Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch: વડોદરા અને સુરતવાળી ના થાય તે માટે પોલીસ પેટ્રોલીંગ વધારવા મંદિરના મહંતોની માંગ

રામ જાનકી આશ્રમ નજીકની સુરક્ષા વધારવા માંગ પ્રેમી પંખીડાઓ કઢંગી હાલતમાં કરતા હોય છે પ્રેમાલાપ ચોંકાવનારા વીડિયો સામે આવતા પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ Bharuch: ગુજરાતમાં આસો નવરાત્રિમાં ગરબા રમવા નીકળતી યુવતીઓ અને સગીરાઓ ઉપર ગેંગરેપની ઘટનાઓ સતત ચિંતાજનક બની...
bharuch  વડોદરા અને સુરતવાળી ના થાય તે માટે પોલીસ પેટ્રોલીંગ વધારવા મંદિરના મહંતોની માંગ
  1. રામ જાનકી આશ્રમ નજીકની સુરક્ષા વધારવા માંગ
  2. પ્રેમી પંખીડાઓ કઢંગી હાલતમાં કરતા હોય છે પ્રેમાલાપ
  3. ચોંકાવનારા વીડિયો સામે આવતા પોલીસ પેટ્રોલીંગ વધારવા માંગ

Bharuch: ગુજરાતમાં આસો નવરાત્રિમાં ગરબા રમવા નીકળતી યુવતીઓ અને સગીરાઓ ઉપર ગેંગરેપની ઘટનાઓ સતત ચિંતાજનક બની રહી છે. આવી ઘટના ભરૂચ (Bharuch)માં ન બને તેના માટે સુરક્ષા વધારવા માટે માંગ કરવામાં આવી છે. નોંધનીય છે કે, ઝાડેશ્વરના રામ જાનકી આશ્રમ મંદિરની આસપાસના અવાવરું જગ્યાએ પ્રેમી પંખીડાઓ કઢંગી અને બિભસ્ત હાલતમાં બેસતા હોય છે. બે દિવસ અગાઉ નિવસ્ત્ર પ્રેમી પંખીડાઓ પકડાયા હતા, ત્યારે આ વિસ્તારમાં કોઈ ગેંગરેપ જેવી ઘટના ન બની જાય તે માટે પોલીસ પેટ્રોલીંગ વધારે તેવી માંગ મંદિરોના મહંતો કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો: દેદાદરા ગામમાં પ્રસાદ ખાધા બાદ 30 લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલમાં થઈ જોવા જેવી....

અહીં પ્રેમી પંખીડાઓ જાહેરમાં માણે છે શરીર સુખ

વડોદરા, સુરત અને કચ્છ જેવા જિલ્લામાંથી ગેંગરેપ જેથી ગંભીર ઘટનાઓ ઉપરા છાપરી સામે આવી રહી છે. ભરૂચ (Bharuch)માં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સુરક્ષા વધારવા માટે માંગ કરવામાં આવી છે. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ કેબલ બ્રિજ નજીક રામ જાનકી આશ્રમ આવેલું છે. આ મંદિર અને આશ્રમની આસપાસ અવાવરું જગ્યા અને નદીના કાંઠા ઉપર કોલેજીયન યુવક અને યુવતીઓ દિવસ રાત પ્રેમાલાપ કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ કઢંગી હાલતમાં રહી બિભત્સ ચેનચારા કરતા હો છે. આ સાથે બે દિવસ અગાઉ રાત્રે પ્રેમી પંખીડાઓ આવી હાલતમાં દેખાયા હતા. આ બાબતે મંદિરના મહંતે ટોકતા પ્રેમી ટોળા સાથે ધસી આવ્યા હતા અને પોલીસ આખરે મામલાને થાળે પાડયો હતો.

Advertisement

આ પણ વાંચો: અમદાવાદમાં સેન્ટ્રલ GST અધિકારી મોહંમદ રિઝવાન શેખ 1.25 લાખની લાંચ લેતા ઝડપાયો

અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ પેટ્રોલીંગ વધારો: રાધવેન્દ્દ દાસજી

ઝાડેશ્વરના રામ જાનકી આશ્રમ મંદિર નજીકનો વિસ્તાર અવાવરું છે અને આ સ્થળ ઉપર દિવસ રાત પ્રેમી પંખીડાઓ બિભત્સ અવસ્થામાં બેસી અડિંગો જમાવે છે. હાલમાં ગુજરાતમાં જે પ્રકારે આવી ઘટનાઓ બની રહી છે તેવી ઘટના અહીં ન બની જાય તે માટે પોલીસ પેટ્રોલીંગ વધારવામાં આવે અને મંદિરના મહંતોની સુરક્ષા કરવામાં આવે તેમ મંદિરના મહંત રાઘવેન્દ્ર દાસજીએ મીડિયા સમક્ષ કહ્યું હતું.

Advertisement

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Gujarat Rain Update: આજે રાત્રે વરસાદ પડશે કે નહીં? જાણો સંપૂર્ણ અને સચોટ માહિતી

Tags :
Advertisement

.