Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં ડ્રગ્સ મામલે રાજનીતિ થઈ રહી છે તેનું મને દુઃખ : હર્ષ સંઘવી

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે કહ્યું કે ગુજરાતમાં ડ્રગ્સ મામલે રાજનીતિ થઈ રહી છે તેનું મને દુઃખ છે.  ડ્રગ્સ નેટવર્ક સામે કામગીરી કરતા પહેલા સિનિયર પોલીસ અધિકારીઓએ  ચેતવ્યો હતો તેમ પણ તેમણે કહ્યું હતું.  તેમણે  પોલીસ ગ્રેડ પે મામલે કહ્યું કે અલગ અલગ રાજ્યોમાં આટલા ટકાનો વધારો એક સાથે ક્યારેય નથી થયો.હર્ષ સંઘવીએ સુરત કલેકટર કચેરી ખાતે પત્રકારોને સંબોધન કર્યું હતું , જેમà
ગુજરાતમાં ડ્રગ્સ મામલે રાજનીતિ થઈ રહી છે તેનું મને દુઃખ   હર્ષ સંઘવી
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ શનિવારે કહ્યું કે ગુજરાતમાં ડ્રગ્સ મામલે રાજનીતિ થઈ રહી છે તેનું મને દુઃખ છે.  ડ્રગ્સ નેટવર્ક સામે કામગીરી કરતા પહેલા સિનિયર પોલીસ અધિકારીઓએ  ચેતવ્યો હતો તેમ પણ તેમણે કહ્યું હતું.  તેમણે  પોલીસ ગ્રેડ પે મામલે કહ્યું કે અલગ અલગ રાજ્યોમાં આટલા ટકાનો વધારો એક સાથે ક્યારેય નથી થયો.
હર્ષ સંઘવીએ સુરત કલેકટર કચેરી ખાતે પત્રકારોને સંબોધન કર્યું હતું , જેમાં તેમણે ગુજરાત સહિત દેશભરમાં ચાલી રહેલા ડ્રગ્સ નેટવર્ક ને લઈને અગત્યની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર દેશમાં ડ્રગ્સ વિરોધી કરવામાં આવી રહેલ કામગીરી બાબતે પણ ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચને અભિનંદન આપ્યા હતા. 
પત્રકારોને સંબોધન કરતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સ દુનિયાભરના દેશોમાં એક ફેશન સ્ટેટમેન્ટ બની ચૂક્યું છે. તેની સામે ભારતમાં પણ ડ્રગ્સનું ફેશન દુનિયાની સરખામણી એ ખૂબ કંટ્રોલમાં છે.  રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ જે પ્રમાણે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તે ખૂબ સરાહનીય છે. ગુજરાત પોલીસ અને એટીએસ દ્વારા 6500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડવાની કામગીરી દેશની વિવિધ એજન્સી જોડે મળીને પાર પાડવામાં આવી છે. આ કામગીરી બાબતે ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત એટીએસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચ ને અભિનંદન પણ આપ્યા હતા. 
તેમણે જણાવ્યું કે, આજે રૂબરૂ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને મળીને તેમને અભિનંદન આપ્યા છે તેમજ ટેલિફોન દ્વારા એટીએસને પણ અભિનંદન આપ્યા છે. કલકત્તાના પોર્ટ પરથી ગુજરાત એટીએસની મદદથી 39 કિલોગ્રામ ડ્રગ્સ 280 કરોડ રૂપિયાનું DRI દ્વારા પકડી પડવામાં આવ્યું હતું. ગુજરાત એટીએસ માત્ર ગુજરાત નહીં દેશની અલગ અલગ સીમાઓ પર જઈને ડ્રગ્સ નેટવર્ક તોડવાની ખૂબ મોટી કામગીરી કરી રહી છે.
