ચોરીની 11 જેટલી બાઇક સાથે ઝડપાયો આરોપી, રાજસ્થાન લઇ જઇ કરતો હતો વેચાણ
અહેવાલઃ પ્રદિપ કચીયા,અમદાવાદ
અમદાવાદ શહેરના અલગ અલગ 8 પોલીસ સ્ટેશનમાં કુલ 19 જેટલી વાહન ચોરીની ફરિયાદ દાખલ થઈ હતી... જેને લઈને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તત્કાલિક ધોરણે તપાસ હાથ ધરાઇ હતી. જેમાં 1 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.. જેની પાસેથી કુલ 11 જેટલા બાઈક સાથે કુલ 1,95,000 હજારનો મુદ્દા માલ કબ્જે કરવામાં આવ્યો છે.
વાહન ચોરી કરતો ઈલમખાન સખરખાન પાદિખાન સમેજા મુળ રાજસ્થાનના બાડમેર જિલ્લાનો રહેવાસી છે.. જેની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતેથી ચોરીની બાઈક સાથે કરી છે.. આરોપી શહેરમાથી ચોરી કરેલી તમામ બાઈકોને નારોલ ખાતે લઈને જતો અને ત્યાથી તે રાજસ્થાન લઈને જતો અને વેચાણ કરતો હતો.. પૂછપરછ દરમિયાન 11 જેટલા વાહનો તેણે શહેરની એક ખુલ્લી જગ્યા પર રાખ્યા હતા. જ્યાથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તત્કાલિક તેનો કબજો લેવામાં આવ્યો હતો...
વાહન ચોરી કરતા ઈલમખાન સખરખાન પાદિખાન સમેજા સામે અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં 9, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં 3, નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 2, સરખેજ- વાસણા- વેજલપુર- કારંજ અને શાહપુર પોલીસ સ્ટેશનમાં 1-1 ગુનો નોંધાયો હતો... આરોપીની વધુ પૂછપરછ મામલે પાલડી પોલીસને આરોપીને સોપવામાં આવ્યો છે.. જેમાં વધુ ખુલાસા થઈ શકે તેમ છે..