Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બેંગ્લોરના યશવંતપુરામાં ચોરી કરી નાસી છૂટેલા આરોપીને સુરત પોલીસે ઝડપ્યો

સુરતની (Surat) સારોલી પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન બેંગ્લોરના યશવંતપુરામાં ચોરી કરી નાસી છૂટેલા આરોપીને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મામલે બેંગ્લોર પોલીસને (Bangalore Police) પણ જાણ કરવામાં આવી છે. ચોરી કરી ફરાર થઇ જતા આરોપીઓ અવાર નવાર બહાર ના રાજ્યમાંથી ચોરી કરી ગુજરાત (Gujarat) આવી કામધંધો શરૂ કરી દેતા હોવાની અનેકો ઘટના સામે આવે છે. તેવામાં દાહોદ (Dahod) જિલ્લાનો વતની મ
બેંગ્લોરના યશવંતપુરામાં ચોરી કરી નાસી છૂટેલા આરોપીને સુરત પોલીસે ઝડપ્યો
સુરતની (Surat) સારોલી પોલીસ વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન બેંગ્લોરના યશવંતપુરામાં ચોરી કરી નાસી છૂટેલા આરોપીને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરી છે. આ મામલે બેંગ્લોર પોલીસને (Bangalore Police) પણ જાણ કરવામાં આવી છે. ચોરી કરી ફરાર થઇ જતા આરોપીઓ અવાર નવાર બહાર ના રાજ્યમાંથી ચોરી કરી ગુજરાત (Gujarat) આવી કામધંધો શરૂ કરી દેતા હોવાની અનેકો ઘટના સામે આવે છે. તેવામાં દાહોદ (Dahod) જિલ્લાનો વતની માજુ ભુરિયા બેંગ્લોરના યશવંતપુરા ખાતે રહેતો હતો. દિવસ દરમ્યાન ઘરની રેકી કરી રાત્રી ના સમયે દરવાજાના લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા દાગીનાની ચોરી કરતો હતો. તેમની સાથે એક ગેંગ પણ હતી
નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપાયો
બેંગ્લોરના યશવંતપુરામાં 40 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તે દરમ્યાન સારોલી પોલીસને બાતમી મળી હતી કે બેંગ્લોરના યશવંતપુરા ખાતે ચોરી કરી ભાગેલો આરોપી નિયોલ ચેકપોસ્ટ પાસેથી પસાર થશે. તે દરમ્યાન પોલીસે નિયોલ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી માજુ વરસિંગ પુનિયાને ચોરી નવા મુદામાલ સાથે ઝડપી પાડી ધરપકડ કરી હતી.
ગુનાની કબુલાત
આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે તે અને તેમની ટિમ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવે છે. અગાઉ એક વર્ષ પહેલા પણ બેંગ્લોરના યશવંતપુરામા 40 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરી હતી. હાલ પોલીસે 40 લાખથી વધુના મુદામાલ સાથે આરોપી માજુ પુનિયાની ધરપકડ કરી હતી સાથે જ તેમના ગેંગ ના સભ્યો છગન ભુરિયા, મજીદ ભુરિયા અને ભીમા ભાભોરને વોન્ટેડ જાહેર કરી બેંગ્લોર પોલીસને જાણ કરી હતી.
શું કહ્યું પોલીસે?
આ મામલે ACP પટેલે જણાવ્યું હતું કે, સારોલી પોલીસે ગુપ્ત બાતમીના આધારે બેંગ્લોર શહેરના યશવંતપુરા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરી રૂ. 40.32 લાખના મુદ્દામાલના સોનાના ઘરેણાં સાથે એક ઈસમને સારોલી પોલીસે ઝડપી પાડેલ છે. આ આરોપીએ પુછપરછમાં ગત મહિને તા. 23 અને તા. 27 એમ બે દિવસે જુદાં-જુદાં ઘરમાં ચોરી કરી અને 40.32 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ મુદ્દામાલ પોલીસે હસ્તગત કરેલ છે અને આ બાબતે આરોપીની ઉંડાણપૂર્વક પુછપરછ કરતા પોતે સવા વર્ષ અગાઉ આ જ યશવંતપુરા વિસ્તારમાં રૂ. 50 હજાર જેટલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આરોપી ગરબાડા પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાઈ ચુક્યો છે. આ મામલે બેંગ્લોર સીટી પોલીસને જાણ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.