Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: હીરા ઉદ્યોગમાં આવી છે ભારે મંદી, રત્નકલાકારે કર્યો આપઘાત

મંદીના મારે રત્ન કાલાકારનો લીધો જીવ હીરામાં મંદીના કારણે આપઘાત કર્યા, પરિવારે વ્યક્તિ કરી વ્યથા સુરતમાં હીરા ઉદ્યોગમાં અત્યારે બારે મંદીનો માહોલ Surat: ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે. જેને લઇને દિવાળી...
surat  હીરા ઉદ્યોગમાં આવી છે ભારે મંદી  રત્નકલાકારે કર્યો આપઘાત
  1. મંદીના મારે રત્ન કાલાકારનો લીધો જીવ
  2. હીરામાં મંદીના કારણે આપઘાત કર્યા, પરિવારે વ્યક્તિ કરી વ્યથા
  3. સુરતમાં હીરા ઉદ્યોગમાં અત્યારે બારે મંદીનો માહોલ

Surat: ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે. જેને લઇને દિવાળી પહેલા જ રજાઓ પડી રહી છે. હીરાના ધંધામાં આવેલ મંદીનો સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે. સતત ધંધામાં આવી રહેલ મંદીને લઇને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે. હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે. સુરત (Surat) જિલ્લામાં વધુ એક રત્ન કલાકારએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. કામરેજના કઠોદરા ગામે આવેલ ઓમ પ્લાઝા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય રોહિત ભાઈ ભૂપતભાઇ જોગાણીએ ગતરોજ ઝેરી દવા પી લીધી હતી.

Advertisement

આ પણ વાંચો: લોકરક્ષક ભરતી ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી, 37 ઉમેદવારો 3 વર્ષ માટે નહીં આપી શકે પરીક્ષા અને...

એક રત્ન કલાકારએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું

નોંધનીય છે કે, પરિવારે તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું. જુવાન દીકરાએ આપઘાત કરી જીવન ટુંકાવી લેતા પરિવાર હાલ શોકમાં ડૂબી ગયો છે. મૃતક રોહિતના ભાઈ જાગાણીએ જણાવ્યું હતું કે, મૃતક રોહિત જે હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અચાનક તેઓએ આપઘાત કરી લીધો હોવાનું સામે છે. હીરામાં આવેલ મંદીના કારણે આપઘાત કર્યા હોવાની અમને શંકા છે. હાલ તો બનાવને પગલે કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો: Gondal નગરપાલિકાની તિજોરી છલકાશે, લોકમેળા માટે તળિયાનો રેકોર્ડબ્રેક ભાવ મળ્યો

સુરતમાં હીરા ઉદ્યોગમાં અત્યારે બારે મંદીનો માહોલ

સુરત (Surat)માં અત્યારે હજારોની સંખ્યામાં કામદારો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. પરંતુ અત્યારે હીરા ઉદ્યોગમાં ભારે મંદી આવી છે. સુરત (Surat)માં જો હીરા ઉદ્યોગમાં મંદી આવે તો કામદારોને મોટી અડચણો આવતી હોય છે. કારણ કે, મોટાભાગના કામદારો હીરા સાથે જ સંકળાયેલા છે અને તેના દ્વારા જ પોતાની રોજીરોટી રળતો હોય છે. જેથી અત્યારે અહીંના કામદારોને ભારે અડચણો પડી રહીં હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Bharuch: મારામારી કરવી ભારે પડી! ભરૂચ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ સહિત 12 ની ધરપકડ

Tags :
Advertisement

.