશભાઈ તેમના વ્હાલસોયા દીકરાને આઠ દિવસ પહેલા મગજની બીમારીના કારણે મોરબી (Morbi) ની આયુષ મલ્ટી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને ડોકટરોની ટીમ દ્વારા સારવાર બાદ બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ડૉક્ટરોની ટીમ દ્વારા અંગોનું દાન કરવા માટેની માહિતી સમજાવી હતી. સેવાભાવી એવા આહીર પરિવારે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર દીકરા શિવમને અનેક જીવમાં જીવતો રાખવા માટે સહમતી આપી હતી.

Advertisement

પરિવારના સભ્યો રમેશભાઈ ગોપાલભાઈ ખાસા (પિતા), કંકુબેન રમેશભાઈ ખાસા (માતા) , રીનાબેન (બહેન) , રિતેશભાઈ(મોટાભાઈ) , માવજીભાઈ અને હરિભાઈ (મોટા બાપા) તેમજ સુરેશભાઈ કારાભાઈ ખાસા , માવજીભાઈ કરશનભાઈ આહીર , નારાણભાઈ શિવજીભાઈ કોવાડિયા , માવજીભાઈ પુનાભાઈ ખાસા , હરિ કાનજીભાઈ ખાસા , બાબુભાઈ કાનજીભાઈ ગાગલ દ્વારા શિવમના અંગદાન માટે સહમતી આપી ત્યારે ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં માણસના મૃત્યુ પછી ચક્ષુદાન, અંગદાન કે દેહદાન કરવાની જાગૃતતા ખુબ ઓછી છે. ક્યાંક સામાજિક કે ધાર્મિક બંધનોમાં રહીને વ્યક્તિના અંગદાનની કોઈ પહેલ કરતું નથી. મૃત્યુ પછી શરીર નીશ્ચેતન બની જાય છે. આવા સમયે શરીરમાં રહેલા અંગો કીડની, લીવર, હાર્ટ , ફેફસા વગેરે અંગોના ફેલ્યોર વાળા દર્દીઓને નવી જિંદગી આપી શકે છે. દુનિયામાં વાસ કરી રહેલા કોઈ બીમાર કે તન:સહાય વ્યક્તિને કામ આવી શકે છે.

Advertisement

બીમારીનાં કારણે અકાળે થતાં મૃત્યુથી બચી શકે

ધારો કે કોઈ વ્યક્તત અંધ છે અને અન્ય વ્યક્તિનું મૃત્યુ થયા પછી કે પહેલા એણે ચક્ષુદાનનું સંકલ્પ પત્ર ભરેલું છે તો તેની આંખો લઈને અંધ વ્યક્તિને આપવામાં આવે છે. જે વ્યક્તિ અંધ છે, જેણે આજ સુધી દુનિયા જોઈ જ નથી તે કોઈ મૃત્યુ પામેલ વ્યક્તતની આંખો થકી દુનિયાને જોઈ શકે છે. આવી જ રીતે અંગદાનમાં કોઈ વ્યક્તિનું બ્રેઈન ડેડ થઈ ગયું હોય પણ તેનાં સમગ્ર અંગો કાર્ય કરતા હોય તો તેનું હ્રદય, બંને કીડની, લીવર, ફેફસાં, પેંક્રિયાઝ વગેરેનું દાન કરવામાં આવે છે અને કોઈ બીમાર વ્યક્તિ કે જેના આ અંગોમાં કોઈ ખામી હોય અથવા આ અંગો નબળા પડી ગયા હોય તો તેનું ટ્રાન્સપ્લાન્ટ કરીને તે વ્યક્તિને કોઈ મોટી બીમારી કે બીમારીનાં કારણે અકાળે થતાં મૃત્યુથી બચી શકે છે.

અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો

ત્યારે અંગદાન જાગૃતિ અંગે આજ થી એક મહિના પહેલા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખની હાજરીમાં આયુષ હોસ્પિટલ ખાતે IMAના ડોકટરો અને આયુષ હોસ્પિટલના તમામ ડોકટરોની હાજરીમાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. તેના પરિણામ સ્વરૂપ આજરોજ મોરબી જિલ્લાની કોઈ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન શક્ય બન્યું હતું. આજરોજ મોરબી જિલ્લામાંથી કોઈ હોસ્પિટલમાં થયેલ હોય તેવું પ્રથમ શિવમભાઈનું બંને કિડનીનું દાન SOTTO ખાતે ફાળવવામાં આવેલ છે અને ફેફસાં તથા લીવરનું દાન KD હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે.

ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ ખાતે રવાના

જેમાં અંગોનું રીટ્રાઇવલ માટે KD હોસ્પિટલના નિષ્ણાંત તબીબો ડૉ.અમિત શાહ , ડૉ. હાર્દિક યાદવ , ડૉ. મહેશ બી એન , ડૉ. રીતેશ પટેલ સહિત ટીમના ડોકટરોએ જહેમત ઉઠાવી હતી. તેમજ શિવમને બ્રેઇન ટ્યુમર હોવાથી તેની આંખોનું કોઈને દાન કરી શકાયું નથી. દાન થયેલ અંગો સરળતાથી અમદાવાદ પહોંચી શકે તે માટે મોરબી પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચનાથી મોરબી (Morbi) જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર મારફતે અમદાવાદ ખાતે રવાના કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - Shocking : રાજ્યની સરકારી શાળાઓમાંથી 4300 શિક્ષકોને કરાશે છૂટા

Tags :
Advertisement

.

×