તેમણે કહ્યું કે  છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસે પાકિસ્તાન બોર્ડર પર હલ્લા બોલ બોલાવ્યો છે. ડ્રગ્સ માફિયાઓ ગોળીઓનો સામનો કરીને પણ કામગીરી કરી છે. ગુજરાતની ધરતી અને ગુજરાત પોલીસને બદનામ કરવા અનેક રાજનૈતિક સ્ટંટ કરવામાં આવ્યા હતા. જેમણે જીવનમાં કોઈ દિવસ સાહસ ના કર્યું હોય એવા લોકો પણ ગુજરાત અને ગુજરાત પોલીસને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એવા લોકો ને કાલે ગુજરાત પોલીસે સણસણતો જવાબ આપ્યો છે. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં કામગીરી કરી છે. સ્વાભાવિક પણે જે રાજ્યમાં જેની સરકાર હોય ને ડ્રગ્સ નેટવર્ક તૂટે તો ડ્રગ્સ વિરોધી લોકો ખુશ થાય છે અને ડ્રગ્સનું નેટવર્ક તૂટવાથી સરકાર તેમને અભિનંદન આપે છે પરંતુ આટલી સારી કામગીરી બાબતે પણ કેટલાક લોકોને પેટમાં દુઃખે છે. એટલે આવા લોકો કે જેમને દુઃખ થાય છે તે લોકો અંગે વિચારવાની જરૂર છે. 
 હર્ષ સંઘવીએ કહ્યું કે, આ ડ્રગ્સના પૈસાનો ઉપયોગ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં શેના માટે થાય છે તે આપણે સૌ જાણીએ છીએ. પરંતુ આપણે એ વાતનું ધ્યાન રાખવાનું કે, ડ્રગ્સ ડીલરોને ફાયદો થાય તેવા ગુણ ગાવા વાળા લોકો સાવચેત થઈ જવું જોઈએ. ગુજરાત પોલીસ અને સરકારની આ લડાઈ યુવાઓનું ભવિષ્ય ઉજ્જવળ કરવા માટે છે અને ભવિષ્યમાં પણ ડ્રગ્સ સામેની આ લડાઈ હજુ આગળ વધારીશું.
તેમણે કહ્યું કે  નવી દિલ્હીમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ સાથે મળીને ગુજરાત પોલીસ અને એટીએસ દ્વારા ચાર કિલો થી વધુ ડ્રગ્સ પકડયું છે. આ કેસમાં વહાદુલલ્હા ખાન જે પકડાયો છે તે અફઘાની નાગરિક છે. ગુજરાત પોલીસની બાતમીને આધારે દિલ્હી પોલીસે આ ઓપરેશન કર્યું હતું અને માત્ર ચાર કિલો ડ્રગ્સની સામે દિલ્હી પોલીસને 1000 કરોડનું ડ્રગ્સ વધુ મળી આવ્યું હતું. ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ ગેંગના સભ્યોની અટકાયત કરાઇ છે. સૌથી મોટું ડ્રગ્સનું નેટવર્ક પંજાબની જેલમાંથી બગ્ગા ખાનની ગેંગ ઓપરેટ કરતી હતી. જે પણ ગુજરાત પોલીસની બાતમીને આધારે ખુલ્લું પડ્યું હતું. આ બાબતે પંજાબ પોલીસે ગુજરાત પોલીસનો આભાર પણ માન્યો છે. ગુજરાત દેશભરના યુવાઓનું સપનું પૂરું કરવા વાળું રાજ્ય છે અને સૌથી વધુ રોજગાર આપવા વાળું રાજ્ય પણ ગુજરાત જ છે. આ રાજ્યને બદનામ કરવાની અલગ અલગ રીતે કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ જે લોકો ગુજરાતને બદનામ કરવા માંગે છે, તેમણે દેશભરના ડ્રગ્સના આંકડા સાથે ગુજરાતના આંકડાનું મૂલ્યાંકન કરવું જોઈએ. ત્યારબાદ જ ગુજરાત પર પ્રહાર કરવા જોઈએ. તમામ લોકો એ ડ્રગ્સ પર રાજનીતિ કરનારા લોકોને ઓળખીને સબક શીખવાડવો જોઈએ. અલગ અલગ રાજ્યોમાં જ્યાં જેમની સત્તા છે ત્યાંની સરકારે ડ્રગ્સ પકડ્યુ નથી એટલે તેમની સરકારમાં ડ્રગ્સની કામગીરીના આંકડા દેખાતા નથી. અહીંયા ગુજરાત સરકાર અને પોલીસ સાથે મળીને કામગીરી કરે છે એટલે આંકડા દેખાય છે અને આવનારા દિવસોમાં અમે લોકો ડ્રગ્સ પકડવાની કામગીરી ને હજુ ઝડપી બનાવવાના છે. ગુજરાત પોલીસને ઘણી માહિતી મળી રહી છે એટલે આ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા જે પોલીસની કામગીરી બાબતે રિવોર્ડ પોલિસી અપનાવવામાં આવી છે તેને જોઈને ગુજરાતની રિવોર્ડ પોલિસી ને અન્ય રાજ્યો પણ અપનાવવા માંગે છે.
