Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં મુકાયા હિટર

સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે અનોખી વ્યવસ્થા પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને વાઘના પાંજરામાં હિટર મૂકવામાં આવ્યાપશુઓ માટે આગનું તાપણું કરી ગરમાટો આપવાની વ્યવસ્થા કરાઇ સુરતનું તાપમાન 14.6 ડિગ્રીએ પહોંચ્યું છેલ્લા ત્રણ દિવસથી સુરત (Surat)નું તાપમાન 14.6 ડિગ્રીએ પહોંચ્યું છે. જેના કારણે શહેરમાં લોકો શીત લહેર અનુભવી રહ્યા છે. શહેરીજનો ઠંડીથી બચવા માટે પોત-પોતાની રીતે બ
સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પાંજરામાં મુકાયા હિટર
  • સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે અનોખી વ્યવસ્થા 
  • પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને વાઘના પાંજરામાં હિટર મૂકવામાં આવ્યા
  • પશુઓ માટે આગનું તાપણું કરી ગરમાટો આપવાની વ્યવસ્થા કરાઇ 
  • સુરતનું તાપમાન 14.6 ડિગ્રીએ પહોંચ્યું 
છેલ્લા ત્રણ દિવસથી સુરત (Surat)નું તાપમાન 14.6 ડિગ્રીએ પહોંચ્યું છે. જેના કારણે શહેરમાં લોકો શીત લહેર અનુભવી રહ્યા છે. શહેરીજનો ઠંડીથી બચવા માટે પોત-પોતાની રીતે બચાવ કરી રહ્યા છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તાર ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય (Zoo) ખાતે રહેતા પ્રાણીઓને પણ ઠંડીથી બચવા માટે ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

પ્રાણીઓને ઠંડી ન લાગે તે માટે અનોખી વ્યવસ્થા
સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ઠંડી ન લાગે તે માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે.આ અંગે ઝૂ ઇન્ચાર્જ હિના પટેલે જણાવ્યું હતું કે ઠંડી વધતા સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહ અને વાઘના પાંજરામાં હિટર મૂકવામાં આવ્યા સાથે જ પશુ ઓ માટે આગનું તાપણું કરી ગરમાટો આપવાની વ્યવસ્થા કરાઇ છે.ઋતુ બદલાતાં સાથે જ પ્રાણીઓનાં ડાયટ પ્લાનનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.હાલ સુરત શહેરમાં લોકો શીત લહેર અનુભવી રહ્યા છે. શહેરીજનો ઠંડીથી બચવા માટે પોત-પોતાની રીતે બચાવ કરી રહ્યા છે. પ્રાણીઓ પણ આ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યાં છે. રાજ્યમાં ધીમેધીમે શિયાળો જામી ગયો છે. ત્યારે સુરતના સરથાણા વિસ્તાર ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય ખાતે રહેતા પ્રાણીઓને પણ ઠંડીથી બચવા માટે ખાસ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે.
સુરત શહેરમાં શીતલહેર છવાઈ
સુરત શહેરમાં શીતલહેર છવાઈ રહી છે.રાજ્યભરમાં કાતિલ ઠંડીનો એહસાસ માનવીની સાથે પશુઓ અને પ્રાણીઓ પણ અનુભવી રહ્યાં છે.કડકડતી ઠંડી પડતી હોય ત્યારે મનુષ્ય તો ગરમ કપડાં અને તાપણા દ્વારા ઠંડીથી રક્ષણ મેળવી લે છે પરંતુ મૂંગા પશુ પક્ષી માટે તો વ્યવસ્થા કરી દેવાની જવાબદારી ઝૂ ના કર્મચારીની અને વનવિભાગની રહેતી હોય છે.
પાંજરામાં ઘાસ પણ પાથરવામાં આવ્યું
સુરતના સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. ઝૂમાં પ્રાણીઓ માટે હિટર મુકવામાં આવ્યા છે.શિયાળાથી રક્ષણ મળે તે માટે વસાણા આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ઠંડીથી રક્ષણ આપવા માટે પાંજરામાં ઘાસ પણ પાથરવામાં આવ્યું છે.સિંહ અને વાઘના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યા,ઠંડીના કારણે પ્રાણીઓની હાલત કફોડી થઈ ગઈ હતી. હાલ હીટરમાંથી ગરમ હવા મળતા ઝૂમાં હાજર પ્રાણીઓને ઠંડીથી રાહત મેળવશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.