ગાંધીનગરમાં શિક્ષકો કરશે આંદોલન, માંગ માત્ર એક જ ‘જૂની પેન્શન યોજના લાગુ કરો’
- જૂની પેન્શન યોજના લાગુ આંદોલનની જાહેરાત
- 5:00 વાગ્યા બાદ ઉગ્ર આંદોલનના કાર્યક્રમો જાહેર કરાશે
- આજે આખો દિવસ ગાંધીનગરના ધરણા થશે
Gandhinagar: રાજ્ય સરકાર આજે જૂની પેન્શન યોજના લાગુ કરવા અંગે કોઈ ઠરાવ નહીં કરે તો ઉગ્ર આંદોલનની જાહેરાત કરાશે. નોંધનીય છે કે, આજે સાંજે 5:00 વાગ્યા બાદ રાજ્યમાં શિક્ષકો દ્વારા ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે આજે આખો દિવસ ગાંધીનગર (Gandhinagar)માં ધરણા કર્યા બાદ આગામી કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે. નોંધનીય છે કે, સરકાર સાથે બેઠકો કરી અને સમાધાનની જાહેરાત સરકારે કરી હતી.
આ પણ વાંચો: Botad: આ ગામમાં થયો શિક્ષણનો બહિષ્કાર, શાળાને મારી દીધા તાળા
જૂની પેન્શન યોજનાની માંગણીઓ કરવામાં આવી
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના પ્રમુખે કહ્યું કે, ‘રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજના આપવામાં આવશે. સરકાર આ કરવામાં નિષ્ફળ ગઈ છે એટલે અમારે આંદોલનનો માર્ગ પસંદ કરવો પડ્યો છે’ નોંધનીય છે કે, જૂની પેન્શન યોજનાની માગણી સાથે શિક્ષકોના ધારણાં કરવા માટે જઈ રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે શૈક્ષિક મહાસંઘ દ્વારા એક દિવસીય ધારણાં પ્રદર્શન કરવામાં આવશે. અત્યારે રાજ્યભરના તાલુકાઓમાંથી શિક્ષકો એકત્રિત થયા છે. નવી પેન્શન યોજના રદ્દ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો: આત્મહત્યા કે પછી હત્યા? ઘરેથી રોજકોટ જવાનું કહીને નીકળ્યા અને ચોટીલાથી મળી લાશ
આગામી દિવસોના ઉગ્ર આંદોલન અંગે આજે રણનીતિ ઘડાશે
ઉલ્લેખનીય છે કે, 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન સ્કીમ સમાવવા અંગે ઠરાવ કરવાની માંગણીઓ કરાઈ છે. આગામી દિવસોના ઉગ્ર આંદોલન અંગે આજે રણનીતિ ઘડાશે. આ સાથે ગાંધીનગર (Gandhinagar)માં સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસીય ધારણાં પ્રદર્શન થવાનું છે. ધારણાં પ્રદર્શનના કારણે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં પોલીસ જવાનો હાજર જોવા મળ્યા છે. 11 થી 5 વાગ્યા સુધી ધરણાં પ્રદર્શન ચાલવાનું છે.
આ પણ વાંચો: લાંબા વિરામ બાદ ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
સત્યાગ્રહ છાવણીમાં આજે ઉગ્ર વિરોધ થવાની સંભાવના
બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજનાની માગણી સાથે ગાંધીનગર આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના 2500 થી વધુ શિક્ષકો ગાંધીનગર આવ્યા છે. ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં આજે ઉગ્ર વિરોધ થવાની સંભાવનાઓ વર્તાઈ રહીં છે. આગામી સમયમાં સરકાર માંગ નહી સ્વીકારે તો ઉગ્ર કાર્યક્રમો અપાશે. આજે 33 જિલ્લાના 15 હજારથી વધુ શિક્ષકો ગાંધીનગર (Gandhinagar)માં ધરણા કરશે.