Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચોમાસામાં પણ પાદરાની આ સ્કૂલના બાળકો પતરાંના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર...!

અહેવાલ--વિજય માલી, પાદરા પાદરા તાલુકાના વાદીલાપુરા ગામની પ્રાથમિક શાળા માટે બની રહેલા મકાનનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. પરિણામે પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીઓને પતરાંના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શરૂ થયેલી ચોમાસાની ઋતુમાં ધોરણ- 1 થી...
ચોમાસામાં પણ પાદરાની આ સ્કૂલના બાળકો પતરાંના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર
Advertisement
અહેવાલ--વિજય માલી, પાદરા
પાદરા તાલુકાના વાદીલાપુરા ગામની પ્રાથમિક શાળા માટે બની રહેલા મકાનનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે. પરિણામે પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીઓને પતરાંના શેડ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શરૂ થયેલી ચોમાસાની ઋતુમાં ધોરણ- 1 થી 4ના વિદ્યાર્થીઓને પતરાંના શેડ નીચે અભ્યાસ કરવાનો વખત ગ્રામજનોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.
નવા બિલ્ડીંગની કામગિરી ગોકળગાય ગતિએ
"સૌ ભણે સો આગળ વધે" અભિગમ સાથે રાજ્ય સરકાર બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે કટીબધ્ધ છે. સરકાર દ્વારા પાદરા તાલુકાના વાદીલાપુરા પ્રાથમિક શાળા માટે નવું બિલ્ડીંગ બનાવવામાં આવી રહ્યું છે. આ બિલ્ડીંગની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. પરંતુ, ગોકળ ગાયની ગતિએ બિલ્ડીંગની કામગીરી ચાલી રહી હોવાથી પ્રાથમિક શાળાના ધોરણ-1 થી 4 ના વિદ્યાર્થીઓને પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં પતરાંના શેડ નીચે બેસી અભ્યાસ કરવાનો વખત આવ્યો છે.
3 વર્ષ પહેલા જુનુ બિલ્ડીંગ જમીનદોસ્ત કરી દેવાયું હતું
વાદીલાપુરા પ્રાથમિક શાળાના શિક્ષક ગોપલભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, વાદીલાપુરાની શાળાનું બિલ્ડીંગ જર્જરીત થઇ ગયું હોવાથી 2019માં બિલ્ડીંગને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું હતું. તે બાદ સ્કૂલના 8 રૂમો મંજૂર કરવામાં આવ્યા હતા. અને નવી બિલ્ડીંગનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. 3 વર્ષ જેટલો સમય થઇ ગયો હોવા છતાં, હજુ બિલ્ડીંગનું કામ પૂરું થયું નથી.
પતરાના શેડ નીચે અભ્યાસ કરવા વિદ્યાર્થીઓ મજબૂર
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પંચાયત દ્વારા વિદ્યાર્થીઓને ભણાવવા માટે પતરાંનો એક શેડ બનાવી આપ્યો છે. જેમાં ધોરણ-1 થી 5 ના 120 જેટલા બાળકોને અભ્યાસ કરાવવાની ફરજ પડી છે. જ્યારે અન્ય ધોરણના વિદ્યાર્થીઓને ગામના અન્ય મકાનોમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. નિર્માણાધિન સ્કૂલનું મકાન વહેલીતકે તૈયાર થાય તેવી આશા રાખીએ છે. જેથી કરીને સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓએ સારી રીતે અભ્યાસ કરી શકીએ. તે સાથે શિક્ષકો પણ અભ્યાસ કરાવી શકે.
તંત્રના વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડાં 
વાદીલાપુરા ગામના અગ્રણી મુલરાજસિંહ ચાવડા જણાવ્યું હતું કે, વાદીલાપુરા પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ છેલ્લા 3 વર્ષથી બની રહ્યું છે. હજું તો આ બિલ્ડીંગ નિર્માણાધિન છે. અને સ્લેબમાંથી પાણી ટપકવાની શરૂઆત થઇ ગઇ છે. સ્કૂલની બિલ્ડીંગ ભ્રષ્ટાચારની ચાડી ખાઇ રહ્યું છે. વાદીલાપુરા પ્રાથમિક શાળાના ધોરણ-1 થી 4 ના વિદ્યાર્થીઓ પતરાં શેડ નીચે અભ્યાસ કરવા મજબુર બન્યા છે. અને તંત્ર વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડાં કરી રહ્યું છે. આ સ્થિતીમાં અનેક વિધાર્થીઓ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવાને પદલે આસપાસના ગામમાં આવેલી શાળાઓમાં ચાલ્યા ગયા છે.
છત ઉપરથી રૂમોમાં પાણી ટપકવાની શરૂઆત
વાદીલાપુરા ગામના રહેવાસી અને વાદીલાપુરા પ્રાથમિક સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ સંજયભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, કોરોના કાળથી આ સ્કૂલના નવા બિલ્ડીંગની કામગીરી ચાલી રહી છે. પતરાંના શેડ નીચે ધોરણ-1 થી 4 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એતો ઠીક નિર્માણાધિન સ્કૂલ મકાનનો સ્લેબ તાજેતરમાંજ ભરવામાં આવ્યો છે. તેમ છતાં, છત ઉપરથી રૂમોમાં પાણી ટપકવાની શરૂઆત થઇ ગઇ છે.
Tags :
Advertisement

.

×