Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સરકારી તંત્ર દ્વારા Dabhoi તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરાઈ, 36 ગામોમાં ખેતીમાં વ્યાપક નુકશાન

ડભોઇ તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં મોટાં પ્રમાણમાં નુકસાન થયું સરકારી તંત્ર દ્વાર સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી કપાસ અને બાગાયતી પાકમાં સૌથી વધુ થયું નુકસાનનું અનુમાન Dabhoi: તાજેતરમાં થયેલા સર્વત્ર વ્યાપક વરસાદને કારણે નદીઓમાં ભારે પૂર આવ્યા હતા અને...
સરકારી તંત્ર દ્વારા dabhoi તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરાઈ  36 ગામોમાં ખેતીમાં વ્યાપક નુકશાન
  1. ડભોઇ તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં મોટાં પ્રમાણમાં નુકસાન થયું
  2. સરકારી તંત્ર દ્વાર સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી
  3. કપાસ અને બાગાયતી પાકમાં સૌથી વધુ થયું નુકસાનનું અનુમાન

Dabhoi: તાજેતરમાં થયેલા સર્વત્ર વ્યાપક વરસાદને કારણે નદીઓમાં ભારે પૂર આવ્યા હતા અને જેને કારણે Dabhoi તાલુકાનાં ખેડૂતોને ખેતીમાં મોટાં પ્રમાણમાં નુકસાન થયું હતું જેથી સરકારી તંત્ર દ્વારા આ નુકસાન અંગે સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને તે કામગીરીમાં 8 ટીમો જોડાઈ હતી. આ વ્યાપક વરસાદથી ડભોઈ તાલુકામાં કપાસ અને બાગાયતી પાકમાં સૌથી વધુ થયું નુકસાન થયું હોવાનું અનુમાન છે. સરકારી તંત્ર દ્વારા અત્યાર સુધી 15 ગામમાં પાક સર્વે થયો પૂર્ણ થયો છે અને બીજાં ગામોમાં હાલ સર્વની કામગીરી ચાલું છે. ડભોઇ તાલુકાનાં 36 ગામોમાં ખેતીનાં પાકોને વ્યાપક નુકશાન થયું છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: લ્યો બોલો! હવે મળી આવી નકલી કોલેજ, 10 વર્ષથી અપાતી હતી ડિગ્રીઓ

10,000 હેક્ટર જમીનમાં વાવેલાં ખેતી પાકોને વ્યાપક નુકશાન

આ કામગીરીમાં ડોદરા જિલ્લાનાં 188 ગામોને આવરી લેવાશે તેમ જિલ્લા વિસ્તરણ અધિકારીએ જણાવ્યું હતું. વડોદરા જિલ્લામાં 10,000 હેક્ટર જમીનમાં વાવેલાં ખેતી પાકોને વ્યાપક નુકશાન થયું હોવાની આશંકા છે. વહેલાંમાં વહેલી તકે આ સર્વે કામગીરી પૂર્ણ થાય તે દિશામાં સરકારી તંત્ર કામે લાગ્યું છે. હાલ વડોદરા જિલ્લામાં સર્વે કામગીરીમાં 59 ટીમો આ કામે કરી રહી હોવાનું જાણવા મળ્યો છે. આ વ્યાપક વરસાદમાં ખેતીની જમીનોનું ધોવાણ થયું છે અને ખેડૂતોએ પોતાનાં ખેતરોમાં લગાવેલ ટપક સિંચાઇ પધ્ધતિનાં સાધનોને પણ મોટું નુકશાન થયું છે. તેમજ કેટલીક જગ્યાએ તો આખી ટપક સિંચાઇ પધ્ધતિની સિસ્ટમનું પણ ધોવાણ થઈ જવા પામ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Chandreshkumar Borisagar: 20 ભાષામાં બાળકોને ભણાવતા શિક્ષક સાથે Gujarat First ની ખાસ વાતચીત

તંત્ર દ્વારા હવે ખેતરોમાં પાણી ઓસરતાં સર્વે હાથ ધરવામાં આવ્યો

વડોદરા જિલ્લામાં દેવ ડેમના પાણીએ ખેડૂતોને પાયમાલ બનાવી દીધા છે. તેવામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની એક ભાગ હતી કે, જલ્દીમાં જલ્દી સર્વે હાથ ધરવામાં આવે અને પાકની સહાય રકમ ચૂકવવામાં આવે જેને લઈ વડોદરા જિલ્લામાં તંત્ર દ્વારા હવે ખેતરોમાં પાણી ઓસરતાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સર્વેમાં વડોદરા જિલ્લાના વિસ્તરણ અધિકારી જોડાયા છે. જેમાં ગોજાલી, કરાલીપુરા, ઢોલાર, બંબોજ, કળધરા, પ્રયાગપૂરા, બનૈયા, થુવાવી અને રાજલી ગામનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: હવે બનાવટી બોરવેલનું કૌભાંડ! ભાજપના સાંસદે રેલવે મંત્રીને લખ્યો પત્ર

વડોદરા જિલ્લામાં 5000 હેક્ટર જેટલા ખેતરોમાં થયું નુકસાન

હાલ તંત્ર દ્વારા વડોદરા જિલ્લામાં 59 ટીમો કામે લાગી છે. ત્યારે Dabhoi જિલ્લામાં આઠ ટીમનો સમાવેશ થાય છે. નુકસાનીની વાત કરવામાં આવે તો આમ જોવા જઈએ તો 5000 હેક્ટરથી વધારે વડોદરા જિલ્લામાં નુકસાની થઈ છે. આ સાથે સાથે ડભોઇ તાલુકામાં 1500 હેક્ટરનું અનુમાન લગાવી શકાવામાં આવે છે. ઢાંઢર નદીના પાણીથી પાક નુકસાનીની વાત કરવામાં આવે તો કપાસ અને બાગાયતી પાકોમાં સૌથી વધારે નુકસાન જોવા મળ્યું છે.બીજી બાજુ ડભોઇ તાલુકાના હજુ કેટલાય ખેતરો એવા છે કે જ્યાં હજુ પાણી નથી ઓસર્યા તેવામાં સર્વે કરવામાં વિલંબ થઈ રહ્યો છે ત્યારે આવનારા સમયમાં સર્વેની કામગીરી ક્યારે પૂર્ણ થાય છે અને ખેડૂતોને કેટલું પાકનું વળતર મળે છે તે જોવાનું રહ્યું

અહેવાલઃ પીન્ટુ પટેલ, ડભોઇ

Tags :
Advertisement

.