ગ્રેડ પે બાબતે હર્ષ સંઘવીને સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ગ્રેડ પે ના આધારે દર મહિને મળતો પગારની રકમ કઈ રીતે વધે તે મહત્વનું છે. લોકોએ ચેક કરવાની જરૂર છે કે સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં આટલા ટકાનો વધારો એક સાથે ક્યારેય નથી થયો અને બીજી વાત કે આ મુદ્દો રાજનીતિ કરવા માટેનો નથી. રાજનૈતિક લોકો ગુજરાત પોલીસના ભોલાભાલા સ્ટાફને ખોટી દિશામાં લઈ જવાના પ્રયત્નો કરી રહ્યા છે. ગુજરાત સરકાર પોલીસની નાનામાં નાની સમસ્યા દૂર કરવા માટે પણ કટિબદ્ધ છે. પોલીસ વિભાગના જે વિષયો છે, જે પ્રશ્નો છે એ બાબતે પોલીસ અને સરકાર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પગાર વધારવા માટે એફિડેવિટનો જે વિષય છે તે બાબતે કેટલાક લોકોએ રિસર્ચ કરવું જરૂરી છે. રાજ્યમાં જે પણ જગ્યાએ કોઈ પણ સંસ્થામાં પગાર વધારો કરવામાં આવે ત્યારે એફિડેવિટ કરવામાં આવતી હોય છે. અત્યાર સુધી પોલીસ વિભાગમાં આ પ્રકારની કોઈપણ એફિડેવિટનો સમાવેશ થતો ન હતો. પરંતુ આ પેકેજ જાહેર કરાયા બાદ ગુજરાત પોલીસ વિભાગમાં સૌપ્રથમ વખત એફિડેવિટનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જોકે પોલીસ વિભાગમાં આ બાબતે અસંતોષ જોતા એફિડેવિટ કાઢવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે અને જે બાબતે નાણાં વિભાગને રજૂઆત પણ કરવામાં આવી છે. અને આખરી મંજૂરી નાણા વિભાગ દ્વારા આપવામાં આવશે. જો નાણાં વિભાગ એફિડેવિટ હટાવવા જણાવશે તો અમે ચોક્કસપણે પોલીસના પગાર વધારામાંથી એફિડેવિટ હટાવી દઈશું.
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી બન્યા બાદ ડ્રગ્સના નેટવર્ક પર કામગીરી કરતા પહેલા મને કેટલાક સિનિયર પોલીસ અધિકારીઓએ ચેતવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સાહેબ આ ચૂંટણીનું વર્ષ છે, અન્ય પાર્ટીઓ આને ચૂંટણીનો મુદ્દો બનાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક મને વિશ્વાસ હતો કે, ડ્રગ્સ મુદ્દે ગુજરાતમાં ક્યારેય રાજકારણ ન થઈ શકે. પરંતુ આજે મને એ વાતનું દુઃખ થાય છે કે, મારા ગુજરાતમાં ડ્રગ્સ મુદ્દે રાજકારણ થઈ રહ્યું છે અને અનુભવી પોલીસ અધિકારીઓની વાત સાચી પડી રહી છે. છતાં પણ હું ડ્રગ્સ સામેની લડાઈને આગળ વધારીશ અને  ગુજરાત પોલીસના અનુભવને આધારે આ લડાઈ હજુ ચાલશે.
Advertisement
Tags :
Advertisement

.