Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SURAT : આંતરરાજ્ય ગેંગના 5 ઇસમોનો આંગણિયા પેઢીમાં લૂંટનો પ્લાન થયો ફેલ, વાંચો સમગ્ર ઘટના

અહેવાલ - રાબીયા સાલેહ   મર્ડર, લૂંટ, ધાડ તેમજ વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આંતરરાજ્ય ગેંગના 5 ઇસમોને સુંરત પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા છે. આ આરોપીઓ આંગણિયા પેઢીમાં લૂંટના ઇરાદે સુરત આવ્યા હતા. વાહનને રોકી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા...
surat   આંતરરાજ્ય ગેંગના 5 ઇસમોનો આંગણિયા પેઢીમાં લૂંટનો પ્લાન થયો ફેલ  વાંચો સમગ્ર ઘટના
અહેવાલ - રાબીયા સાલેહ  
મર્ડર, લૂંટ, ધાડ તેમજ વાહનચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આંતરરાજ્ય ગેંગના 5 ઇસમોને સુંરત પોલીસે બાતમીના આધારે ઝડપી પાડયા છે. આ આરોપીઓ આંગણિયા પેઢીમાં લૂંટના ઇરાદે સુરત આવ્યા હતા.
વાહનને રોકી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા જ ઉત્તર પ્રદેશના પાંચ ગુનેગારોને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડયા છે. આ અંગે સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર એ જણાવ્યું હતું કે - "ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ને મળેલી બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પાંચેય આરોપી પાસેથી લોડેડ પિસ્તોલ, મરચાની ભૂકી, છરા તેમજ એક ચોરીની મોટર સાયકલનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે."
આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં સનત ઉર્ફે પિન્ટુ જૈન, આશુ યાદવ, સચિન કુશવાહ, જીતેન્દ્ર ઉર્ફે જીતુ અને શુભમ ગુપ્તાનો સમાવેશ થાય છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે,આરોપી સનત ઉર્ફે પીન્ટુ જૈન સામે અગાઉ 15 ગુનાઓ રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યા છે. જેમાં બાઇક ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આશુ યાદવ સામે અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં લુટ વીથ હત્યાનો ગુનો અને ઉત્તર પ્રદેશના અકબરપુર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે. જ્યારે જીતેન્દ્ર ઉર્ફે જીતુ નિષાદ સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ત્રણ અને સરથાણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો છે અને અગાઉ જીતુ ભાજપના નેતા ભરત મોના પર ફાયરિંગ કરવાના કેસમાં પણ વરાછા પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચૂક્યો છે. અગાઉ તમામ આરોપીઓ સાત દિવસ પહેલા સુરત આવ્યા હતા,તેમના દ્વારા આંગણિયામાં ચોરી કરવા માટે ઉત્રાણ વિસ્તાર ખાતેથી એક મોટરસાયકલની ચોરી કરવામાં આવી હતી. આરોપીઓએ ચોરીને કઈ રીતે અંજામ આપવો, શું કરવું તે અંગેની પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.
ઉત્તર પ્રદેશના આ પાંચ ઈસમો રેકી કરવા માટે સુરતના પુણા વિસ્તારમાં આવેલ ફોર્મેટ બિલ્ડીંગની સામે મેન રોડ પાસે જાહેરમાં વરાછા હીરાબાગ સર્કલ પાસે જય ગોપાલ નામની ટ્રાવેલ્સ કે જે સૌરાષ્ટ્ર તરફથી આંગણીયા પેઢીના રૂપિયા તથા ડાયમંડના પાર્સલો લઈને આવતી હોય તેના પણ નજર રાખતા. આંગડિયા પેઢીના માણસો વહેલી સવારે બોલેરો ગાડીમાં રકમ લેવા માટે આવતા હોય ત્યારે આ બોલેરો ગાડીને ઉભી રાખી તેમાંથી રૂપિયા તથા ડાયમંડના પાર્સલોની લૂંટ કરવાના ઇરાદા સાથે તેઓ રેકી કરતા હતા, અને લૂંટની ઘટના માટે તેઓ લોડેડ પિસ્તોલ, છરા તેમજ મરચાની ભૂકી પોતાની સાથે રાખતા હતા. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 2 પિસ્તોલ, 4 કાર્ટીઝ, 2 છરા, 5 મોબાઇલ, 1 મોટરસાયકલ, 50 ગ્રામ મરચાની ભૂકી અને 1 બેગ સહિત કુલ 1,47,530 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીઓની એમ.ઓ એવી હતી કે તેઓ લૂંટનું કાવતરું રચીને પહેલા મોટરસાયકલ ચોરી કરતા હતા અને ત્યાર બાદ તે મોટર સાયકલ પર ઘટના સ્થળની રેકી કરતા અને આંગણીયા પેઢીને ટાર્ગેટ કરતા હતા અને પોતાનો હેતુ જો પાર ન પડે અને આંગણીયા પેઢીના કર્મચારી પ્રતિકાર કરે તો પિસ્તોલ વડે ફાયરિંગ કરી કર્મચારીનું મોત નિપજાવતા હતા અને લૂંટ કરી ફરાર થઈ જવાના પ્લાન હતા. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે તમામના પ્લાન ફેલ કરી તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement
Tags :
Advertisement

.