સુરત : વીજતારના સંપર્કમાં આવતા બે ભેંસોના મોત
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કઠવાડા ગામની સીમમાં બે ભેસોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. પશુપાલન ભેસોના ઝુંડ લઈને ચરાવવા ગયો હતો, તે દરમિયાન બે ભેસો જીવંત વીજતારના સંપર્કમાં આવતા બંને ભેસોના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ કઠવાડા ગામે રહેતા રામુભાઇ ૨વજીભાઈ રાઠોડ પશુપાલનનો ધંધો કરે છે. નિત્યક્રમ પ્રમાણે આજે સવારે 10:00 વાગે તેઓ 15 થી 17 ભેસોનું ઝુંડ લઈને કઠવાડા ગામની સીમમાં ચરવા માટે લઇ ગયા હતા. ત્યારે નજીકમાં આવેલ બરફની ફેક્ટરી પાછળના રસ્તેથી ભેસ પસાર થતી હતી ત્યારે જમીન પર તૂટીને પડેલા જીવંત વીજતારના સંપર્કમાં ભેસના ઝુંડ પૈકી એક ભેસ આવી જતાં ભેંસ તરફડિયાં મારતી હતી. તે જોઈને પશુપાલક ગભરાઈ ગયો હતો અને અન્ય ભેસોને વાળવા જતા બીજી એક ભેસ પણ વીજ તારના સંપર્કમાં આવતા તે પણ ઘટના સ્થળે મરણ પામી હતી.
બનાવની જાણ કઠવાડા ગામમાં થતા લોકો ઘટના સ્થળે દોડી ગયા હતા અને જીઇબીના તંત્રને ફોન દ્વારા ઘટનાની જાણ કરવામાં આવતા આખરે અડધા કલાક બાદ વીજપ્રવાહ બંધ કરાયો હતો. બનાવ અંગે પશુપાલકે કોસંબા પોલીસમાં જાણ કરી છે. કઠવાડા ગામ વાસીઓએ મરી ગયેલ મૂંગા પ્રાણી અંગે પશુપાલકને વળતર મળે તેવી માંગ જીઈબીના અધિકારી સમક્ષ કરી હતી.
આ પણ વાંચો - અમદાવાદની સાબરમતી નદીમાં ક્રૂઝ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો ટ્રાયલ, PM MODI પાસે માંગ્યો સમય
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - ઉદય જાદવ