Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : 80 ના દાયકાથી રંગ જમાવતા ભજનમંડળના અનોખા શેરી ગરબા

SURAT : સુરત (SURAT) ના કુડસદ (KUDSAD) ગામે ૮૦ દાયકાથી રમાય છે. પારંપરિક શેરી ગરબા,ગામની જ ભજન મંડળી ઉપર ખાલૈયાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે, ગામમાં રમાતા પ્રાચીન ગરબા ને લઈ યુવા ધને એસી ડોમ અને મોટી નવરાત્રી આયોજનો...
surat   80 ના દાયકાથી રંગ જમાવતા ભજનમંડળના અનોખા શેરી ગરબા

SURAT : સુરત (SURAT) ના કુડસદ (KUDSAD) ગામે ૮૦ દાયકાથી રમાય છે. પારંપરિક શેરી ગરબા,ગામની જ ભજન મંડળી ઉપર ખાલૈયાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે, ગામમાં રમાતા પ્રાચીન ગરબા ને લઈ યુવા ધને એસી ડોમ અને મોટી નવરાત્રી આયોજનો નો કર્યો અસ્વીકાર,શેરી ગરબાની ગામની એકતા વધે છે,ખર્ચ બચે છે અને મહિલાઓની સલામતી પણ રહે છે,કુડસદ ગ્રામજનો માટે શેરી ગરબા સૌથી સુરક્ષિત.

Advertisement

પરંપરા મુજબની નવરાત્રિને કુડસદ ગામના લોકોએ જીવંત રાખી

સુરત જિલ્લામાં વર્ષો જૂની પરંપરા મુજબ રમાઈ છે સેરી ગરબા,ઓલપાડના કુડસદ ગામે થતી પારંપરિક નવરાત્રિમાં યુવાનો તેમજ વડીલો મન મૂકી ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે,૮૦ વર્ષથી પણ વધુ સમયથી રમાતી ગામડાની જૂની પરંપરા મુજબની નવરાત્રિને કુડસદ ગામના લોકોએ જીવંત રાખી છે,દરરોજ ગામના અલગ અલગ ફળિયામાં ઘર બહાર માતાજીની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે,ગામની જ ભજન મંડળી ઉપર ગરબા રમી ખાલૈયાઓ નવરાત્રિની ઉત્સાહભેર ઉજવણી કરે છે.

Advertisement

ઘરો બહાર માતાજી ની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે

આજના આધુનિક યુગમાં વર્ષો જૂની પરંપરા જાણે હવે લુપ્ત થવા લાગી છે,વર્ષો પહેલા ઘર બહાર માતાજીની માટલી મૂકી પારંપરિક રીતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવતી હતી ત્યારે આજના આધુનિક સમયમાં લોકો ક્લબ હાઉસ,ડોમ અને ગામ બહાર નવરાત્રી નું આયોજન કરી ઉજવણી કરતા થયા છે ત્યારે વર્ષો જૂની આપણી વિસરાતી પરંપરા વચ્ચે સુરત ના ઓલપાડ તાલુકાના કુડસદ ગામે હજુ પણ વર્ષો જૂની પરંપરા મુજબ જ માતાજી ના ગરબા રમવામાં આવે છે, કુડસદ ગામે વર્ષો થી ગામના અલગ અલગ ફળિયામાં નવરાત્રિના નવ દિવસ માતાજીના ગરબા રમવામાં આવે છે,ફળિયા ના ઘરો બહાર માતાજી ની માટલી મૂકી ગરબા રમવામાં આવે છે ગામના તમામ લોકો એકત્ર થઈ નવ દિવસ નવરાત્રિના પર્વની રંગે ચંગે ઉજવણી કરે છે.

Advertisement

ગ્રામજનો એકતા સાથે નવ દિવસ માતાજીના પર્વની હર્ષલ્લાસથી ઉજવણી કરે છે

ગામમાં થતી નવરાત્રિમાં ગામના યુવાનો જાતે જ ભજન મંડળી ચલાવે છે,ગામના યુવાન,વડીલો,બાળકો તમામ લોકો ગામની ભજન મંડળી ઉપર જ માતાજીના ગરબા રમે છે,ગામમાં થતી પારંપરિક નવરાત્રી માં ખેલૈયાઓ મન મૂકી ગરબે ઘૂમે છે ત્યારે આ ગામડાની જૂની પરંપરા મુજબ થતી નવરાત્રિમાં ગ્રામજનો એકતા સાથે નવ દિવસ માતાજીના પર્વની હર્ષલ્લાસથી ઉજવણી કરે છે,ગામમાં થતી પ્રાચીન નવરાત્રી લુપ્ત ન થાય તે માટે ગ્રામજનો બહાર ગરબા રમવા પણ નથી જતાં અને ગામમાં ગરબા રમી નવરાત્રિના કરવાની ઉજવણી કરે છે.

જૂની પરંપરા મુજબ રમતા ગરબા દિવસે ને દિવસે લુપ્ત થતાં જઈ રહ્યા છે

નવરાત્રિના ના નવ દિવસ કુદસદ ગામનો માહોલ કઈક અલગ જ હોય છે,નવરાત્રિના અલગ અલગ દિવસે ગામના ફળિયાને શણગારવા માં આવે છે,ખેલૈયાઓ માટે નાસ્તાથી લઈ તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવે છે,ગ્રામજનો નવરાત્રિના નવ દિવસ ભારે ઉત્સાહ સાથે ગરબા રમી નવરાત્રિના પર્વની ઉજવણી કરે છે,જૂની પરંપરા મુજબ રમતા ગરબા દિવસે ને દિવસે લુપ્ત થતાં જઈ રહ્યા છે ત્યારે આ આધુનિક યુગમાં પણ કુડસદ ગામના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને હજુ પણ જાળવી રાખી છે અને આગામી સમય માં પણ આ પરંપરાને ગ્રામજનો જીવંત રાખશે ત્યારે કુડસદ ગામના લોકોએ આપણી વર્ષો જૂની પરંપરા વિસરાઈ નહી અને તેને ફરીથી જીવંત કરવા માટે લોકોને અપીલ કરી હતી.

અહેવાલ -- ઉદય જાધવ, સુરત

આ પણ વાંચો -- Ghudkhur - માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખરની વસ્તી ૭,૬૭૨

Tags :
Advertisement

.