સુરતમાં ઘરેલું હિંસાના કેસમાં ચોંકાવનારા આંકડા આવ્યા સામે
સુરતમાં ઘરેલું હિંસાના કેસમાં વધારોસખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સરસ કામગીરી સખી વન સ્ટોપ સેન્ટરમાં જ નોંધાયેલા કિસ્સાથી ચિંતામહિલા ઉત્પીડનના મામલામાં સતત વધારોસુરતમાં ચાર વર્ષમાં ઘરેલું હિંસાના 736 સહિત 1185 કેસછેલ્લા ચાર વર્ષમાં પ્રેમ સંબંધ દગો મળવાના 115 કેસભુલા પડવાના 67, માનસિક તકલીફના 25 કેસઘરેથી ભાગવાના 66 કેસપતિએ છોડી દીધાના 22 કેસછેતરપિંડી (વાયદો કરી દો આપાવા)ના 23 કેસપોક્સોના 4 à
- સુરતમાં ઘરેલું હિંસાના કેસમાં વધારો
- સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા સરસ કામગીરી
- સખી વન સ્ટોપ સેન્ટરમાં જ નોંધાયેલા કિસ્સાથી ચિંતા
- મહિલા ઉત્પીડનના મામલામાં સતત વધારો
- સુરતમાં ચાર વર્ષમાં ઘરેલું હિંસાના 736 સહિત 1185 કેસ
- છેલ્લા ચાર વર્ષમાં પ્રેમ સંબંધ દગો મળવાના 115 કેસ
- ભુલા પડવાના 67, માનસિક તકલીફના 25 કેસ
- ઘરેથી ભાગવાના 66 કેસ
- પતિએ છોડી દીધાના 22 કેસ
- છેતરપિંડી (વાયદો કરી દો આપાવા)ના 23 કેસ
- પોક્સોના 4 અને અન્ય ઝઘડાના 88 કેસ નોંધાયા છે
સુરતમાં ઘરેલું હિંસાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જોકે, કોરોનાકાળ બાદ મહિલાઓ પર ઘરેલું હિંસાના ચોંકાવનારા આંકડા સામે આવતા સરકાર દ્વારા કેટલીક સંસ્થાનું ગઠન કરવામાં આવ્યું હતું.
શહેરમાં હાલ ઘરેલું હિંસાના કેસમાં ચોંકાવનારો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ પર થતી હિંસાના કેસમાં 40 ટકા જેટલો વધારો થયો હોવાનો ખુદ સરકારી સંસ્થાઓ જણાવી રહી છે. મહિલા હેલ્પલાઇન અભયમને આવેલા કોલના ડેટાનું વિશ્લેષણ કર્યાં બાદ સમાજ માટે ચિંતાજનક બાબતો સામે આવી છે. જેના કામે સરકારી સંસ્થાઓ દ્વારા પીડિત મહિલાઓની મદદ કરવામાં આવી રહી છે.
સુરતમાં મહિલાઓની સુરક્ષા માટે બનેલા સખી વન સ્ટોપ સેન્ટર યોજનાની જાણકારી સુરત જિલ્લાની મહિલાઓ સુધી પહોંચે તે માટે વિવિધ કાર્યક્રમો થકી જાગૃતા લાવવાના રાજ્યભરમાં પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જ્યારે પીડિત મહિલાઓને ન્યાય મળે એ માટે અનેક કાર્યક્રમો પણ થઈ રહ્યા છે. ઘરેલુ હિંસા, ખાનગી સંસ્થા, અનૈતિક દેહ વ્યાપાર, જાતિય સતામણી, ડાકણપ્રથાનો ભોગ બનેલી મહિલાઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર આશીર્વાદ સમાન છે.
સુરતનું સખી વન સ્ટોપ સેન્ટર અનોખુ સેન્ટર છે. જેમાં પીડિત અને સમાજથી કંટાળેલી મહિલાઓને તાત્કાલિક તબીબી સારવાર, અશ્રીય, કાયદાકીય સહાય તથા પરામર્શ જેવી સેવાઓ આ સેન્ટરમાં પુરી પાડવામાં આવે છે. જેના માટે વિવિધ ખંડો પણ આ સેન્ટરમાં બનવામાં આવ્યા છે. જોકે, તાજેતરમાં જ દેશભરમાં મહિલા દિવસની ઉજવણી કરી મહિલાઓને સન્માન આપવા સાથે મહિલા ઉત્થાનની મોટી-મોટી વાતો કરવામાં આવી હતી. જોકે, આટલા વર્ષો પછી પણ મહિલાઓ અત્યાચારનો ભોગ બની રહી હોવાના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવ્યાં કરે છે. પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓ કંઈ હદે હિંસા અને અત્યાચારનો ભોગ બની રહી છે, તેની સાબિતી મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરત સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટરમાં નોંધાયેલા કૈસના આંકડાઓ આપી રહ્યા છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં છેલ્લા ચાર વર્ષથી કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં મહિલા સંબંધિત 1185 કેસ નોંધાયા છે, જેમાં 736 કેસ તો ફક્ત ઘરેલુ હિંસાના જ છે. ઘરેલુ હિંસાના કેસમાં સાસરીયાના ત્રાસની સાથે પતિ દ્વારા દારુના વ્યસનને લઈ ગુજારવામાં આવતો ત્રાસ તેમના થકી થતી મારપીટ જેવા કારણો સૌથી વધુ હોય છે. ઘરેલુ હિંસાના 736 કેસ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટરમાં છેલ્લા ચાર વર્ષમાં પ્રેમ સંબંધ દગો મળવાના 115, ભુલા પડવાના 67, માનસિક તકલીફના 25, ઘરેથી ભાગવાના 66, પતિએ છોડી દીધાના 22, છેતરપિંડી વાયદો કરી દો આપાવાના 23, પોક્સોના 4 અને અન્ય ઝઘડાના 88 કેસ નોંધાયા છે.
આ તમામ કેસમાં સખી વન સ્ટોપના સંચાલક મમતા કાકલોટર તમામ પીડિત મહિલાઓની સમસ્યા તેમને થતી પીડા તથા તેમના પર થતાં અત્યાચારના કેસ આ તેમને ન્યાય અપવવાની કામગીરી કરે છે. જેમાં 80% કેસમાં સોલ્યુશન આવી જાય છે. જોકે 20% માં પોલીસની મદદ લઈ કાયદાકીય કાર્યવાહી પણ કરવી પડે છે.
આ પણ વાંચો - બોર્ડની પરીક્ષા આપતો વિદ્યાર્થી ઝવેલર્સમાં થયેલી સાડા ચાર લાખની લૂંટમાં હતો શામેલ, બીજો આરોપી પણ સગીર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement