Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દેશમાં અગાઉ ત્રણ વખત લેવાઇ ચૂક્યો છે નોટબંધીનો નિર્ણય, 1946, 1978, અને 2016માં થઇ ચૂકી છે નોટબંધી

મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે.. રિઝર્વબેંકે 2 હજારની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જો કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટ માન્ય ગણાશે, 30 સપ્ટેમ્બર પછી આ નોટ અમાન્ય થઇ જશે. રિઝર્વબેંક અનુસાર 23 મે 2023થી કોઇપણ...
દેશમાં અગાઉ ત્રણ વખત લેવાઇ ચૂક્યો છે નોટબંધીનો નિર્ણય  1946  1978  અને 2016માં થઇ ચૂકી છે નોટબંધી

મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય કર્યો છે.. રિઝર્વબેંકે 2 હજારની નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. જો કે 30 સપ્ટેમ્બર સુધી આ નોટ માન્ય ગણાશે, 30 સપ્ટેમ્બર પછી આ નોટ અમાન્ય થઇ જશે. રિઝર્વબેંક અનુસાર 23 મે 2023થી કોઇપણ વ્યક્તિ બેંકમાં જઇને 2 હજાર રૂપિયાની નોટો આપીને સામે 2 હજારના મુલ્યની અન્ય નોટો લઇ શકાશે. સરકારના આ નિર્ણયે લોકોને ફરીએકવાર 2016ની યાદ અપાવી દીધી છે, જ્યારે રૂપિયા 500 અને રૂપિયા 1 હજારની ચલણી નોટો બંધ કરવાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાહેરાત કરી  હતી.  આપણા દેશમાં અત્યાર સુધી ત્રણવાર નોટબંધી લાગુ થઇ ચૂકી છે... જો કે એ વાત પણ ઉલ્લેખનીય છે કે આ વખતે સરકારે જે નિર્ણય લીધો છે તેને લોકો નોટબંધીનો નિર્ણય નથી કહી રહ્યા પરંતુ નોટ માર્કેટમાંથી પરત ખેંચવાનો નિર્ણય ગણાવી રહ્યા છે.. અને સરકારે 30 સપ્ટેમ્બર સુધી 2 હજારની નોટ માન્ય હોવાનું કહ્યું છે જે સમય પૂરતો હોવાનું અને સામાન્ય જનતા માટે કોઇ ચિંતાની વાત ન હોવાનું જણાવી રહ્યા છે.

Advertisement

પ્રથમ નોટબંધી 1946માં કરવામાં આવી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે દેશમાં પહેલીવાર નોટબંધીની જાહેરાત બ્રિટિશ સામ્રાજ્ય દરમિયાન કરવામાં આવી હતી. ભારતના વાઈસરોય અને ગવર્નર જનરલ સર આર્ચીબાલ્ડ વેવેલે 12 જાન્યુઆરી, 1946ના રોજ ઉચ્ચ ચલણી બેંક નોટોને ડિમોનેટાઈઝ કરવા માટે વટહુકમની દરખાસ્ત કરી હતી. 13 દિવસ પછી એટલે કે 26 જાન્યુઆરીની મધ્યરાત્રિએ 12 વાગ્યાથી, બ્રિટિશ કાળ દરમિયાન બહાર પાડવામાં આવેલી રૂ. 500, રૂ. 1000 અને રૂ. 10000ની ઊંચી ચલણી નોટો ચલણમાંથી બહાર થઈ ગઈ. આઝાદી પહેલા 100 રૂપિયાથી વધુની નોટો પર પ્રતિબંધ હતો. ત્યારે લોકો પાસે જમા થયેલું કાળું નાણું પરત લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

Advertisement

1978 - સ્વતંત્ર ભારતનું પ્રથમ નોટબંધી

બ્રિટિશ શાસનથી આઝાદી મળ્યા બાદ નોટબંધીનો નિર્ણય દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા, ભ્રષ્ટાચારના મૂળને નબળો પાડવા અને કાળા નાણાંને ખતમ કરવા માટે લેવામાં આવ્યો હતો. 16 જાન્યુઆરી, 1978ના રોજ, તત્કાલીન જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારે 1000, 5000 અને 10,000 રૂપિયાની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. સરકારે આ નોટબંધીની જાહેરાત બાદ બીજા દિવસે એટલે કે 17 જાન્યુઆરીએ સરકારની તિજોરી સિવાયની તમામ બેંકો અને તેમની શાખાઓને વ્યવહારો માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

Advertisement

2016- ત્રીજીવખત નોટબંધી 

દેશમાં કાળા નાણાંને રોકવા અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2016માં 8 નવેમ્બરના દિવસે નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસે દેશને સંબોધિત કરતા રાત્રે 12 વાગ્યાથી 1000ની નોટો બંધ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતની સાથે જ એક હજારની નોટ બંધ કરીને 2000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.

Tags :
Advertisement

.