SURAT : બોડી-બિલ્ડિંગની દુનિયામાં સુરતની આ મહિલાનો વાગે છે ડંકો, વાંચો સમગ્ર અહેવાલ
અહેવાલ - રાબીયા સાલેહ આમ તો આપણે સાંભળ્યું હશે કે બોડી બિલ્ડિંગમાં પુરુષો નામના મેળવતા હોય છે. પરંતુ હવે આ ફિલ્ડમાં મહિલાઓ પણ પાછળ નહિ,આ ક્ષેત્રમાં મહિલાઓએ પણ સિધ્ધિ મેળવી છે, અને આગળ વધી પોતાનું ઓળખ ઉભી કરી છે.જે મહિલાઓને...
Advertisement
અહેવાલ - રાબીયા સાલેહ
આમ તો આપણે સાંભળ્યું હશે કે બોડી બિલ્ડિંગમાં પુરુષો નામના મેળવતા હોય છે. પરંતુ હવે આ ફિલ્ડમાં મહિલાઓ પણ પાછળ નહિ,આ ક્ષેત્રમાં મહિલાઓએ પણ સિધ્ધિ મેળવી છે, અને આગળ વધી પોતાનું ઓળખ ઉભી કરી છે.જે મહિલાઓને એબ્સ, મસલ્સ અને બાયસેપ્સ હોય છે. જેથી તેને બોડી બિલ્ડર તરીકે ઓળખાય છે. જેથી મહિલા બોડી બિલ્ડિંગ અને તેના મુકાબલા થોડા અલગ રીતે યોજાય છે.
વર્ષ ૨૦૨૪ ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી ખાતે યોજનારી મિ. એન્ડ મિસ એશિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે સુરતની બોડીબિલ્ડર દિશા પાટીલની પસંદગી થતા પરિવાર અને તેમના કોચ સહિતના સભ્યોમાં ખુશીનો માહોલ છવાયો છે.
ગત રવિવારે વડોદરા ખાતે નેશનલ લેવલની મિ. એન્ડ મિસ ઈન્ડિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેમાં મિસ ઈન્ડિયા બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે ઓરિસ્સા, દિલ્હી, છત્તીસગઢ, યુપીની મહિલા બોડીબિલ્ડરોએ ભાગ લીધો હતો. જ્યારે ગુજરાત વતી સુરતની દિશા પાટીલે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જેમાં દિશા પાટીલ મિસ ઇન્ડિયા બોડીબિલ્ડર તરીકે વિજેતા જાહેર થઈ હતી. તેમને રોકડા રૂપિયા ૨૧ હજારનો પુરસ્કાર આપવા સાથે ટ્રાફી મેડલ અને સર્ટિફિકેટ પણ અપાયા હતા.
આ અંગે દિશા પાટીલે જણાવ્યું હતું કે, પોતે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના નવલનગરની વતની છે અને હાલ પરિવાર સાથે સુરતના નવાગામ ડિંડોલી વિસ્તારમાં આવેલી જમના પાર્ક સોસાયટીમાં રહે છે. તેમના પિતા વિજયભાઈ પાટીલ પેટ્રોલપંપ પર મેનેજર તરીકે જોબ કરે છે. પોતે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ સુરતની એમટીબી આટર્સ કોલેજમાં કર્યો છે. આર્મીમાં રસ હોવાથી કોલેજકાળ દરમિયાન એનસીસી જોઈન કરી આરડીસીનો મહત્ત્વપૂર્ણ કેમ્પ કર્યો હતો. દિશા પાટીલે વધુમાં કહ્યું હતું કે, વર્લ્ડ ફિટનેસ ફેડરેશન દ્વારા રવિવારે વડોદરામાં મિ. એન્ડ મિસ ઇન્ડિયા ચેમ્પિયનશિપ રાખવામાં આવી હતી. જેમાં મિસ ઈન્ડિયા તરીકે મને વિજેતા જાહેર કરાઈ હતી.
દિશા પાટીલ હવે આવનારા વર્ષ ૨૦૨૪ના ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં યોજાનારી મિ. એન્ડ મિસ એશિયા બોડીબિલ્ડિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી કરાઈ હોવાની જાહેરાત કરાઈ હતી. આ સફળતા પાછળ દિશા પોતાના ગુરુ સમાન કોચ રાકેશ પ્રસાદ અને ગૌતમ પ્રસાદની પણ ખૂબ મહેનત હોવાનું માને છે. પહેલા પરિવાર સ્પોર્ટ નહી કરતું હતું પરંતુ જીત મેળવ્યા બાદ પરિવાર પણ હવે સપોર્ટ કરે છે તેના માટે તેમનો પણ આભાર તેણી એ વ્યક્ત કર્યો હતો, અને હવે દિશાનો એક જ ગોલ છે અને તે છે ગોલ્ડ.