Bhuj: ગળે ફાંસો ખાઈ શિક્ષિકાઓ પોતાની જીવનલીલા સંકેલી, જાણો શું હતું કારણ...
- ગામના વ્યક્તિના ત્રાસથી કંટાળી પોતાના ઘરે જ મહિલાએ કરી આત્મહત્યા
- પ્રાથમિક શાળાના શિક્ષિકાએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી
- ભુજ તાલુકાની તુંગા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા શિક્ષિકા
Bhuj: ભુજ તાલુકાના તુગા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાના જ ઘરે પંખે લટકીને આત્યહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મૂળ પાલીતાણાના વીણાબેન શાંતિરામ દૂધરેજીયા (ઉંમર વર્ષ34) મહિલાએ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, પોતાના જ ઘરમાં પંખા પર રસી વડે જીવન ટૂંકાવ્યું છે. આ બાબતે કેટલાક તારણો પણ સામે આવ્યા છે. જેમાં પોલીસને શંકાઓ થઈ રહીં છે.
આ પણ વાંચો: Ahmedabad: સગીર બાળકો કરી રહ્યા છે દારૂની હેરાફેરી, બોડકદેવ પોલીસે એક છોકરાની કરી ધરપકડ
પોતાના વતનનો વ્યક્તિ ટોર્ચર કરતો હોવાનું અનુમાન
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે તેમના જ વતન પાલીતાણાનો એક શખ્સ તેમને માનસિક ટોર્ચર કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ મહિલા શિક્ષકોએ તેના ત્રાસના કારણે આખરી પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવાઈ રહીં છે. નોંધનીય છે કે, તેમની તુગા પ્રાથમિક શાળામાં 2023 સપ્ટેમ્બર મહિનામાં નિમણુંક થઇ હતી. અત્યારે ખાવડા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ધરી છે. પોલીસે અત્યારે આ મામલે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ સાથે હવે વધુ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: Hasmukh Patel : LRD પરીક્ષામાં ગેરરીતિ કરનારા સામે સકંજો, 37 ઉમેદવાર ગેરલાયક, ફટકારાઈ આ સજા!
આ પણ વાંચો: Surat : 1 કરોડનું ડ્રગ્સ ફેંકીને ફરાર થયેલો આરોપી આખરે ઝડપાયો, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા!