Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત જિલ્લામાં ઔદ્યોગિક એકમોના કેમિક્લ યુક્ત પ્રદૂષણના કારણે સ્વાસ્થ્યને નુકશાન

સુરત જિલ્લાની સરકારી તિજોરીને મોટું નુકશાનઓલપાડ, કીમ પંથકમાં ઉદ્યોગોને કારણે સરકારી તિજોરીને ખોટઔદ્યોગિક એકમો દ્વારા જળાશયો, ખાડીઓમાં કેમિક્લ યુક્ત પ્રદૂષણના કારણે સ્વાસ્થ્યને નુકશાનસાથે જ ખેતીના પાકોને પારાવાર થઈ રહેલા નુકસાનની બુમ પડીઅવાર નવાર ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહિસમગ્ર મામલે સરકારી તિજોરીને નુકશાન થઇ રહ્યું હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આàª
સુરત જિલ્લામાં ઔદ્યોગિક એકમોના કેમિક્લ યુક્ત પ્રદૂષણના કારણે સ્વાસ્થ્યને નુકશાન
  • સુરત જિલ્લાની સરકારી તિજોરીને મોટું નુકશાન
  • ઓલપાડ, કીમ પંથકમાં ઉદ્યોગોને કારણે સરકારી તિજોરીને ખોટ
  • ઔદ્યોગિક એકમો દ્વારા જળાશયો, ખાડીઓમાં કેમિક્લ યુક્ત પ્રદૂષણના કારણે સ્વાસ્થ્યને નુકશાન
  • સાથે જ ખેતીના પાકોને પારાવાર થઈ રહેલા નુકસાનની બુમ પડી
  • અવાર નવાર ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી નહિ
  • સમગ્ર મામલે સરકારી તિજોરીને નુકશાન થઇ રહ્યું હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટર સમક્ષ કરવામાં આવી
  • સુરત જિલ્લામાં કીમ જીઆઇડીસીમાં અંદાજે ૧૮૦૦ થી વધુ નાના-મોટા ઔદ્યોગિક એકમો  
  • મોટાભાગના ઔદ્યોગિક એકમો કોઈ પણ ટ્રીટમેન્ટ વિના કેમિકલ યુક્ત ગંદુ પાણી સીધું કીમ ખાડીમાં છોડાઈ છે
  •  ખાડી પ્રદુષિત થતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો 
  • માટીનો ઉપયોગ જાહેર અને સરકારી સ્થળોની જગ્યાએ ખાનગી માલિકીની જગ્યાએ કરવામાં આવે છે જેવા ફરિયાદમાં આક્ષેપ
  • સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે જિલ્લા કલેકટરને રજૂઆત કરી
સુરત જિલ્લા (Surat District)ના કેટલાક ઔદ્યોગિક એકમો (Industrial Unit) દ્વારા જળાશયો, ખાડીઓમાં તથા હવામાં કરવામાં આવતા કેમિકલ યુક્ત પ્રદૂષણ (Pollution)ના કારણે સ્વાસ્થ્ય અને ખેતીના પાકોને નુકસાન થઈ રહ્યું હોવાની જિલ્લાઓમાં બૂમ પડી છે. અવાર નવાર ફરિયાદ કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહિ આવી હોવાની ખેડૂતોએ રાવ કરી છે..સમગ્ર સમસ્યાની કાર્યવાહીના અભાવે અંતે સરકારી તિજોરીને નુકશાન થઇ રહ્યું હોવાની જિલ્લા કલેક્ટર સમક્ષ પ્રત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
 જિલ્લામાં પર્યાવરણ અને સમગ્ર જીવસૃષ્ટિને ભારે નુકસાન 
સુરત જિલ્લાના ઓલપાડ, કિમ,સાયણ ના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે.સરકારી બાબુ ઓ દ્વારા સમસ્યા નો ઉકેલ નહિ આવતા અંતે કલેકટર ને રજૂઆત કરાઈ છે.આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને ખેડૂત દર્શન નાયક દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ છે. ઓલપાડ તાલુકામાં કીમ જી આઇ ડી સી ઉપરાંત સાયણ, સિવાણ, ગોથાણ, દેલાડ, માસમાં, બરબોધન સહિતના ગામોમાં અનેક ઔદ્યોગિક એકમો માથાનો દુખાવો બની ગયા છે.વર્ષો થી આ ઔદ્યોગિક એકમો ઉત્પાદન પ્રક્રિયામાં અનેક કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યા છે. ઔદ્યોગિક એકમો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના નિયમોને નેવે મૂકી હવા અને જળ પ્રદૂષણ ઓકી રહ્યા હોવાની રાવ ઉઠી છે.પ્રદૂષણો દૂર કરવા માટે વિવિધ સંસ્થાઓ, પર્યાવરણવિદો, એનજીઓ અને ખેડૂત આગેવાનો દ્વારા અવારનવાર આગળ આવી રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા જિલ્લામાં પર્યાવરણ અને સમગ્ર જીવસૃષ્ટિને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઓલપાડ તાલુકામાં આવેલ કીમ નદી, સેના ખાડી, તેના ખાડી અને ઘોડા ખાડી કેમિકલ યુક્ત બનવાના કારણે ગટરમાં ફેરવાઈ ગઈ છે. 
૧૮૦૦ થી વધુ નાના-મોટા ઔદ્યોગિક એકમો
સુરત જિલ્લામાં કીમ જીઆઇડીસીમાં અંદાજે ૧૮૦૦ થી વધુ નાના-મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. મોટા ભાગના ઔદ્યોગિક એકમો કોઈ પણ ટ્રીટમેન્ટ વિના કેમિકલ યુક્ત ગંદુ પાણી સીધું કીમ ખાડીમાં છોડે છે.જેવી ખેડૂતો એ ફરિયાદ કરી છે. સાથે જ સાયણ, લાડ,ગોથાણ,બરબોધન ના અંદાજે ૨૫૦૦ નાના-મોટા ઔધોગિક એકમો વિસ્તાર માંથી પસાર થતી સેના ખાડી ,તેના ખાડી અને ઘોડા ખાડીમાં ગંદુ પાણી શુદ્ધિકરણ ના નિયમોને નેવે મૂકી કેમિકલયુક્ત પાણી સીધું ઉપરોક્ત ખાડીમાં છોડાઈ રહ્યું હોવાના પણ પુરાવા મળ્યા છે.જેથી કીમ ખાડી, સેના ખાડી, તેના ખાડી અને ઘોડા ખાડી જેવી તાલુકામાં પસાર થતી ચાર ખાડીઓને મૃત બનાવી દેનારા ઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

