Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મોબાઈલ ફોનના ઝઘડાની અદાવતમાં હત્યા, બે આરોપીઓને કરાયા ડિટેન

મોબાઈલ ફોનના કારણે પરિણીત યુવકની હત્યાચપ્પુના ઘા મારીને કરાઈ હત્યામોબાઈલ ફોનના ઝઘડાની અદાવતમાં હત્યાબે આરોપીઓને કરાયા ડિટેનએક મહિલાને પણ કરવામાં આવી છે ડિટેન સુભાષ નગરમાં ઝુંપડપટ્ટીમાં બન્યો બનાવરાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છેગુસ્સો અને ગુસ્સામાં કરવામાં આવેલું કાર્ય ઘણીવાર તમને ભારે પડી શકે છે. આવું જ કઇંક સુરતમાં બન્યું છે જ્યા સુરત શહેરના રાંદેર પોલીસની હદમાં માતા à
મોબાઈલ ફોનના ઝઘડાની અદાવતમાં હત્યા  બે આરોપીઓને કરાયા ડિટેન
Advertisement
  • મોબાઈલ ફોનના કારણે પરિણીત યુવકની હત્યા
  • ચપ્પુના ઘા મારીને કરાઈ હત્યા
  • મોબાઈલ ફોનના ઝઘડાની અદાવતમાં હત્યા
  • બે આરોપીઓને કરાયા ડિટેન
  • એક મહિલાને પણ કરવામાં આવી છે ડિટેન 
  • સુભાષ નગરમાં ઝુંપડપટ્ટીમાં બન્યો બનાવ
  • રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
ગુસ્સો અને ગુસ્સામાં કરવામાં આવેલું કાર્ય ઘણીવાર તમને ભારે પડી શકે છે. આવું જ કઇંક સુરતમાં બન્યું છે જ્યા સુરત શહેરના રાંદેર પોલીસની હદમાં માતા અને પુત્રએ મળીને યુવક ઉપર ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે. રાંદેર પોલીસે માતા પુત્રને ડિટેન કર્યા છે. ઘટના શહેરના સુત્રાષ નગરની ઝુપડપટ્ટીમાં બની હતી. 
શીતલ ટોકીઝ પાસે આવેલા સુભાષ નગરમાં રહેતા 45 વર્ષીય સગીર શબીર શેખનો મોબાઇલ ફિરોજ ઉર્ફે ચવલી એ લઈ લીધો હતો. જેથી ગત મોડી રાત્રે મૃતક સગીર શેખ ફિરોઝ પાસેથી મોબાઇલ માંગી રહ્યો હતો. ત્યારે આ બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો, ત્યારે ફિરોજની માતા શમીમ શેખ પણ ત્યાં આવી ગઈ હતી અને માતા પુત્ર મળીને સગીર શેખ સાથે ગાળાગાળી અને ઝઘડો કરવા લાગ્યા હતા. જોત જોતામાં ઝઘડો ઉગ્ર બની ગયો હતો ત્યારે આરોપી ફિરોજ ઉર્ફે ચવલી ચપ્પુ લઈને આવ્યો અને સગીર શેખના છાતીના ભાગે અને પેટના ભાગે જીવલેણ ઘા કરી તેની હત્યા કરી હતી. 
ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. રાંદેર પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને સ્થળ ઉપર જરૂરું તપાસ કરી સગીર શેખનો મૃતદેહ પોસ્ટ માર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. તેમજ આરોપી ફિરોજ ચવલી અને તેની માતા શમીમ શેખને હત્યાના આરોપમાં ડિટેન કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામનરા સગીર શેખની પત્ની સલીમુન શેખની ફરિયાદના આધારે પોલીસે આરોપી ફિરોઝ શેખ અને તેની માતા શમીમ શેખ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક હત્યાના ઉપરા છાપરી બનાવો બની રહ્યા છે. હાલમાં જ મહીધરપુરા પોલીસ મથકની હદ વિસ્તારમાં પ્રેમી દ્વારા દેહ વ્યાપારનો ધંધો કરતી પ્રેમિકાને લાકડાના ફટકા વડે માર મારી મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. દરમિયાન આ સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો અને વધુ એક બનાવમાં રાંદેર રોડ પર આવેલા શીતલ ટોકીઝ પાસે મોબાઈલના ઝઘડામાં માતા અને પુત્રએ મળીને એક યુવકની હત્યા કરી નાખી હતી.
Tags :
Advertisement

.

×