Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વડોદરાના દૂધ ચોરનો આતંક, CCTV કેમેરામાં કેદ થઈ ઘટના

હાલમાં ચોરીની વિવિધ ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં હવે વિવિધ રીતે હાથફેરો કરતાં લોકો સામે આવતાં હોય છે પરંતુ વડોદરામાં ચોર દ્વારા ભાગ્યે જ સાંભળવા મળતી હોય તેવી ચોરી કરી છે. વડોદરામાં એક ચોર નાની ચા ની લારી પરથી...
વડોદરાના દૂધ ચોરનો આતંક  cctv કેમેરામાં કેદ થઈ ઘટના

હાલમાં ચોરીની વિવિધ ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં હવે વિવિધ રીતે હાથફેરો કરતાં લોકો સામે આવતાં હોય છે પરંતુ વડોદરામાં ચોર દ્વારા ભાગ્યે જ સાંભળવા મળતી હોય તેવી ચોરી કરી છે. વડોદરામાં એક ચોર નાની ચા ની લારી પરથી દૂધની ચોરી કતો સામે આવ્યો છે.

Advertisement

અલકાપુરી વિસ્તારની  ઘટના 

વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એક નાનકડી ચાની લારી આવેલી છે. જ્યાં છેલ્લા ત્રણ દિવસથી ચોરી થઈ રહી છે. અહીં કોઈ સામાન્ય ચોરી નહિ બલ્કે દૂધની ચોરી થઈ રહી છે. જેના અંગેનો CCTV વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં ચોર વહેલી સવારે દૂધની ચોરી કરતો નજરે પડી રહ્યો છે.

Advertisement

દૂધની ચોરીની  cctvમાં   કેદ 

જોકે હાલ દૂધના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અલકાપુરી વિસ્તારમાં ચાની લારી પર દૂધની ચોરીની આ પ્રથમ ઘટના નથી. છેલ્લા ત્રણ દિવસમાં બે વખત આ અજાણ્યો તસ્કર અહીં દૂધની ચોરી કરી રહ્યા છે. જેમાં આજે વહેલી સવારે પણ આજ પ્રમાણે એક અજાણ્યો ચોર અલકાપુરી ખાતે ચાની લારી ખાતે આવ્યો હતો અને એક એક કરી દૂધના છ જેટલા કેનમાંથી દૂધની થેલીઓ લઈને રફુચક્કર થઈ ગયો હતો.

Advertisement

આપણ  વાંચો -હવે સરકારી હોસ્પિટલમાં સરળતાથી ઉપલબ્ધ બનશે સેવા-સુવિધાઓની માહિતી

Tags :
Advertisement

.