Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગંદકીધામ ગાંધીધામને ઈન્દોરના તર્જ પર સ્વચ્છ બનાવવા સર્વે શરૂ

અહેવાલ -- રાકેશ કોટવાલ કચ્છનું આર્થિક પાટનગર ગાંધીધામ, કરોડો અબજો ના ઉઘોગ વેપાર વચ્ચે આળોટતું શહેર ગાંધીધામમાંથી ગંદકીધામ બની ગયુ છે પણ અંતે હવે કોઈક જાગ્યું છે ખરૂં. દેશમાં સતત સાત વર્ષથી સફાઈ માટે નંબર વન રહેતા ઈન્દોર શહેરના તર્જ...
07:53 PM Apr 15, 2023 IST | Viral Joshi
Clean Gandhidham Survey

અહેવાલ -- રાકેશ કોટવાલ

કચ્છનું આર્થિક પાટનગર ગાંધીધામ, કરોડો અબજો ના ઉઘોગ વેપાર વચ્ચે આળોટતું શહેર ગાંધીધામમાંથી ગંદકીધામ બની ગયુ છે પણ અંતે હવે કોઈક જાગ્યું છે ખરૂં. દેશમાં સતત સાત વર્ષથી સફાઈ માટે નંબર વન રહેતા ઈન્દોર શહેરના તર્જ પર ગાંધીધામ શહેર સંકુલને પણ ગંદકીધામમાથી ગાંધીધામ બનાવવા માટે પ્રથમ પગલું ભરાઈ ગયું છે અને તે માટેનો સર્વ પણ આરંભી દેવામાં આવ્યો છે.

માળખાગત સુવિધામાં શહેર પાછળ
કંડલા અને મુન્દ્રા પોર્ટને પગલે ગાંધીધામ શહેરનો વિકાસ કુદકેને ભુસકે વધ્યો છે પણ માળખાંગત સુવિધાના મુદે શહેર વર્ષોથી બદતર સ્થિતીમાં છે. ખાસ કરીને સફાઈની મુદે તો એવી સ્થિતી છે કે બહારથી અજાણ્યા નાગરિકો શહેરમાં પ્રવેશે તે સાથે નરી આંખે આ શહેરની દશા જોઈ શકે છે. પણ હવે આ બધું બદલવાની શકયતા જોવાઈ રહી છે.

Clean Gandhidham Survey

ગાંધીધામનો સર્વે શરૂ
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક બેઠક મળી હતી જેમાં ઈન્દોરની સફાઈનું મેનેજમેન્ટ કરતી અને સાત વર્ષથી દેશમાં નંબર વન સ્થાન અપાવતી સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટ કંપનીના CEO શ્રીગોપાલ જગતાપ, જી પી અગ્રવાલ અને રાહુલ નાગરે પ્રેઝેન્ટેશન સાથે 35 લાખની વસ્તી ધરાવતા ઈન્દોર શહેરમાં કઈ રીતે કામગીરી થાય તે જે દર્શાવ્યું હતું આ રીતે ઈન્દોરની સરખામણીએ માત્ર પાંચ લાખની વસતી ધરાવતા ગાંધીધામમાં એક સર્વે આરંભી દેવામાં આવ્યો છે. સફાઈ બાદ તેમાંથી નીકળતા વેસ્ટમાંથી નગરપાલિકાને આવક પણ થશે. હાલ પ્રાથમિક ખર્ચનું આયોજન કરાયું છે. આ પછી વોર્ડ વાઈઝ ઝોન, સ્કેલ સાથે પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરાશે.

ગુજરાત ફર્સ્ટે ઉઠાવ્યો હતો સવાલ
ગત પાંચ એપ્રિલના મેરીટાઈમ ડેની ઉજવણી સમયે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં કંડલા દિનદયાળ પોર્ટના ચેરમેન સંજય મહેતા સમક્ષ ગુજરાત ફસ્ટે શહેરની સફાઈ સહિતના મુદે નૈતિક જવાબદારી સ્વીકારી કંઈ કામ કરી શકાય તેવો પ્રશ્ન મુકાયો હતો. આ પ્રશ્નેનો જવાબ ચેમ્બરમાં મળેલી આ બેઠકમાં મળ્યો છે. ચેમ્બર ભવનની બેઠકમાં ઉપસ્થિત રહેલા કંડલા ડીપીટીના ડે ચેરમેન નંદિશ શુક્લાએ જણાવ્યું હતું કે તાજેતરમાં ઈન્દોરના સાંસદ શંકર લાલવાણી ગાંધીધામની મુલાકાતે આવ્યા હતા. ત્યારે શહેરમાં સફાઈ માટે તેમની સાથે ડીપીટીની ચર્ચા થઈ હતી. જેના અનુસંધાને ચેમ્બરના સભ્ય સેવક લખવાણી ઈન્દોરની મુલાકાત લીધી હતી ત્યારબાદ આ સંસ્થા સાથે હાલે સમગ્ર શહેરમાં સફાઈની સ્થિતિ અને કઈ રીતે કામ થશે તે માટે સર્વે આરંભી દેવામાં આવ્યો છે.

Clean Gandhidham Survey

શહેરીજનોનો સહયોગ જરૂરી
આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ ઈશિતાબેન ટીલવાણી, ઉપપ્રમુખ બળવંત ઠકકરે કહયું હતું કે, નગરપાલિકાના પુરતા પ્રયાસો કરે છે. પણ શહેરીજનો સાથ ન હોવાથી સફાઈના પ્રશ્નો છે. લોકોએ પણ પાલિકાને પુરતો સાથે આપે તો જ કામગીરી થઈ શકે તેમ છે. અન્યથા પાલિકા એકલા હાથે સફાઈ માટે સક્ષમ નથી.

ત્વરિત કામગીરી શરૂ કરવા સહમતિ
ચેમ્બરના મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યુ હતું કે , શહેર સાફ હશે તો સ્માર્ટ સીટીનો દરજ્જો પ્રાપ્ત થશે અને તેનાથી નાગરિકોની પ્રતિષ્ઠા પણ ઉજ્જવળ બનશે. આ માટે ચેમ્બર દરેક જવાબદારોને જાગૃત કરવાનો આ પ્રયાસ કર્યો છે. બેઠકમાં ચેમ્બર પ્રમુખ તેજાબાઈ કાનગડ પદાધિકારીઓ જોડાયા હતા. સર્વે પુર્ણ થતાં જ વધુ એક બેઠક મળશે અને ત્વરિત આ કામગીરી શરૂ કરી દેવામાટે સહમતી સધાઈ છે.

આ પણ વાંચો : EXPRESSWAY એ ગામના ભાગલા પાડ્યા, વાંચો સટીક અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
administrative systemClean CityClean GandhidhamClean GujaratClean IndiaGandhidhamGandhidham Chamber of CommerceGandhidham MunicipalityGandhidham newsGujaratGujarat FirstGujarati NewsindoreKandla PortKutchKutch newsMundra PortPilot projectSmart citysurvey
Next Article