Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : ACB દ્વારા સુરત મનપાના બે કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા

અહેવાલ -આનંદ પટણી, સુરત  સરકાર દ્વારા  સરકારી કર્મચારીઓને પગાર આપવામાં આવતો હોવા છતાં પણ કર્મચારીઓ દ્વારા વધુ કમાણીની લાલચ રાખીને લાંચ લેવામાં આવતી હોય છે. જો કે આવા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ મળવાથી એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે...
surat   acb દ્વારા સુરત મનપાના બે કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા
અહેવાલ -આનંદ પટણી, સુરત 
સરકાર દ્વારા  સરકારી કર્મચારીઓને પગાર આપવામાં આવતો હોવા છતાં પણ કર્મચારીઓ દ્વારા વધુ કમાણીની લાલચ રાખીને લાંચ લેવામાં આવતી હોય છે. જો કે આવા લાંચિયા અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ મળવાથી એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ગઈકાલે એસીબી દ્વારા સુરત મનપાના બે કર્મચારીઓને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટોની મરામત કરવાનો ઇજારો ધરાવતા ઇજારદારનું બિલ ચૂકવવા માટે અઠવા ઝોનમાં ફરજ બજાવતા જુનિયર ઈલેક્ટ્રિકલ ઈજનેર પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ડેનીસ બારડોલીયાએ 1 ટકા જેટલી રકમની માંગણી કરી હતી એટલે કે ઈજાદારનું 47,11,000નું બિલ ચૂકવવા માટે 20,000 એટલે કુલ 40 હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.
જો કે ઈજદાર મહાનગરપાલિકાના આ કર્મચારીઓને લંચ આપવા માંગતા ન હોવાથી તેમને આ બાબતે એન્ટીકરપ્શન બ્યુરોને માહિતી આપી હતી. પરેશકુમાર અને ડેનિશ નામના સુરત મનપાના કર્મચારીએ ઇજારદારને લાંચની રકમ આપવા માટે અઠવા ઝોન નજીક આવેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા નંબર 265ના કમ્પાઉન્ડ પાસે બોલાવ્યો હતો અને આ જગ્યા પર એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું.
ઇજારદાર પાસેથી લાંચ સ્વીકારતાની સાથે જ એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારીએ જુનિયર ઈલેક્ટ્રિકલ ઈજનેર પરેશકુમાર પટેલ અને મેન્ટેનન્સ આસિસ્ટન્ટ ડેનિસ બારડોલીયાને ઝડપી પાડ્યા હતા. મહત્વની વાત છે કે આ બંને કર્મચારી ખૂબ સારો પગાર ધરાવે છે. પરેશકુમારનો પગાર 1.10,000 છે તો ડેનિસ નો પગાર 60,000 છે. જોકે આટલો મોટો પગાર હોવા છતાં પણ તે લોકોના કામ કરવા માટે લોકો પાસેથી પૈસાની માંગણી કરી રહ્યા હતા. ત્યારે હાલ આ બંને સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા વધુ તપાસ હાથ ધરાશે.
Advertisement
Tags :
Advertisement

.