Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડો.અતુલ ચગને આપઘાત કરવા મજબૂર કરનારાની ધરપકડ કરવા માગ

લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડોક્ટર અતુલ ચગની આપઘાતની ઘટનાને લઈને લોહાણા સમાજના લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ડોક્ટર અતુલ ચગને આપઘાત કરવા માટે મજબૂર કરનારા ઇસમોની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માગને લઈને સુરત (Lohana samaj)માં લોહાણા સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.સુરતનો લોહાણા સમાજ રસ્તા પર ઉતર્યોલોહાણા સમાજના અગ્રણી અને વેરા
ડો અતુલ ચગને આપઘાત કરવા મજબૂર કરનારાની ધરપકડ કરવા માગ
લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડોક્ટર અતુલ ચગની આપઘાતની ઘટનાને લઈને લોહાણા સમાજના લોકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. ડોક્ટર અતુલ ચગને આપઘાત કરવા માટે મજબૂર કરનારા ઇસમોની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે તેવી માગને લઈને સુરત (Lohana samaj)માં લોહાણા સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.
સુરતનો લોહાણા સમાજ રસ્તા પર ઉતર્યો
લોહાણા સમાજના અગ્રણી અને વેરાવળ સોમનાથ પંથકના ડોક્ટર અતુલ ચગે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે આ મામલે ડોક્ટર અતુલ ચગને આપઘાત કરવા માટે મજબૂર કરનારા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માર્ગને લઈને સુરતનો લોહાણા સમાજ રસ્તા પર ઉતર્યો હતો. લોહાણા સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી છે.  
પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી થઈ રહી નથી
લોહાણા સમાજના આગેવાનોની માગણી છે કે, ડોક્ટર અતુલ ચગે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી અને તેમાં કેટલાક જવાબદાર તત્વોના નામ હોવા છતાં પણ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી થઈ રહી નથી. જેથી દક્ષિણ ગુજરાતના લોહાણા સમાજમાં આક્રોશની લાગણી છે અને સરકાર દ્વારા મામલે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને વેરાવળ પોલીસ તાત્કાલિક સમગ્ર મામલે ફરિયાદ નોંધી સ્યુસાઈડ નોટમા નામ દર્શાવવામાં આવે છે તે તમામ ઇસમોની ધરપકડ કરવામાં આવે તેવી માગણી સાથે લોહાણા સમાજે રેલી સ્વરૂપે સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે. જો આવેદનને લઈને સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો લોહાણા સમાજ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે અને ગાંધીનગર સુધી જશે તેવી પણ વાત લોહાણા સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.