Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આરોપીએ ઘડ્યો એવો પ્લાન કે પોલીસ પણ ચકરાવે ચડી, જાણો શું છે સમગ્ર ઘટના

શેર બજારમાં રૂપિયા 50 લાખનું દેવું થઈ જવાનાં કારણોસર એક યુવકે બનાવ્યો માસ્ટર પ્લાન અને મોકલી આપ્યો એક જવેલ ના ઘરે અને દુકાને પાર્સલ બૉમ્બ. આરોપીના મુજબ પ્લાન હતો પરફેક્ટ, પરંતુ સુરત પોલીસનું હોમ વર્ક વધારે પરફેક્ટ નીકળ્યું હોવાથી યુવક...
07:04 PM May 13, 2023 IST | Dhruv Parmar

શેર બજારમાં રૂપિયા 50 લાખનું દેવું થઈ જવાનાં કારણોસર એક યુવકે બનાવ્યો માસ્ટર પ્લાન અને મોકલી આપ્યો એક જવેલ ના ઘરે અને દુકાને પાર્સલ બૉમ્બ. આરોપીના મુજબ પ્લાન હતો પરફેક્ટ, પરંતુ સુરત પોલીસનું હોમ વર્ક વધારે પરફેક્ટ નીકળ્યું હોવાથી યુવક નકલી બૉમ્બ-નકલી ગન સાથે અસલી પોલીસના હાથે પકડાય ગયો છે.

સુરતના કાપોદ્રામાં જવેલર્સને ત્યાં 500 ગ્રામ સોનુ છે કહી અજાણ્યો બેગ મૂકી ગયા બાદ પરત નહીં ફરતા જવેલરે બેગ ચકાસી તો સરકીટ અને ટાઈમર નીકળ્યા હતા. આથી પોલીસને જાણ કરતા બોમ્બ સ્કવોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી CCTV માં દેખાયો હતો એક ઈસમ.

વાત છે, સુરત ના કાપોદ્રા માતૃશક્તિ રોડ પર નાકરાણી જવેલર્સમાં સવારે 10.30 ના અરસામાં અંદાજીત 25 વર્ષનો યુવાન તાળું લગાવેલી બેગ લઈને આવ્યો હતો. યુવાને જવેલરને કહ્યું હતું કે આમાં 500 ગ્રામ સોનું છે અને મારે દાગીના બનાવવાના છે. હું બીજું સોનું લાવું છું ત્યાં સુધી આ બેગ અહીં રાખો, જવેલરે બેગ ત્યાં મુકાવી હતી. જોકે, બીજું સોનું લેવા ગયેલો યુવાન ઘણા સમય સુધી પરત નહીં ફરતા જવેલરે બેગ ખોલી તો તેમાં સરકીટ અને ટાઈમર નીકળ્યા હતા. આથી જવેલરે તરત પોલીસને જાણ કરતા બોમ્બ સ્કવોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં સરકીટ અને ટાઈમરમાં કશું જોખમકારક ન હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. મહેશભાઇને ગત 29 મી તારીખે એમેઝોન મારફ્ત બે કાંડા ઘડિયાળ કોઇએ મોકલાવી હતી. તેમને ત્યાં કામ કરતાં કર્મચારી કેવલને પણ એક ઘડિયાળ મોકલવામાં આવી હતી. પહેલાં ઘડિયાળ, બાદમાં નકલી બોંબ અને પછી ખંડણીની ધમકી આપવામાં આવતી આ ફિલ્મી પ્લોટ જેવી સ્ટોરી ઘડવામાં આવી હતી. પરંતુ આ નવો નિશાળીયો હોવાનું પોલીસ માનીને તપાસ શરૂ કરી હતી અને પોલીસને સફળતા પણ મળી છે.

