ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને NDRF અને SDRF ની ટીમો તૈનાત

રાજ્યમાં ઓરેન્જ એલર્ટ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ખતરો ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું આગાહીને પગલે NDRFની 7 વધારાની ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી Gujarat: આગામી 3 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના મોટા...
11:33 AM Aug 24, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat NDRF Team
  1. રાજ્યમાં ઓરેન્જ એલર્ટ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ખતરો
  2. ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું
  3. આગાહીને પગલે NDRFની 7 વધારાની ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી

Gujarat: આગામી 3 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના મોટા ભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત (North Gujarat) અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે, તેથી આ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ અપાયેલું છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય અને દક્ષિણ ગુજરાત (South Gujarat)માં પણ વરસાદના તીવ્રતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ આપાયું છે, જેથી સ્થાનિક સત્તાવાળા અને નાગરિકો તેમની તૈયારી પૂરી કરી શકે.

આ પણ વાંચો: Gujarat: રાજ્યભરના તાલુકામાં નોંધાયો ભારે વરસાદ, લાંબા વિરામ બાદ મેઘરાજા થયા મહેરબાન

NDRF અને SDRFની ટીમો તૈનાત

વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યમાં એનડીઆરએફ (NDRF)ની 8 અને એસડીઆરએફ (SDRF)ની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની 7 વધારાની ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી છે. વિશિષ્ટ વિસ્તારોમાં, જેમ કે દ્વારકા, જૂનાગઢ, કચ્છ, અને નર્મદા, NDRFની 1-1 ટીમ ઉપલબ્ધ છે. નવસારી, રાજકોટ, સુરત, અને વલસાડમાં પણ NDRFની 1-1 ટીમ તૈનાત છે.

આ પણ વાંચો: Rains : સવારથી જ રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ, આગામી 3 કલાક...

NDRFની 7 વધારાની ટીમોને રિઝર્વમાં રાખવામાં આવી

એસડીઆરએફ (SDRF)ની ટીમોનો પણ વિશાળ પરિઘ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં SDRFની 2 ટીમો અને આણંદમાં 1 ટીમ તૈનાત છે. બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, જામનગર, જૂનાગઢ, અને ખેડા જેવા વિસ્તારોમાં SDRFની 1-1 ટીમો કાર્યરત છે. તેમજ મહિસાગર, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પોરબંદર, અને રાજકોટમાં SDRFની 1-1 ટીમો તૈનાત છે. સુરત અને તાપી જિલ્લામાં SDRFની 1-1 ટીમ અને વડોદરામાં SDRFની 2 ટીમો ઉપલબ્ધ છે. આ તૈયારી તંત્ર અને બચાવ કાર્યમાં સંકલન માટે મહત્વપૂર્ણ છે, જે હાલની દૈનિક સ્થિતિને અનુરૂપ સુરક્ષાનું સુનિશ્ચિત કરે છે.

આ પણ વાંચો: RED ALERT : આવનારા દિવસોમાં દેખાશે વરસાદનો પ્રકોપ! જાણો કયા રાજ્યમાં કેવી રહેશે સ્થિતિ

Tags :
GujaratGujarat Firstgujarat rainsGujarati NewsLatest Gujarati NewsNDRFNDRF And SDRF Teamndrf teamSDRFSDRF TeamVimal Prajapati
Next Article