Tejas: એરફોર્સના વિમાન તેજસનું સુરત એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
Tejas: સુરત એરપોર્ટ પર એરફોર્સના વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો એરફોર્સના વિમાન તેજસનું સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું છે. નોંધનીય છે કે, ટેકનિકલ ખામીને લઇ ઈમરજન્સી લેન્ડિંગ થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. વિગતે સામે આવી રહીં છે કે, લો ફ્યુલનો મેસેજ મળતા તાત્કાલીક ધોરણે લેન્ડિંગ કરાયું છે. ટેકનિકલ ખામી દુરસ્ત થયા બાદ તેજસ (Tejas) રવાના થશે તેવી જાણકારી મળી રહીં છે.
ટેકનિકલ ખામીને લઇ ઈમરજન્સી લેન્ડિંગ થઈ હોવાની ચર્ચા
તમને જણાવી દઈએ કે, ઈન્ડિયન એરફોર્સના વિમાન તેજસનું સુરત એરપોર્ટ ઉપર આજે સવારે 10.30 આસપાસના સમયે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, ઈન્ડિયન એરફોર્સના વિમાન તેજસમાં કોઈક ટેક્નિકલ ખામીને લઈ ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. જોકે, અહીં સુરત એરપોર્ટ ઉપર જ તેજસ વિમાનની ટેક્નિકલ ક્ષતિને દૂર કરવા કામગીરી અત્યારે ચાલી રહીં છે.
ટેકનિકલ ખામી દુરસ્ત થયા બાદ તેજસ રવાના થશે
તમને જણાવી દઈએ કે, તેજસ એરક્રાફ્ટના પાયલોટને લો ફ્યુઅલનો મેસજ મળ્યો હતો. નોંધનીય છે કે, પાયલોટે સાવચેતીના ભાગરૂપે લેન્ડીંગ કરવું જરૂરી હતું. જેથી નજીકના એરપોર્ટ સુરત એરપોર્ટ પર તેજસ જેટનું ઈમરજન્સી લેન્ડીંગ કર્યું હતું. સારી વાત એ છે કે લેન્ડિંગ ખૂબ જ સરળતાથી થયું હતું. અહીં કામગીરી ચાલી રહીં છે ટેકનિકલ ખામી દુરસ્ત થયા બાદ તેજસ રવાના થશે.