Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tapi : ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપી 240 કરોડનાં વિકાસકામોની ભેટ

તાપી જિલ્લાનાં વિકાસ અર્થે રૂપિયા 2.50 કરોડનો ચેક જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો હતો.
tapi   ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ cm ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપી 240 કરોડનાં વિકાસકામોની ભેટ
Advertisement
  1. Tapiજિલ્લાનાં નાગરિકોને મળી રૂ. 240 કરોડનાં વિકાસકામોની ભેટ
  2. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે રૂ. 240 કરોડનાં 61 કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  3. તાપી જિલ્લાનાં વિકાસ અર્થે રૂપિયા 5 કરોડનો ચેક મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અર્પણ કર્યો

તાપી જિલ્લામાં (Tapi) યોજાનારા ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વસંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી (Acharya Devvratji) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે રૂ. 240 કરોડનાં વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ સાથે તાપી જિલ્લાનાં વિકાસ અર્થે રૂપિયા 2.50 કરોડનો ચેક જિલ્લા કલેક્ટરને અને રૂપિયા 2.50 કરોડનો ચેક જિલ્લા વિકાસ અધિકારીને મુખ્યમંત્રીએ અર્પણ કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Surat : લિંબાયતમાં થયેલ મારામારીની ઘટનામાં પોલીસે મહિલા સહિત 7 ની ધરપકડ કરી

Advertisement

Advertisement

રૂ. 240 કરોડનાં 61 કામોનાં ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત

'સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ' ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં પ્રજાસત્તાકની ઉજવણી થઈ રહી છે. રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની રાહબરી હેઠળ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે, ત્યારે તાપી જિલ્લામાં (Tapi) રૂ. 124 કરોડનાં 20 કામોનાં લોકાર્પણ અને 115 કરોડનાં 41 કામોનાં ખાતમુહુર્ત મળી કુલ રૂ. 240 કરોડનાં 61 કામોનાં ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. જે તાપી જિલ્લાનાં નાગરિકોની સુખાકારી અને પ્રગતિમાં વધારો કરશે.

આ પણ વાંચો - Aravalli : Mahakumbh જઈ રહેલા પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 3 નાં મોત

તાપી જિલ્લાનાં નાગરિકોને કરોડોનાં વિકાસકામોની ભેટ

વિગતવાર જોઇએ તો, માર્ગ અને મકાન વિભાગ, તાપી (રસ્તા), આદિજાતિ વિકાસ વિભાગ (ઉદ્દવહન સિંચાઇ, અ૨ છાત્રાલય તથા 1 હાટ બજાર), પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ-તાપી, ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી-ગાંધીનગર, કામધેનું યુનિવર્સિટી-ઉકાઇ, જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ, પ્રાથમિક શિક્ષણ વિભાગ, તાપી, ઉકાઇ ડાબા કાંઠા નહેર સંશોધન વિભાગ-2, જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, દક્ષિણ ગુજરાત વીજ કં.લિનાં રૂ. 240 કરોડના 61 કામોનું ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કર્યું હતું.

અહેવાલ : અક્ષય ભદાણે, તાપી

આ પણ વાંચો - Padma Awards-2025 : ગુજરાતની આ 8 શ્રેષ્ઠીઓને પદ્મ એવોર્ડથી કરાશે સન્માનિત, જાણો લિસ્ટ

Tags :
Advertisement

Trending News

.

×