Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્યને ઘમરોળશે, આટલા જિલ્લામાં પડી શકે છે વરસાદ

Gujarat: ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરીને અત્યારે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ કહ્યું કે, હજી પણ ગુજરાત (Gujarat)માં વરસાદ ચાલું રહેવાનો છે. ખાસ તો સૌરાષ્ટ્રમાં...
gujarat  બંગાળની ખાડીની સિસ્ટમ રાજ્યને ઘમરોળશે  આટલા જિલ્લામાં પડી શકે છે વરસાદ

Gujarat: ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરીને અત્યારે ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ કહ્યું કે, હજી પણ ગુજરાત (Gujarat)માં વરસાદ ચાલું રહેવાનો છે. ખાસ તો સૌરાષ્ટ્રમાં હળવા મધ્યમ વરસાદ ચાલું રહેશે. આ સાથે સાથે 22 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ વર્તાઈ રહીં છે.

Advertisement

ગુજરાતમાં હજી પણ આવશે અનરાધાર વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં અને મોરબીમાં સારા વરસાદની શક્યતાઓ જોવા મળી રહીં છે. આ સાથે 22 થી 24 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત (Gujarat)માં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગાહી પ્રમાણે મહિસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર આવનારા ત્રણ દિવસ ભારે વરસાદ જોવા મળશે.

પાટણવાવથી ધોરાજી તરફના રસ્તા પર પાણી ભરાયા

નોંધનીય છે કે, રાજકોટ અને પોરબંદરમાં તો અત્યારે ભારે વરસાદ પડી રહ્યો છે. પોરબંદરના અનેક વિસ્તારમાં વરસાદી પાણીના કારણ લોકોને ભારે હાલાકી પડી રહીં છે  સાથે રાજકોટના ધોરાજીમાં આવેલું ભારે વરસાદને કારણે પાટણવાવ બેટમાં ફેરવાઈ ગયું છે. અહીં પાટણવાવથી ધોરાજી તરફના રસ્તા પર પાણી ભરાયા થયા છે. આ સાથે સાથે રાજકોટ (Rajkot) જીલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ (Patanvan)માં આજે ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. અહીં અત્યારે મુશળધાર વરસાદ પડી રહ્યો છે. હજુ વરસાદી પાણી તો ગયા પણ નથી ત્યા ફરી વરસાદ થતા પાટણવાવ અત્યારે બેટમાં ફેરવાઈ ગયું છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, પાટણવાવમાં એક કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થઈ ગયું છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં હજી પણ વધારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જો કે, સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી રહીં છે.

આ પણ વાંચો: Surat: આગાહીના પગલે આજે પણ મેઘાની ઇનિંગ યથાવત, શહેર વરસાદી માહોલમાં ફેરવાયું

આ પણ વાંચો: Rajkot: ધોરાજીમાં ફરી વરસાદની એન્ટ્રી, પાટણવાવ બેટમાં ફેરવાઈ ગયું

આ પણ વાંચો: Surat: જોત જોતામાં દીવાલ થઈ ગઈ ધરાશાયી, ઘટના સિસિટિવીમાં થઈ કેદ

Advertisement
Tags :
Advertisement

.