Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં ત્રિપલ મર્ડરની ઘટના, તપાસ માટે SITની રચના, બંને આરોપી રાઉન્ડ અપ કરાયા

સુરતમાં ફરી એક વખત હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.કાપડ ઉદ્યોગ ને હચમચાવી નાખે એ રીત ની ઘટના બની છે એક બે નહીં પરંતુ એક સાથે ત્રણ હત્યા થઇ છે. સુરત ના અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીયલ કારખાનામાં મારામારીની ઘટના બાદ કારખાનાના માલિક સહિત ત્રણની હત્યા કરી કારીગરો ફરાર થઈ ગયા હતા. સુરત શહેરમાં ત્રિપલ મર્ડરના બનાવ અંગેની કાપડ ઉદ્યોગમાં જાણ થતાં સમગ્ર સુરત ના કાપડ ઉદ્યોગકારો માં ભયનો
સુરતમાં ત્રિપલ મર્ડરની ઘટના  તપાસ માટે sitની રચના  બંને આરોપી રાઉન્ડ અપ કરાયા
સુરતમાં ફરી એક વખત હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.કાપડ ઉદ્યોગ ને હચમચાવી નાખે એ રીત ની ઘટના બની છે એક બે નહીં પરંતુ એક સાથે ત્રણ હત્યા થઇ છે. સુરત ના અમરોલીના અંજની ઇન્ડસ્ટ્રીયલ કારખાનામાં મારામારીની ઘટના બાદ કારખાનાના માલિક સહિત ત્રણની હત્યા કરી કારીગરો ફરાર થઈ ગયા હતા. સુરત શહેરમાં ત્રિપલ મર્ડરના બનાવ અંગેની કાપડ ઉદ્યોગમાં જાણ થતાં સમગ્ર સુરત ના કાપડ ઉદ્યોગકારો માં ભયનો માહોલ જોવા મળ્યો હતો,સાથે જ અમરોલી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.બનાઉની જાણ પોલીસ ને થતા ઉચ્ચ અધિકારી નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને તપાસ શરૂ કરી હતી,.ત્યારે મર્ડરની આ ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
DCP હર્ષદ મહેતાના જણાવાયા અનુસાર સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ અંજની ઇન્ડસ્ટ્રીયલ માં આવેલ વેદાંત ટેક્સો નામના કારખાનામાં આજરોજ મારામારીની ઘટના સર્જાઇ હતી. કારખાના માલિકે કારીગરને નોકરી પરથી છૂટો કરી દેતા મારા મારી કરી હતી.આ હુમલામાં કારખાનાના માલિક કલ્પેશભાઈ ઉપર કારીગરે ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો ત્યારે તેમને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના મામા ઘનશ્યામ ભાઈ વચ્ચે આવતા તેમના ઉપર પણ કારીગરે હુમલો કર્યો તેમજ ઘટના સ્થળે ઉપસ્થિત તેમના પિતા ધનજીભાઈ ને પણ કારીગરે ચપ્પુના ઘા ઝીંક્યા હતા. ઘટના બાદ ત્રણેને કિરણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે તે પહેલા જ તેઓ મોતને ભેટ્યા હતા.
ઘટના બનતા ગણતરીના કલાકોમાં અમરોલી વિસ્તાર માં બનેલ ટ્રિપલ મર્ડર ઘટના માં પોલીસે બે આરોપી ની અટકાયત કરી હતી,તમામ ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી,ગણતરી ના કલાકો માં સીસી ટીવી માં દેખાતા બે લોકો ની અટકાયત કરવામાં આવી પોલીસે સમગ્ર મામલે તાપસ હાથ ધરી બે માંથી એક આરોપી જુવેનાઇલ હોવાનું પણ સામે આવ્યું હતું,10 દિવસ પહેલા કારીગરો કામે લાગ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું,કારોગરો રાત્રીના 8 થી સવાર ના 8 સુધી કામ કરતા રોજના સમય પ્રમાણે કારખાના ના માલિક કારખાને પહોંચ્યા તે દરમ્યાન કારીગર સૂતો હતો,જેથી તેને સુવા બાબતે ઠપકો આપતા મામલો ગરમાયો હતો,જેથી તેની અદાવત રાખી કારીગર દ્વારા કારખાને ના માલિક ની હત્યા કરી દેવામાં આવી હતી.
રાત્રી દરમ્યાન 4 લોકો કામ કરતા હતા જેમાંથી બે લોકો એ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવાર સહિત અન્ય સગા સંબંધીઓ ખાનગી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા કાપડ ઉદ્યોગકારો પણ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને હત્યાનો ગુનો દાખલ કરી ભાગી છુટેલા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બનેલ ત્રીપલ મર્ડરની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જેમાં બે કારીગરો હુમલો કરતા દેખાઈ રહ્યા છે. એક લોખંડના સળિયા વડે તો બીજો એક કારીગર ચપ્પુના ચાર થી પાંચ ઉપરાં છાપરી ઘા ઝીંકી બંને કારીગરો ભાગો નીકળ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત સ્થળ પર જ ઢળી પડ્યો હતો. દિન દહાડે શહેરમાં બનેલી ત્રિપલ મર્ડરની ઘટનાને પગલે શહેરમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.
સમગ્ર ઘટના ને લઈ મીટીંગો નો દોર શરૂ થયો હતો,ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ સાથે તેમજ ઉદ્યોગકારો સાથે મિટિંગ યોજાઇ હતી. ટ્રીપલ મર્ડર માં કમિશનરે કચેરી ખાતે યોજાયેલી મીટીંગ સમાપ્ત થયા બાદ મીટીંગ માં થયેલી ચર્ચા અંગે ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે આ પ્રકાર ની ઘટના ફરી ના બને એ માટે ગૃહ મંત્રી એ પોલીસ ને સૂચના આપી છે.સાત દિવસમાં આ ઘટના માં ન્યાય મળશે ,આ ઘટના માં હથિયારા ઓને સજા થશે એવી બાહેધારી આપવામાં આવી છે,આવા પ્રકાર ના ગુનેગારો ને સજા કરાશે,વેપારીઓમાં રોષ છે પરંતુ પોલીસ તાત્કાલિક કામે લાગી છે સાથે જ આ ઘટના ફાસ્ટ ટ્રેક કોર્ટ માં કેસ ચલાવી સરકારી વકીલ થી લઇ તમામ વ્યવસ્થા ગોઠવાશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.