Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

SVPI એરપોર્ટને ક્વોલિટી કન્સેપ્ટ કન્વેન્શનમાં 5 એવોર્ડસથી નવાજવામાં આવ્યું, મુસાફરોની સેવા, સુવિધા અને સંરક્ષણ ક્ષેત્રે મળ્યું સન્માન

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPI)ને મુસાફરોને ઉત્કૃષ્ટ અનુભવ માટે આદરેલી પહેલોને એવોર્ડ એનાયત થયો છે. ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત અમદાવાદ ચેપ્ટર કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્સની સ્પર્ધામાં એરપોર્ટ ટીમોએ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું. તેઓને Kaizen,...
08:32 AM Oct 09, 2023 IST | Dhruv Parmar

અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે (SVPI)ને મુસાફરોને ઉત્કૃષ્ટ અનુભવ માટે આદરેલી પહેલોને એવોર્ડ એનાયત થયો છે. ક્વોલિટી સર્કલ ફોરમ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત અમદાવાદ ચેપ્ટર કન્વેન્શન ઓન ક્વોલિટી કોન્સેપ્ટ્સની સ્પર્ધામાં એરપોર્ટ ટીમોએ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન કર્યું હતું. તેઓને Kaizen, 5S, અને Allied Conceptsની શ્રેણીઓમાં પાંચ સુવર્ણ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મુસાફરોના અનુભવને બહેતર બનાવવાના SVPI એરપોર્ટના સમર્પિત પ્રયત્નો અને અમલીકરણ સ્પર્ધામાં ધ્યાનાકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એરપોર્ટ સર્વશ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવા અને પ્રવાસના અનુભવને સમગ્રતયા ઉન્નત બનાવવા સતત કાર્યરત છે.

એરપોર્ટે શરૂ કરેલી અનેકવિધ પહેલોને એવોર્ડ સમારંભમાં નવાજવામાં આવી હતી. જેમાં નવા F&B વિસ્તારમાં ગટર વ્યવસ્થામાં સુધારાઓએ પણ મેદાન માર્યુ હતું. તદુપરાંત ઊર્જા-બચતની પહેલો જેમાં પર્યાવરણને અનુકૂળ રેફ્રિજન્ટ (R-410) સાથે રડાર બિલ્ડિંગમાં એર કન્ડીશનીંગ સિસ્ટમને અપગ્રેડેશન, અત્યંત કાર્યક્ષમ સેન્ટ્રીફ્યુગલ ચિલર અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા કૂલિંગ ટાવર્સ ઇન્સ્ટોલ કરવાથી નોંધપાત્ર ઊર્જા બચત જેવા અભિગમોનો સમાવેશ થાય છે.

SVPI એરપોર્ટની કસ્ટમર એક્સપીરીયન્સ ટીમની વિવિધ પહેલોને પણ સન્માનિત કરવામાં આવી હતી. જેમાં વ્હીલચેર મુસાફરોનો સામાન એકત્રિત કરવા માટે દરેક બેગેજ બેલ્ટ પર ખાસ જગ્યા, આરક્ષિત પાર્કિંગ, બંને ટર્મિનલ્સમાં વ્હીલચેર મુસાફરો માટે ડ્રોપ-ઓફ પિકઅપ વિસ્તારો તેમજ અશક્ત મુસાફરો માટે સુલભ શૌચાલય વગેરેનો સમાવેશ થાય છે. એરપોર્ટની એન્જીનિયરીંગ અને મેઈન્ટેનેન્સ ટીમે કરેલી પહેલોના કારણે વોશરૂમ એરેટરને બદલીને પાણીની બચત થઈ છે.

SVPI એરપોર્ટની ફેસિલિટી મેનેજમેન્ટ ટીમને 5S કોન્સેપ્ટના અમલીકરણ માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેમાં પેપરલેસ વોશરૂમ્સ, સિગ્નેચર AHU સેન્ટ સિસ્ટમ, ક્રિએટીવ અગ્નિશામક પ્લેસમેન્ટ, આકર્ષક "અંડર મેન્ટેનન્સ સિગ્નેજ" તેમજ શૌચાલયમાં લગેજ રેકની જોગવાઈ જેવી પહેલો સામેલ છે. સ્કૂટર મોપ્સ અને સ્કૂટી પુશર્સ મેન્યુઅલ સફાઈને દૂર કરવા અને ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવા લગેજ ટ્રોલીને સરળતાથી લઈ જવા માટે રજૂ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad: ‘ભૂંગળ’ વાગે જ્યારે… ‘શક્તિ’ આવે ત્યારે!

Tags :
AhmedabadAhmedabad NewsAwardsConvenience and SecurityGujaratPassenger ServiceSardar Vallabhbhai AirportSVPI
Next Article