Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : લોકોના બેંકોની કિટ દુબઈ મોકલવાના કૌભાંડનો થયો પર્દાફાશ

સાયબર ફ્રોડ માટે લોકોના બેંકોની કિટ મોકલાતી હતી બેંકોની કિટ દુબઈ મોકલવાના કૌભાંડનો થયો પર્દાફાશ દુબઈથી બેસી ભારતના સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા Surat: સુરતમાં લોકોના બેંકોની કિટ દુબઈ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ છે. જેમાં સાયબર ફ્રોડ માટે લોકોના બેંકોની કિટ...
surat   લોકોના બેંકોની કિટ દુબઈ મોકલવાના કૌભાંડનો થયો પર્દાફાશ
  1. સાયબર ફ્રોડ માટે લોકોના બેંકોની કિટ મોકલાતી હતી
  2. બેંકોની કિટ દુબઈ મોકલવાના કૌભાંડનો થયો પર્દાફાશ
  3. દુબઈથી બેસી ભારતના સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા

Surat: સુરતમાં લોકોના બેંકોની કિટ દુબઈ મોકલવાનું કૌભાંડ ઝડપાયુ છે. જેમાં સાયબર ફ્રોડ માટે લોકોના બેંકોની કિટ મોકલાતી હતી. બેંકોની કિટ દુબઈ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઈમે 2 આરોપીની ધરપકડ કરી છે. જેમાં અજય ભગત, મયંક સોરઠિયા બન્ને ખાતા ભાડે આપતા હતા. દુબઈથી બેસી ભારતના સીમકાર્ડનો ઉપયોગ કરતા હતા.

Advertisement

સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીની ધરપકડ કરી

સાયબર ફ્રોડ માટે લોકોના બેંકોની કીટ દુબઇ મોકલવાના રેકટનો પર્દાફાશ થયો છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. તેમાં અજય ભગત અને મયંક સોરઠીયા બેંક ખાતા ભાડે આપતા હતા. ભારતના સીમકાર્ડનો ઉપયોગ કરી ડિજિટલ એરેસ્ટ, ઓનલાઇન હનીટ્રેપ, રેટિંગ ટાસ્ક,સેક્સોટ્રેશન જેવા ગુનાને દુબઇથી બેસી અંજામ આપતા હતા. શોર્ટકટમાં વધુ રૂપિયા કમાવવાના ચક્કરમાં પડતા ખોટી સંગત બરબાદી જ લાવે છે. જે ગુનાને અંજામ આપવામાં આવતો હતો. એ પૂર્વ આયોજિત ગુનો હતો.

આ પણ  વાંચો  -Cybercrime: અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયું ડ્રગ્સ

Advertisement

પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ ગુના કરવા ટેવાયેલા હતા

અગાઉ ઓલપાડ પોલીસના હાથે ઝડપાયેલી ગેંગ લોકોને લાલચ આપી લોકોને પોતાનું એકાઉન્ટ પોતાનો રજીસ્ટર મોબાઈલ નંબર, ATM કાર્ડ, પાસબુક ખોલાવી આપી આ આરોપીઓ વસ્તુઓ લોકો પાસેથી ભોળવી લઇ દુબઈ ખાતે મોકલી આપતા અને ત્યારબાદ દુબઇથી ગેમ, ક્રિપટો કરન્સી, યુ.એસ.ડી.ટીનાં ટ્રાન્ઝેક્શનો કરી દરરોજના લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરી તેની સામે ખાતા ધારકોને નાની રકમ આપી તમામ જવાબદારી ખાતા ધારકો પર નાખી દઈ ગેરકાયદેસર કૌભાંડ કરતા હતા. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓ ગુના કરવા ટેવાયેલા હતા.

આ પણ  વાંચો  -Surat: બાળકીના મોતનો મામલો, પોલીસે બોગસ ડોક્ટરની કરી ધરપકડ

Advertisement

આધાર કાર્ડ, પાન કાર્ડ, કાર મળી 3,63 લાખનો મુદામાલ કબ્જે

ઓલપાડ પોલીસે ઓલપાડ-સાયણ રોડ પરથી 6 લોકોની ધરપકડ કરતા તેમની પાસેથી અલગ અલગ કંપનીના 27 જેટલા મોબાઈલ તેમજ 190 જેટલા પ્રી-એક્ટીવ સીમકાર્ડ, ઇન્ડિયન બેંકોની 11 કીટો, અલગ અલગ કંપનીના 15 ATM કાર્ડ અને ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ, કાર મળી 3,63 લાખનો મુદામાલ કબ્જે કર્યું હતું.

Tags :
Advertisement

.