Surat: નશાના રવાડે ચડ્યું યુવાધન! 25 લાખના અફીણ સાથે એક યુવાનની ધરપકડ
- દુકાનમાંથી 25 લાખથી વધુની કિંમતનું અફીણ ઝડપાયું
- સુરત પોલીસે એક યુવાન દુકાનદારીની કરી ધરપકડ
- અફીણનો જથ્થો આપનાર એક વ્યક્તિ વોન્ટેડ જાહેર કરાયો
Surat: સુરત જિલ્લામાંથી મોટી માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ અફીણનો જથ્થો ઝડપાયો છે. જિલ્લા ઓપરેશન ગ્રુપની ટીમે કડોદરા વિસ્તારમાંથી એક કરીયાણાની દુકાનમાંથી 25 લાખથી વધુની કિંમતનો અફીણનો જથ્થો ઝડપી પાડી દુકાનદાર એવા નવયુવાનની ધરપકડ કરી છે. આ સાથે સાથે અફીણનો જથ્થો આપનાર કડોદરા નજીક આવેલા વરેલીનાં એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. ઝડપાયેલો યુવક નીટની એક્ઝામની તૈયારી કરતો હોવાનું પણ સામે આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat ATSએ જપ્ત કર્યું રૂપિયા 800 કરોડનું ડ્રગ્સ, બેરલોમાં ભરેલું હતું લિક્વિડ...
પોલીસ પ્રતિબંધિત માદક પદાર્થ અફીણ ઝડપવામાં સફળ
સુરત (Surat) જિલ્લા પોલીસ હાલ એક મુહિમ ચલાવી રહી છે. ‘I STAND STRONG AGAINST DRUGS’ સૂત્ર હેઠળ જિલ્લા પોલીસ એક બાદ એક માદક પદાર્થના જથ્થા પણ ઝડપી રહી છે, ત્યારે ગઈકાલે પણ સુરત (Surat) જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા મોટી માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ અફીણ ઝડપવામાં સફળ થઇ છે. બાતમીના આધારે જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ ગઈકાલે કડોદરાના નવા હળપતિવાસમાં આવેલ ભવાની કરીયાણા સ્ટોર નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા. દુકાનમાંથી એક પૂઠાના બોક્સમાં મુકેલ 1 કિલોના પેકિંગમાં એવા 5 પેકેટ અફીણના મળી આવ્યા હતા. જિલ્લા ઓપરેશન ગ્રુપની ટીમ તમામ અફીણનો જથ્થો તેમજ 02 મોબાઈલ મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે.
આ પણ વાંચો: Panchmahal: કાલોલમાં સ્કૂલ બસનું નીકળી ગયું ટાયર, મોટી દુર્ઘટના ટળી
દુકાનદાર પીન્ટુ કેસરીમલ લુહારની ધરપકડ કરાઈ
સુરત (Surat) જિલ્લા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા દુકાનદાર પીન્ટુ કેસરીમલ લુહારની ધરપકડ કરી છે, પીન્ટુ હાલજ 12 ધોરણ પાસ કરી હાલ નીટની એક્ઝામની તૈયારી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં પીન્ટુ આ અફીણનો જથ્થો કડોદરા નજીક આવેલા વરેલી ખાતે રહેતા બુધાલાલ બિશ્નોઈ નામના ઈસમ આપી ગયો હોવાની કબૂલાત કરી છે. પોલીસે બુધાલાલ બિશ્નોઈને વોન્ટેડ જાહેર કર્યો છે. આ સાથે પીન્ટુ આ અફીણનો વ્યવસાય ક્યારથી કરી રહ્યો છે? અત્યાર સુધીમાં કોની કોની પાસે અફીણનો જથ્થો લાવ્યો છે? તેની તપાસ શરુ કરી છે.
અહેવાલઃ ઉદય જાદવ, સુરત
આ પણ વાંચો: Paris Olympic 2024 : અયોગ્ય ઠર્યા બાદ વિનેશ ફોગાટ આઘાતમાં, IOAના અધ્યક્ષ પીટી ઉષાએ કરી મુલાકાત