Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: અજાણ્યા ટીખળખોરો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મુકી દીધા

સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ Surat: સુરતમાં કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે, જે દરમિયાન અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ...
surat  અજાણ્યા ટીખળખોરો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ  રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લા મુકી દીધા
  1. સુરતમાં ટ્રેન ઉથલાવવાના પ્રયાસનો પર્દાફાશ
  2. અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
  3. વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

Surat: સુરતમાં કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે, જે દરમિયાન અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી દીધી હતી. મળતી વિગતો પ્રમાણે વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી.આ ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેનના અપ ટ્રેકના ફિશ પ્લેટને ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી. જો કે, આ બધાના પગલે રેલવે અધિકારીઓએ તરત જ નિર્ણય લીધો અને રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધા. રેલવે કર્મચારીઓએ ઘટનાની ગંભીરતાને સમજતા જ બીજી તરફ નવા ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી.

Advertisement

આ પણ વાંચો: વલસાડ LCB અને SOG પોલીસની કાર્યવાહી, 5 કરોડની લૂંટના આરોપીઓની ધરપકડ

Advertisement

સુરતના કીમ રેલવે ટ્રેકના ફિશ પ્લેટ ખુલ્લા મળી આવ્યા

આ ઘટનામાં રેલવે વિભાગને વધુ તપાસ કરવી અનિવાર્ય છે. કારણ કે, આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી ગઈ છે. તેઓએ ફરિયાદ નોંધીને અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે. આ પ્રકારના પ્રયત્નોનો સંકેત આપતી આવા ગુના આપણી સલામતી માટે એક ગંભીર પડકાર છે.નોંધનીય છે કે, લોકોની સુરક્ષા માટે રેલવે વિભાગ હવે વધુ સતર્ક રહેવા માટે પ્રયત્નશીલ છે. તેનાથી લોકોમાં અવિશ્વાસના બીજ ના ફેલાય તે માટે રેલવે વિભાગે જાહેર જનતાને સહયોગ આપવા વિનંતી કરી છે.

આ પણ વાંચો: પીએમ મોદીની Quad Summit,જાણો કેમ ચીનની ચચરી રહી છે...

Advertisement

સુરતના કીમ નજીકની આ ઘટના પડકારરૂપ છે

આ ઘટના જાગૃતિ લાવવા અને રેલવેની સુરક્ષા દ્રષ્ટિએ વધુ મજબૂત પગલાં ભરવાની જરૂરિયાતને ઊભી કરે છે. ટ્રેન મુસાફરોની સલામતી આપણા સર્વોપરી છે અને રેલવે વિભાગે આ બાબતમાં કોઈપણ પ્રકારની નાકામીઓ પર ગંભીરતાથી વિચાર કરવાની આવશ્યકતા છે. ઉલ્લેખનીય છે કે, સુરત (Surat)ના કીમ નજીકની આ ઘટના એક પડકારરૂપ સ્થિતિ છે. આવી ઘટનાઓ દેશમાં વધી રહીં છે. જેમાં અસમાજિક તત્વો દ્વારા ટ્રેનના પાટા પણ ફિશ પ્લેટ મુકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: લેબનોનના Pager Blast માં વાયનાડ કનેક્શન..

Tags :
Advertisement

.