કેમિકલના કારણે ખાડી પ્રદુષિત
એક સમય હતો જ્યારે જિલ્લાઓમા ખાડીમાંથી ખેડૂતો પાણી લઈને ખેતી કરતા હતા. વર્ષો સુધી ખેડૂતોએ ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા.જોકે, આજે ખાડી એટલી દૂષિત થઈ ચુકી છે કે હવે તે પાણીનો ઉપયોગ કરવાનું તો શું, ખાડી ની આજુબાજુ ઉભા રહેવાય તેવી પણ સ્થિતિ નથી રહી, કેમિકલના કારણે ખાડી પ્રદુષિત થઇ ચુકી છે. જો આ પાણીનો ઉપયોગ ખેતીમાં કરે તો ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે છે.

માટીનો ઉપયોગ જાહેર અને સરકારી સ્થળોની જગ્યાએ ખાનગી માલિકીની જગ્યાએ કરવામાં આવે છે
મહત્વની બાબત એ છે કે ખાડીને ઊંડી કરવાના નામે માટી ખોદાય છે અને માટીનું વેચાણ થાય છે, ઘણી જગ્યાએ રોયલ્ટી લેવામાં આવતી નથી જેનું પણ સરકારી તિજોરી ને નુકસાન થઈ રહ્યું છે.ચોમાસામાં પાણીનો નિકાલ શક્ય ન બનતા ખેડૂતોના ખેતી પાક અને ઘરવખરી ને પણ મોટું નુકશાન વેઠવાનો વારો આવે છે, તલાટી, ટીડીઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ મિટિંગ કરીને કેશડોલ આપે છે. આમ, જો વહીવટી તંત્ર દ્વારા ચોક્કસ અધિકારી સાથે રાખીને આગોતરું આયોજન કરવામાં આવે તો જાન માલને નુકશાન ન થાય અને સરકારને થતું નુકશાન પણ અટકી શકે એમ છે. પરંતુ માટી ખોદીને માત્ર રાજકીય નેતાઓના મળતીયાઓ ને ફાયદો કરાવવામાં આવે છે જેવા ખેડૂત પુત્ર દર્શન નાયકે આક્ષેપ પણ કર્યો છે.જેમાં સરકારને પણ નુકશાન થઇ રહ્યું છે. સરકારી નીતિ નિયમો જાણે ફક્ત મળતીયાઓ માટે જ ઘડવામાં આવ્યા હોય એવું ફલિત થઇ રહ્યું હોવાનું પણ દર્શન નાયકે કહ્યું છે અને આવી માટીનો ઉપયોગ જાહેર અને સરકારી સ્થળોની જગ્યાએ ખાનગી માલિકીની જગ્યાએ કરવામાં આવે છે. સમગ્ર મામલે યોગ્ય તપાસ થવી જોઈએ.જેવી રજૂઆત સુરત જિલ્લા કલેકટર ને કરવામાં આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.