સુરત પોલીસના હાથે પકડાયેલા આરોપી ધર્મેશ ઘનશ્યામ ભાઈ ભાલાળા અમરોલી વિસ્તારમાં આવેલી દ્વારકાધીશ સોસાયટીમાંથી પકડાયો હતો. આરોપી પાસેથી એક બ્લુ કલરનુ બેગ મળી આવ્યું હતુ જેમા એક લાલ કલરના સેલો ટેપથી વિતાડેલી બે સર્કીટ અને ડીઝીટલ વોચ સાથેનો ડુપ્લીકેટ બોમ્બ તથા બે છરી તથા Oppo A-16K, itel 2163s, Vivo 1907 મોડલના મોબાઈલ ફોન - 03 કબ્જે કરવામાં આવ્યા હતા. તથા કાળા કલરની સિંહની આકૃતિ વાળી કેપ તથા એક કાળા કલરની પ્લાસ્ટીકની નકલી પીસ્ટલ પણ પોલીસને મળી આવી હતી

પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની વધુ પુછપરછ કરતા તેણે જણાવેલ કે ગઈ કાલ તા.12/05/2023 ના રોજ કલાક 18 : 30 વાગેના સુમારે ઉતરાણ નજીકનાં મોટા વરાછા ગોપીનગામ રોડ ઉપર ચાલતી જતી મહીલાને તારે જીવતુ રહેવુ હોય તો તારો ફોન મને આપી દે તેવી ધમકી આપી મહીલાના હાથમા રહેલ મોબાઈલ ફોન Oppo કંપનીનો A-16K મોડલનો બ્લુ કલરનો બળજબરીથી લઈ નાસી ગયો હતો. તે જ ફોનથી મોટા વરાછા સુદામાચોક સાઈનાથ કોમ્પલેક્ષમાં આવેલી નાકરાણી ગોલ્ડ નામની દુકાનના માલીકને ફોન કરી ઉપરોક્ત ધમકી આપેલ હોવાની હકીકત જાણવા મળી હતી. આ સિવાય ગઈ તા. 10/05/2023 ના રોજ બપોરના આશરે 13 : 30 વાગ્યાના સુમારે મોટાવરાછા ભડીયાદરા ફાર્મની સામે રોડ પર એક વ્યક્તિ ચાલીને જતો હતો. જેની પાસેથી બળજબરીથી સીમકાર્ડ લઈ લીધો હતો, અને તે જે સીમાસર્ડનો ઉપયોગ તેણે કાપોદ્રા નાકરાણી જવેલર્સના કેશિયર કેવલ ભાવાણી સાથે વાતચીત કરવા ઉપયોગ કર્યો હતો.

બોમ્બ નકલી નીકળતા પોલીસે હાશકારો તો અનુભવ્યો હતો, પરંતુ બપોરે ત્રણ વાગ્યે આ પ્રકરણે નાટ્યાત્મક વળાંક લીધો હતો. આ જ્વેલર્સના પિતરાઇ પંકજભાઇની મોટા વરાછા સ્થિત નાકરાણી ગોલ્ડમાં ધંધો સંભાળતા તેમના ભાણેજ ઉજ્જવલને ફોન કર્યો હતો. કાપોદ્રાની દુકાનમાં પોતે જ બોંબ મૂક્યો હોવાનું અને તેમની દુકાનમાં પણ હાલ બોંબ હોવાનું જણાવ્યું હતું. જો કે 35 થી 40 તોલા દાગીના પહોંચાડવામાં નહીં આવે તો બ્લાસ્ટ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી. પોલીસે આ નબરની ચકાસણી કરતા તે મોટા વરાછાથી જ એક રાહદારી પાસેથી આચકી લેવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.

મહેશભાઇના જુના ભાગીદાર પંકજ નાકરાણીને પણ જો સોનું નહીં આપે તો તારે ત્યાં પણ બોમ્બ મુકીશ કહીને અજાણ્યા શખ્સે ફોન કરીને ધમકી આપી હતી. આ અંગે પંકજભાઇએ ઉતરાણ પોલીસને જાણ કરતા ગુનો નોંધાવ્યો હતો. શેર બજારમાં થયેલી નુકસાનીની ભરપાય માટે શોર્ટ કટ લેનારા પકડાયેલા આરોપીએ નકલી બૉમ્બ અને નકલી ટાઈમરની મદદ લીધી હતી. જોકે અસલી પોલીસની ઓળખ થતા આરોપીને હવે ભાન આવ્યું છે કે કાનૂન કે હાથ લંબે હોતે હે.

અહેવાલ : રાબિયા સાલેહ

આ પણ વાંચો : વધુ એક ઠગનું કારસ્તાન, UGVCL ના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી કરી લખોની છેતરપિંડી

Tags :
accusedCCTVCrimeGujaratSurat
Next Article