Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tapi: કામ બાબતે ઠપકો આપ્યો તો સગા પુત્રએ જ કરી પિતાની કરપીણ હત્યા, વાંચો અહેવાલ

Tapi: પિતાએ પોતાના પુત્રને કામ કરવા બાબતે ઠપકો આપતા પુત્રએ આવેશમાં આવી સગા બાપ પર હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો
tapi  કામ બાબતે ઠપકો આપ્યો તો સગા પુત્રએ જ કરી પિતાની કરપીણ હત્યા  વાંચો અહેવાલ
Advertisement
  1. પિતાએ પોતાના પુત્રને કામ કરવા બાબતે આપ્યો હતો ઠપકો
  2. પુત્રએ આવેશમાં આવી સગા બાપ પર કર્યો હિંસક હુમલો
  3. હત્યારા પુત્ર હરપાલ વસાવાની પોલીસે કરી ધરપકડ

Tapi: તાપીના ઉચ્છલ તાલુકામાં સગા પુત્રએ પિતાના હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પિતાએ પોતાના પુત્રને કામ કરવા બાબતે ઠપકો આપતા પુત્રએ આવેશમાં આવી સગા બાપ પર હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં ઘરના ચિરાગે ઘરના દીપને બુજાવી નાખતા સમગ્ર ઉચ્છલ પથકમાં નિર્દય પુત્ર સામે લોકો ફિટકાર વર્ષાવી રહ્યા છે.

પુત્રએ કરી સગા પિતાની કરપીણ હત્યા

એક પિતા માટે સૌથી વહાલુ એનું સંતાન હોય છે અને સંતાનની ભવિષ્યની ચિંતા ખાસ કરીને પિતા કરતા હોય છે. પરંતુ એ પિતા માટે તેમનો પુત્ર કાલ બની તેની સંતાન તેમની હત્યા કરી નાખશે તેવું પિતાએ ક્યારે વિચાર્યું ના હતું. તાપીના ઉચ્છલ તાલુકામાં આવેલ સુંદરપુર ગામે આ ઘટના બની છે. સુંદરપુર ગામમાં હોલીપાડા ફળિયામાં રહેતા શિવાજીભાઈ ગોસણાભાઈ વસાવા (ઉ :વ - 73) પોતાના પરિવાર સાથે સુંદરપુર ગામે હોલી ફળિયામાં રહે છે. જેમાં શિવાજીભાઈની પત્ની યામુનાબેન વસાવાનું આજથી આશરે બે મહિના પૂર્વે અવસાન થયું હતું જેથી પરિવાર માતૃછાયાથી વિખૂત પાડ્યું હતું. વૃદ્ધ પિતા શિવાજીભાઈ તેમની સંતાન સાથે રહેતા હતાં. શિવાજીભાઈના ખેતરમાં ડાંગરના પાકની રોપણી કરી હતી. જેની કાપણીની પરિવાર દ્વારા શરૂઆત કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Panchmahal: પાનમ ડેમના પાવર હાઉસ પાસેથી મળી આવ્યો પોલીસ કર્મીનો મૃતદેહ

Advertisement

લગ્ન બાબતે પિતા-પુત્ર વચ્ચે થઈ હતી બોલાચાલી

શિવાજી ભાઈ દ્વારા તેમના નાના પુત્ર હરપાલ વસાવાને ડાંગણ કાપણીમાં કામ કરવા બાબતે કહેતા અને પુત્રએ પિતાને લગ્ન બાબતે ચર્ચા કરતા પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખી ગત તારીખ 07/11/2024 ના રોજ રાત્રિ દરમિયાન શિવાજી ભાઈ તેમના ઘરના ઓટલા પર ખાટલામાં સુતા હતા. તે દરમિયાન પુત્રએ પિતા પર રાખેલ અદાવત બાબતે આવેશમાં આવી પિતા શિવાજી ભાઈના માથાના ભાગે લોખંડના સળિયા વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી લોહીલુહાણ કરી નાખ્યાં હતાં. અને હુમલો કરું પુત્ર નાસી છૂટ્યો હતો. લોહીમાં લથપત શિવાજીભાઈ ને પરિવાર દ્વારા સારવાર માટે લઈ જતા શિવાજીભાઈનું મૃત્યુ થયું હતું. જે બાબતે શિવાજીભાઈના પરિવારજન મોગરાબેન શિવાજીભાઈ વસાવાએ પિતાની હત્યા કરનાર તેમના ભાઈ હરપાલ શિવાજીભાઈ વસાવા વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: Siddhpur ખળી ચોકડી પાસે ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયાર વડે થઈ યુવકની હત્યા

પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

ઉચ્છલ પોલીસે સુંદરપુર ગામે તારીખ 07/11/2024 ના રાત્રિએ થયેલ હત્યાના બનાવમાં મૃતક શિવાજીભાઈ વાસાવાની પુત્રી મોગરાબેન વસાવાની ઉચ્છલ પોલિસે ભારતીય ન્યાય સહિંતા 2023 ની કલમ 103(1), 118(2) તથા જી.પી. એક્ટ કલમ- 135 મુજબનો ગુનો નોંધી હત્યારા પુત્ર હરપાલ વસાવાને ઝડપી પાડવા પોલીસે ચક્રોના ગતિમાન કર્યા હતા. જેમાં હત્યારા પુત્રને પકડવા ઉચ્છલ પોલીસના સ્ટાફ સહિત તાપી એલસીબી અને એસઓજીની ટીમ જોતરાઈ હતી અને ગણતરીના કલાકોમાં જ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટાઈમ હત્યારા પુત્રને વ્યારાથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકલી દીધો હતો.

આ પણ વાંચો: Ahmedabad: ગોમતીપુરમાં પ્લાસ્ટિકના વેસ્ટમાં લાગી આગ, 5 ફાયર ફાઈટર ઘટના સ્થળે...

Tags :
Advertisement

.

×