Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડભોઇ નગરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓનો સપાટો

અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓ અને લારી ગલ્લાના વેપારીઓ દ્વારા અખાઘ ચીજવસ્તુઓનું વેચાણ કરી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોય છે. તે અટકાવવા માટે ' ફુડ એન્ડ...
ડભોઇ નગરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓનો સપાટો

અહેવાલ - પીન્ટુ પટેલ, ડભોઇ

Advertisement

દિવાળીનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે ત્યારે ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓ અને લારી ગલ્લાના વેપારીઓ દ્વારા અખાઘ ચીજવસ્તુઓનું વેચાણ કરી સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોય છે. તે અટકાવવા માટે ' ફુડ એન્ડ ડ્રગ્સ ' વિભાગના ઓફિસરની સૂચનાથી ' ડભોઈ નગરમાં ભેળસેળ યુક્ત ખાદ્ય ચીજવસ્તુઓનું થતું વેચાણ અટકાવાના હેતુથી બે દિવસથી સઘન ચેકિંગ હાથ ધરી સેમ્પલો લીધાં હતાં. અને જે સ્થળો ઉપરથી અખાદ્ય ચીજવસ્તુઓ મળી આવી હતી. તે જપ્ત કરી સ્થળ ઉપર નાશ કરાયો હતો. આ સઘન ચેકિંગ હાથ ધરાતાં કેટલાક લેભાગુ અને લાલચુ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. નગરમાં ફરસાણ, સ્વીટ, દૂધ, ચાઈનીઝ, પાઉભાજી, પાણીપૂરી, ભજીયાં જેવી ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા કેટલાક દુકાનદારો તો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતાં હાટડીઓ નોકરોને સોપી સ્થળ ઉપરથી ફરાર થઇ ગયેલ જોવા મળ્યા હતાં અને નાશભાગના દ્રશ્યો સર્જાયા હતાં.

સ્થળ ઉપર જ ટેસ્ટીંગ હાથ ધરાયું

Advertisement

ડભોઇ નગરમાં છેલ્લા કેટલાય સમયથી અખાદ્ય અને ભેળસેળયુક્ત વસ્તુઓનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ વધી રહ્યું હતું. જે બાબતને ધ્યાને લઈને ' ફુડ એન્ડ ડ્રગ્સ ' વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી ડભોઇ નગરની અંદર ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. એટલું જ નહીં પરંતુ બીજે દિવસની મુહિમમાં ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ફ્રુડ સેફટી વ્હીકલ દ્રારા સ્થળ ઉપર જ ખાદ્ય ચીજવસ્તુઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન જે પણ અખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી, તેનો તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર જ નાશ કરી દેવામાં આવ્યો હતો.

રાત્રિ દરમ્યાન પ્રથમ વખત ચેકિંગ હાથ ધરાયું

Advertisement

છેલ્લા કેટલાય સમયથી ' ફૂડ એન્ડ ડ્રગ્સ ' વિભાગ દ્વારા માત્ર દિવસ દરમિયાન જ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હતી. જેથી રાત્રિ દરમ્યાન ધમધમતી ખાધય ચીજવસ્તુઓના વેપારીઓ વધુ કમાણી કરી લેવા બેફામ બની ભેળસેળયુક્ત હલકી ગુણવત્તાના ખોરાકનું વેચાણ કરી રહ્યા છે. પરંતુ જાગૃત નાગરિકોએ આ અંગે જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું. જેથી આ વર્ષે ' ફૂડ એન્ડ ડ્રગ્સ ' વિભાગની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન પણ ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો - હાટડીઓમાં ખાસ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં કેટલાક પાસે તો ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટેનું લાયસન્સ પણ ન હતું, તેવા વેપારીઓને અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, ટૂંક સમયમાં લાયસન્સ કઢાવી લે નહીં તો દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ચા-કોફીની પ્રસિધ્ધ દુકાનોમાં પણ ચેકિંગ

નગરમાં ધમધમતી ચા-કોફીનું વેચાણ કરતી દુકાન વડોદરી ભાગોળ વિસ્તારમાં શરૂ થયેલ છે. જ્યાં અગાઉ પણ ડભોઇ નગરપાલિકાએ ગુમાસ્તાધારાનુ લાયસન્સ ન હોવા બાબતે દુકાનદારને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ આજરોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં ખાદ્યચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટેનું લાયસન્સ પણ આ દુકાનદાર પાસે ન હોવાની હકીકત બહાર આવી હતી. આ દુકાનમાં અધિકારી રાઠવા સાહેબે અને ગોહિલ સાહેબે તાત્કાલિક સઘન ચેકિંગ કર્યું હતું અને જેમાં દૂધ સહિતની કેટલીક અખાદ્ય ચીજ વસ્તુઓ જણાતાં તાત્કાલિક સ્થળ ઉપર જ નાશ કરી દેવામાં આવ્યો હતો અને કડક કાર્યવાહી હાથ ધરી હતી.

૭૦ ઉપરાંત દુકાનોમાં તપાસ- ટેસ્ટીગ

ડભોઈ નગરીમાં વડોદરા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વાર બે દિવસ દરમિયાન ૭૦ ઉપરાંત દુકાનો ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું અને શંકાસ્પદ જણાતી ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાંથી સેમ્પલ લઇને સેમ્પલોને લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત યોગ્ય ન જણાતા વેપારીઓને સૂચનો પણ કર્યા હતા અને અખાદ્ય ચીજ વસ્તુઓનું સ્થળ પરત નિકાલ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ મહત્વની વાત એ છે કે ડભોઇ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા રાત્રી સમયે સપાટો બોલાવ્યો હતો .

આ પણ વાંચો - “રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણી રૂપે રાજકોટ ખાતે “આયુષ મેળો” યોજાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.