Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Teacher's Day: વિદેશી વિદ્યાર્થીઓએ અમદાવાદની શેરીઓના બાળકોને શિક્ષણ આપ્યું

તાઇવાન, મોરોક્કો, જાપાન, રોમાનિયા અને કેન્યાના છ વિદ્યાર્થી અમદાવાદ આવ્યા અમદાવાદમાં આ છ વિદેશી વિદ્યાર્થીઓએ બાળકોને ભણાવ્યાં આ પ્રયાસમાં ભાગ લેવા બદલ હું ધન્યતા અનુભવું છુંઃ માકુ મિયુરા Teacher's Day Special: સાંસ્કૃતિક આદાન-પ્રદાનના એક અનન્ય કહી શકાય એવા બનાવમાં...
teacher s day  વિદેશી વિદ્યાર્થીઓએ અમદાવાદની શેરીઓના બાળકોને શિક્ષણ આપ્યું
  1. તાઇવાન, મોરોક્કો, જાપાન, રોમાનિયા અને કેન્યાના છ વિદ્યાર્થી અમદાવાદ આવ્યા
  2. અમદાવાદમાં આ છ વિદેશી વિદ્યાર્થીઓએ બાળકોને ભણાવ્યાં
  3. આ પ્રયાસમાં ભાગ લેવા બદલ હું ધન્યતા અનુભવું છુંઃ માકુ મિયુરા

Teacher's Day Special: સાંસ્કૃતિક આદાન-પ્રદાનના એક અનન્ય કહી શકાય એવા બનાવમાં તાઇવાન, મોરોક્કો, જાપાન, રોમાનિયા અને કેન્યાના છ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ અમદાવાદની શેરીઓના બાળકોને શિક્ષણ પૂરું પાડવા કર્મા ફાઉન્ડેશન સાથે હાથ મિલાવ્યા છે. ફાઉન્ડેશનની પહેલ ‘પ્રયાસ’ના ભાગરૂપે ઔપચારિક શિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓને પાછલા ઘણા સપ્તાહોથી પાયાના વિષયો શિખવાડી રહ્યાં છે, સક્રિય ભાગ લેવાય તેવી પ્રવૃત્તિઓ કરાવે છે અને વંચિત વિદ્યાર્થીઓ સુધી જ્ઞાનની ગંગા લઈ જઈ રહ્યાં છે.

Advertisement

છ વિદેશી વિદ્યાર્થીઓએ અમદાવાદના બાળકોને ભણાવ્યાં

ભારતમાં શિક્ષણ દિન (Teacher's Day Special)ના સંદર્ભમાં શિક્ષણની સર્વગ્રાહી આવશ્યકતા અને સમાજના તમામ વર્ગના બાળકોને સશક્ત કરવાની જરૂરિયાત દર્શાવતી આ પહેલનું ખાસ મહત્ત્વ છે. ભારતના 74.04 ટકાના સાક્ષરતા દર (2011ની વસતિ ગણતરી મુજબ) છતાં આ ક્ષેત્રે નોંધપાત્ર અસમાનતા જોવા મળી રહી છે. આજે પણ ગરીબી, દિકરીઓને નડતા પક્ષપાત અને સંશાધનોની અછતના કારણે લગભગ 60 લાખ બાળકો શાળાનું શિક્ષણ મેળવી શકતા નથી. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની આ સામેલગીરી વ્યવસ્થામાં રહેલી ઉણપો ભરવાના વૈશ્વિક પ્રયાસોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Advertisement

આ પણ વાંચો: પક્ષીજગતની અનોખી ઘટના, માત્ર કચ્છમાં જોવા મળતા કાળા તેતર બન્યા Jamnagar ના મહેમાન

કર્મા ફાઉન્ડેશનના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી પ્રિયાંશી પટેલે જણાવ્યું હતું કે, ‘આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની આ સામેલગીરી વૈશ્વિક સમજ ઊભી કરીને શિક્ષણમાં રહેલી અસમાનતા દુર કરવાનું અમારુ મિશન દર્શાવે છે. તેમની પ્રતિબદ્ધતાએ આ બાળકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું શરૂ કરી દીધું છે.’

Advertisement

આ પણ વાંચો: Kutch: સફેદ રણમાં અત્યારે દરિયા જેવો નજારો, જુઓ આ Video

આ છ વિદ્યાર્થીઓ – માકુ મિયુરા (જાપાન), યુરા માએત્સુબો (જાપાન), અકાને સુમી (જાપાન), સુ મિંગ મિંગ (તાઇવાન), મિરેલ વસાઇલ (રોમાનિયા), સૌયુહોઇબ બેનયાસ્સી (મોરોક્કો) – અલગ-અલગ પરિસ્થિતિમાંથી આવે છે અને દરેક વ્યક્તિ અનન્ય કૌશલ્ય અને ઉત્સાહ લઈને આવે છે. આ પૈકી એક વિદ્યાર્થી માકુ મિયુરાએ કહ્યું કે, ‘અમદાવાદના બાળકો સાથેના સંપર્કના અને શિખવાની તેમની આતુરતાના અનુભવ ખૂબ સાર્થક રહ્યા છે. આ અનુભવથી મને શિક્ષણની જીવન બદલવાની ક્ષમતાનો ખ્યાલ આવ્યો અને આ પ્રયાસમાં ભાગ લેવા બદલ હું ધન્યતા અનુભવું છું.’

બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું ખુબ જોઈએ

કર્મા ફાઉન્ડેશનની પહેલ ‘પ્રયાસ’એ ખોરાક, રહેઠાણ, શિક્ષણ અને તબીબી સહાય જેવી જરૂરિયાતો પહોંચાડીને હજારો લોકોને લાભ પહોંચાડ્યો છે. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીની સામેલગીરીએ જરૂરિયાતમંદ લોકોના જીવનનું સ્તર સુધારવામાં, ખાસ કરીને શિક્ષણના ક્ષેત્રમાં, નવો આયામ જોડી દીધો છે. ભારત શિક્ષક દિન મનાવી રહ્યું છે ત્યારે વિદેશી વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યેની અને સ્થાનિક બાળકોને ટેકો પૂરી પાડવાની પ્રતિબદ્ધતા આપણને તમામને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાની સહભાગી વૈશ્વિક જવાબદારીની ભારપૂર્વક યાદ અપાવે છે.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: kalol નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયાને લઈને મોટો હોબાળો, ભાજપના જ બે જૂથ સામસામે આવી ગયા અને...

Tags :
Advertisement

.